જોઈએ છે એક કવિ

જોઈએ છે એક કવિ
જેની પાસે ખાદીની થેલી
ન હોય તો ચાલશે,
પણ ઝભ્ભો ખાદીનો હોવો જોઈએ!
હંમેશા આભની તરફ
એકધારી દ્રષ્ટિ એ તાક્યા
કરે એવો!
અને દાઢી પણ જોઈએ જ,
જેનાથી એ કવિ જેવો તો દેખાય જ
પણ જેને બતાવીને
અંગ્રેજી મીડિયમમાં ભણતા દીકરાને
કહી શકાય કે આને કવિ કહેવાય,
પ્રાણીઓમાં જેમ ડાયનોસોર છે ને
એમ માણસોમાં આ લોકો છે,
નામશેષ.
– સાક્ષર

(એષા દાદાવાળાની રચના: ‘જોઈએ છે’ ની અનુકરણ કવિતા, મૂળ રચનાની લીંક: http://tahuko.com/?p=7286)

તા.ક. – આ પોસ્ટ સાથે મુકવા માટે વર્ણન કર્યું છે એવા કવિનો ફોટો શોધતો હતો. અડધો કલાક શોધ્યો, પણ ન મળ્યો. ગુગલમાં તો આવો કવિ નામશેષ થઇ જ ગયો છે…

5 thoughts on “જોઈએ છે એક કવિ

 1. khub j sundar…..jo k esha ane tamari rachna bahu j alag che..ha chelli lines ma jo k thodu samya che..keep it up…

  પ્રાણીઓમાં જેમ ડાયનોસોર છે ને
  એમ માણસોમાં આ લોકો છે,
  નામશેષ.
  very nice lines…
  sneha_akshitarak

 2. કવિનો ફોટો ન જલ્દી ન મળે એવું બને પણ જો કવિ શોધવા હોય તો ગુજરાતી બ્લોગમાં તો તમને કવિઓના ઢગલે ઢગલા મળશે..

  એ તો થઈ મજાકની વાત બાકી, એષા દાદાવાળાની રચના પર મને આદર છે, એમની એક રચના મારા અંગત જીવનના એક કરૂણ બનાવને ઘણી સ્પર્શે છે અને એ મારા ટેબલ પર છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s