ચા પ્રેમીની કવિતા

(રાગ – હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ – ‘મરીઝ’)

હું ક્યાં કહું છું આપની બા હોવી જોઈએ,
પણ મળવા તમને આવું તો ચા હોવી જોઈએ.

ચા એકલી થી તો મને ચાલતું નથી ;
શીરો ખાવા મળે એ માટે કથા હોવી જોઈએ.

મારા જેવા માટે તો ચા અમૃત જ તો છે;
પંચામૃતમાં ચા ઉમેરવાની પ્રથા હોવી જોઈએ.

ઓફીસમાં કામ વચ્ચે તો બહુ ટાઈમ ના મળે;
ચા પીવા માટે સ્પેશિયલ રજા હોવી જોઈએ.

દિવસમાં એક પીવો ત્યાં સુધી તો ઠીક છે ‘સાક્ષર’
બાટલા ચડાવવા પડે એવી ટેવ ના હોવી જોઈએ.

– સાક્ષર

તા.ક. –

૧.  છેલ્લી પંક્તિ ખરેખર છેલ્લી છે એવું  લાગે એટલે અમારા નામ ને તખલ્લુસ તરીકે વાપરી કાઢ્યું છે

૨. હું ચા નથી પીતો. 🙂

17 thoughts on “ચા પ્રેમીની કવિતા

 1. ‘ચાપ્રેમીની કવિતા’નું ‘સાક્ષરીય’ વિવેચન: આ ગઝલ વાંચતા જ ચા પીવાની તલપ બેવડાઇ જાય છે. જો કે, કવિએ રદીફની જાળવણી યોગ્ય રીતે કરી હોત તો ઉપરોક્ત ગઝલ ગુજરાતીની શ્રેષ્ઠ ‘ચા-ગઝલ’માં સ્થાન પામત. ચાના બાટલા ચડાવવાનું ચિત્ર મૂકીને કવિએ આ તલપની ભીષણતા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે, જે તેઓ પોતાના શબ્દો થકી જ કરી શક્યા હોત. સમગ્રપણે જોઇએ તો કવિએ આગવી વિષયપસંદગી તેમજ વિભાવના દ્વારા ચા-સાહિત્યની સમૃદ્ધિમાં ઉમેરો કર્યો છે, તે માટે તેઓ અભિનંદનને પાત્ર છે. તા.ક.: આ વિવેચન લખ્યા પછી કોણ જાણે કેમ પણ ચાની ઇચ્છા મરી પરવારી, એ શબ્દનું સત હશે?

  1. આપના વિવેચનો ને આવતી વખતે ચોક્કસ ધ્યાનમાં રાખવામાં આવશે અને ત્રુટી-રહિત રચના બને એનો પ્રયાસ કરવામાં આવશે. આપના વિવેચનોથી અમે દર વખતે કૈંક શીખવાનો પ્રયત્ન કરીશું.

   – પ્રખર, ધુરંધર લેખક અને વિવેચક શ્રી ને હખળ-ડખળ કવિ સાક્ષરના પ્રણામ.

 2. મજા પડી ગયી સાક્ષરભાઈ… મેં પણ ચા પીતાં પીતાં જ વાંચી અને ચા પીવાની મજા બેવડાઈ ગયી… ખુબ જ સરસ… અમદાવાદની કીટલીઓ.. ખાસ કરીને અટીરાની કીટલી પર કોલેજના દિવસોમાં ચા પીવાની મજા જ કૈક ઓર હતી…. એ ગરીબીના દિવસોમાં કીટલીની ચા જ એક લક્સરી હતી અમારા માટે…

 3. ભાઇ સાક્ષર, આ તો એક વિવેચક વિવેચન કેવું લખે તેનું સેમ્પલ હતું,બાકી જલસો પડી ગયો. તું ગમે એવી ત્રુટિરહિત ગઝલ કે અન્ય સાહિત્યપ્રકાર લખે, એમાંથી ત્રુટિ કાઢવી એ જ વિવેચકનું કામ છે. એટલે જ એ લોકો વિવેચક છે, સર્જક નથી. (આ વિવેચકો સમાજના હર ક્ષેત્રમાં મોજૂદ હોય છે.) સો જસ્ટ ઇગ્નોર ધેમ. બાય ધ વે, અહીંના એક મેગેઝીન ‘મધ્યાંતર’ના દિવાળી અંકમાં ગુજરાતી બ્લોગ વિષેના એક લેખમાં આ બ્લોગનો ઉલ્લેખ છે, અને તેમાં તારી ઓળખ ‘કવિ સાક્ષર ઠક્કર’ તરીકે અપાઇ છે. ( તારી આ સિદ્ધિથી સભર ઇમ્પ્રેસ થયો હોય એવું લાગેલું.)

  1. બીરેન કાકા, આ તો વિવેચકો ના વિવેચનોનો કેવી રીતે હું જવાબ આપું એનું એક સેમ્પલ હતું… બાકી અમે મન-ફાવે તેમ જ લખીએ છે… ;)… અને ‘મધ્યાંતર’ મેગેઝીન વાળી વાત સાંભળીને આનંદ થયો અને સભર ઈમ્પ્રેસ થયો એ વાત સાંભળી ને વધારે આનંદ થયો. 🙂

 4. ભાઇ સાક્ષર, આ તો એક વિવેચક વિવેચન કેવું લખે તેનું સેમ્પલ હતું,બાકી જલસો પડી ગયો. તું ગમે એવી ત્રુટિરહિત ગઝલ કે અન્ય સાહિત્યપ્રકાર લખે, એમાંથી ત્રુટિ કાઢવી એ જ વિવેચકનું કામ છે. એટલે જ એ લોકો વિવેચક છે, સર્જક નથી. (આ વિવેચકો સમાજના હર ક્ષેત્રમાં મોજૂદ હોય છે.) સો જસ્ટ ઇગ્નોર ધેમ. બાય ધ વે, અહીંના એક મેગેઝીન ‘મધ્યાંતર’ના દિવાળી અંકમાં ગુજરાતી બ્લોગ વિષેના એક લેખમાં આ બ્લોગનો ઉલ્લેખ છે, અને તેમાં તારી ઓળખ ‘કવિ સાક્ષર ઠક્કર’ તરીકે અપાઇ છે. ( તારી આ સિદ્ધિથી સભર ઇમ્પ્રેસ થયો હોય એવું લાગેલું.)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s