માઉસ

“આ કાઈ નવું નથી પહેલેથી જ લોકો આવું કરે છે,
દુર્યોધન એ શકુનીથી ને સોનિયાથી મનમોહન ડરે છે,
માઉસના ઇશારે ચાલતા સ્ક્રીન પર ના કર્સરો છે બધા,
માઉસ આમ ફેરવે તો આમ ને તેમ ફેરવે તો તેમ ફરે છે.”

———

તા.ક. –

” Zindagi aur maut upar wale ke haath mein hai..Ise na to aap rok sakte hain na hi main…hum sab to rang manch ki kathputaliyan hain jinki dor upar wale ke ungaliyon mein bandhi hui hai.. Kab kaun aur kahan uthega …isse koi nahi bata sakta hai.. ” – Anand (From movie Anand (1971) )

3 thoughts on “માઉસ

  1. This was thought-provoking as always!

    reply-

    ખોટું કહે છે બધા –
    કે પહેલો પતંગ ઉડાડી માણસે પોતાની ઉડવાની ઈચ્છા પૂરી કરી હતી.
    એને પતંગ બનાવવાની પ્રેરણા ભગવાને એ માટે નહોતી આપી.
    એ તો પંખીઓ ની લાંબી લાંબી ઉડાનો માં દેખાડી દીધું જ હોત.
    વાદળા ને આભ સપાટી પર સરકતા બતાવી એ આનંદ આપ્યો હોત.
    અરે ખર્યુ પાન જમીનદોસ્ત થતા પહેલા ક્ષણવાર પણ ઉડી લે છે એટલું પણ પુરતું હોત!
    માણસ ના વિચાર તરંગો ઉડતા તો આ બધું જોઇને પણ શીખી શકત,
    એને આવી નાજુક સ્થૂળતા બક્ષવાની જરૂર જ ક્યાં હતી?

    એણે તો બસ માણસને એક રહસ્ય બતાવવું હતું, શીખવવું હતું –
    લે ચાલ, એક કાગળ ને ઉડાડ, તારી મરજીથી
    કમાન-કિન્ના ની તકલાદી તાકાત પર
    એને ઝંઝાવાતી પવન સામે સ્થિર રાખ
    અરે, એનેય નાના મોટા, સારા ખોટા જેવા ભેદ શીખવાડ
    એને એના જેવા જ બીજા ફરફરિયાઓ સાથે લડાવ-ઝઘડાવ
    એની દિશા-દશા નો નિર્ણય કર આમ-તેમ ફેરવ
    મરજી પડે તેમ ઉપાડ અને મરજી પડે તેમ ગોથ ખવડાવ
    જરૂર પડે તો નમો આપજે પણ ક્યાંક ફસાય કોક એન્ટેના માં કે ઝાડ પર
    તો પરવા ના કરતો
    બસ એને રઝળતો મૂકીને એક બીજો બનાવી ઊડાવજે

    પણ હા, એને બાંધી રાખજે લાંબી દોરી થી
    તારા કહ્યામાં રાખવા માટે
    ભલે ઉડે ઉંચે ને ઉંચે, સાંજ ઢળે, તડકો નડે, કાગળ ની તબિયત બગડે કે અમસ્તું તને આળસ ચડે –
    બસ દોરી ખેંચી લેજે, ફિરકીમાં વીંટી લેજે. ખેલ પૂરો.

    મન થયું તો બીજા દિવસે એને ફરી મોકો આપજે ફરી ઉડવાનો, આભને અડવાનો.
    એ જો કદી પડશે તો એ ગગનવિહારી ને ધરતી જોવી પડશે,
    ફરી કોઈક ને રસ જાગશે, તો એનો પુનારોધ્ધાર કરી વાપરશે
    નહીતર રખડતી ગાયોના ટંક ટાળવામાં ખપી જશે.

    પપ્પા દોરી પકડે, મમ્મી પતંગ છોડાવે અને
    એ જરાક સ્થિર થાય પછી
    નાનકડા સોનુ ને થોડી વાર એ પકડવા આપે
    એમાં અમસ્તું પોતે જે આનંદ મેળવે છે તેની અનુભૂતિ કરાવવા, બસ!

    એણે માણસ ને એ ભેદ બતાવ્યો
    અને એવી રીતે કે એ પતંગ ચડાવતો માણસ હમેશા એની તરફ ઉપર, આભ તરફ તાક્યા કરે
    આ સામ્ય સમજવા મથે
    એ સમયે માણસને મળતો આનંદ એ જુએ
    અદ્દલ પપ્પા પતંગ અને પ્રસન્નમુખ સોનુને જોયા કરે તેમ!

    પણ બેડ ટાઈમ સ્ટોરી અને “બોધ”કથા વચ્ચે અટવાયેલી વાર્તાની માફક
    માણસે અહી પણ એમ જ કર્યું
    મજા-મજા લીધી ને બોધ-બોધ જવા દીધો!

  2. ઓહો શું વાત છે…
    હું આટલી બધી સારી Thought provoke કરી શકું એવો તો મને ખ્યાલ જ ન’તો…
    હું તો ‘Thought’-નિશાળીયો છું…😉

    On a serious note,
    ખુબ જ સરસ અછાંદસ… અને પતંગનો સરસ “બોધ” સમજાવ્યો છે…

    ‘પણ બેડ ટાઈમ સ્ટોરી અને “બોધ”કથા વચ્ચે અટવાયેલી વાર્તાની માફક
    માણસે અહી પણ એમ જ કર્યું
    મજા-મજા લીધી ને બોધ-બોધ જવા દીધો!’

    મારી Punch- તંત્ર ની પોસ્ટમાં તા.ક. માં લખ્યું છે એમ,
    ” વાર્તાઓ મહત્વની નથી હોતી, એમાંથી લેવાતો બોધ મહત્વનો હોય છે. ”
    🙂

    (
    તમારા બ્લોગ પર કોમેન્ટ આપવાની સગવડ નથી એટલે અહી જ લખું છું
    બાકી બધી રચનાઓ પણ બહુ સરસ હતી, બધી વાંચી, અને એ બધી રચનાઓ વાંચી ને એક જ સવાલ થયો, તમારા જ શબ્દો માં કહું તો,

    “કેટલું “સર્જન” કોઈને તરસ્યો હશે તે ગઝલ થઈ આટલું વરસ્યો હશે!!!!!”
    )

  3. વાંચે ગુજરાત
    ‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
    ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
    ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
    આપ સૌ પણ આ અભિયાન માં આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો..આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s