૭મા ધોરણનો શિયાળો

“ઠંડીમાં સ્ફૂર્તિ આવે છે” એવું એક શિક્ષક કહેતા’તા;
મને લાગે છે એ શિક્ષક ફાટલી ગોદડીમાં રહેતા’તા.

બાકી આખી ગોદડી અને ઠંડીમાં ઊંઘવાની મજા જ કંઇક ઓર છે,
ઊંઘવા માટેનો બેસ્ટ ટાઈમ જ શિયાળામાં સવારની પહોર છે.

પણ આજે તો મજા પોસાય એવી છે નહિ, પરીક્ષા છે;
અને જલ્દી થી તૈયાર થવું પડશે ૭ વાગ્યાની રીક્ષા છે.

ફ્લોર છે ઠંડો, દીવાલો છે ઠંડી, ઠંડું આખે આખું ઘર છે;
નાહી તો લઉં પણ નાહ્યા પછીની ઠંડીનો મને ડર છે.

નાહી ને થઇ ગયો તૈયાર,
રીક્ષા ઉભી જ હતી બહાર.

જેકેટની અંદર સ્વેટરની અંદર શર્ટની અંદર બંડી,
આ બધા જ સ્તરોને ભેદીને અંદર લાગેલી ઠંડી.

ગાત્રો શીથીલ થઇ જાય એવી ઠંડીમાં શાળાએ પહોચીને હથેળીઓ ઘસી,
ને વિચાર્યું: સ્વાઈન ફ્લુ માટે તો આવી ગઈ, હવે શોધો ઠંડી માટે કોઈ રસી.

પછી ગુજરાતીના પેપરમાં પહેલો જ પ્રશ્ન જોઈ ખરો હસ્યો;
અને થથડતા હાથે “ઉનાળાની બપોર” વિષે નિબંધ ઘસ્યો.

– સાક્ષર

તા.ક. – કોઈએ કહ્યું છે ને કે “કવિતાઓ છાપા નું દર્પણ છે” (હેં?? ખરેખર?? કોણે??) નાનો હતો ત્યારે છાપામાં બહુ વખત વાંચ્યું’તું… ગાત્રો શીથીલ કરી નાખે એવી ઠંડી, એટલે કવિતામાં પણ વાપરી કાઢ્યું, હજુ પણ ખબર નથી ગાત્રો એટલે શું? કોઈને ખબર હોય તો કે’જો!!!!

16 thoughts on “૭મા ધોરણનો શિયાળો

 1. ફ્લોર છે ઠંડો, દીવાલો છે ઠંડી, ઠંડું આખે આખું ઘર છે;
  નાહી તો લઉં પણ નાહ્યા પછીની ઠંડીનો મને ડર છે.!!!!!

  વાહ દોસ્ત… હવે મારે દરેક પોસ્ટ માં આ તો લખવાનુ રહ્યુજ કે “મજ્જા પડી ગઇ…”….

  Amazing creation again, keep it up 🙂

 2. 😀 … the pen is growing in your hands .. i mean the keys on the keyboard are getting smoother by your fingers buddy !!

  🙂 mast ekdam ..

  this is too much …
  પછી ગુજરાતીના પેપરમાં પહેલો જ પ્રશ્ન જોઈ ખરો હસ્યો;
  અને થથડતા હાથે “ઉનાળાની બપોર” વિષે નિબંધ ઘસ્યો.

 3. સાક્ષર, ‘૭મા ધોરણનો શિયાળો’માં ઠંડીની બીકને જુદી જુદી રીતે રજૂ કરી છે. આછા વ્યંગ લસરકે અને હળવી શૈલીમાં કહેવા જેવી વાત અસરકારક રીતે કહેવાઈ છે. કમભાગ્યે, આપણે ત્યાં (ગુજરાતીમાં) આ પ્રકારની રચનાઓ બહુ જોવા મળતી નથી.

  ગાતર્ – શરીરનું અંગ,ઇંદ્રિય, સાંધો ….

 4. જેકેટની અંદર સ્વેટરની અંદર શર્ટની અંદર બંડી,
  આ બધા જ સ્તરોને ભેદીને અંદર લાગેલી ઠંડી.

  સાક્ષર.. સામાન્ય અનુભુતીને શબ્દોનો આકાર આપવો કોઈ તમારાથી શીખે.

  Bravo. Keep up the wonderful work..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s