કેટરીનાનો કેફ

૧ ભાઈબંધ સાવ ખોટી ઉમ્મીદ લઇ ને બેઠો’તો
‘કેટરીના ને જ પૈણવું’ એવી જીદ લઇ ને બેઠો’તો. 

મેં કીધું, “ભાઈ, નખરા મેલ ને એની હાઈટ તો જો, 
હીરો લોકોમાં પણ એના માટે થાય છે ફાઈટ તો જો” 

એ કહે કે,’ બોસ મેં વિચારી લીધું એટલે ફેંસલો, 
ભલે ને સામે સલમાન, રણબીર ને આ પા હું એકલો’

મેં કહ્યું, “મગજ તો ઠેકાણે છે ને કે Are you Crazy?, 
એને બરાબર હિન્દી નથી આવડતું ને તને બરાબર અંગ્રેજી.”

એ કહે ‘લગન તો થવા દે પછી બધું જ સરસ લાગશે, 
અરીઠા લાગશે આસવ ને ચા-કોફી ચરસ લાગશે. *

ને પછી તો દરેક પિક્ચરમાં હું અને તારા ભાભી, 
ક્યારેક શુટિંગ માટે ન્યુયોર્ક તો ક્યારેક અબુધાબી. 

હું બની જઈશ મોટો સુપરસ્ટાર અને પછી 
સલમાન, રણબીર ને બતાડીશ એમની ઔકાદ.’
“જલ્દી તૈયાર થા” રસોડે થી એની મમ્મી એ કહ્યું,
“છોકરી જોવા જવાનું છે ને આજે…બોટાદ” 

– સાક્ષર

* Source: 
તમે જો હોવ તો વાતાવરણ કેવું સરસ લાગે,
અરીઠા લાગે છે આસવ ને ચા-કોફી ચરસ લાગે.
– મુકુલ ચોકસી

તા.ક. –

“જો તું કેટરીનાને પરણીને લાવીશ, તો હું અહિયાં નહિ રહું”  એક કેટરીના પ્રેમી મિત્ર સાથે ઝગડતો એનો રૂમમેટ. (સાચો બનાવ)

26 thoughts on “કેટરીનાનો કેફ

 1. વાહ સાક્ષર તેં તો ભાઈ મારી દીધી સિક્સર..

  સલમાન ને રણબીરને થવા લાગી હવે ફિકર.

  દોસ્તનું તો ગોઠવાતા ગોઠવાય જશે એ નક્કી
  કે પછી એ તો કેટરિનાને પણવા થયો છે જક્કી.

  મજા આવી અને કેટરીનાનો ફોટ જોઈને પણ કેફ થઈ જાય એવો ફોટો ખોળી લાવ્યો તું તો… કરો કંકુના.

 2. 😀 😀

  maja padi dost … taro rang jhaamto jaay chhe … !! 🙂

  એ કહે કે,’ બોસ મેં વિચારી લીધું એટલે ફેંસલો,
  ભલે ને સામે સલમાન, રણબીર ને આ પા હું એકલો’

  મેં કહ્યું, “મગજ તો ઠેકાણે છે ને કે Are you Crazy?,
  એને બરાબર હિન્દી નથી આવડતું ને તને બરાબર અંગ્રેજી.”

  એ કહે ‘લગન તો થવા દે પછી બધું જ સરસ લાગશે,
  અરીઠા લાગશે આસવ ને ચા-કોફી ચરસ લાગશે.

  mast dost ..

 3. મેં કહ્યું, “મગજ તો ઠેકાણે છે ને કે Are you Crazy?,
  એને બરાબર હિન્દી નથી આવડતું ને તને બરાબર અંગ્રેજી.”
  .
  .
  .
  – “સુંદરમ”.. અરે ના ના એમ નથી કહેતો કે આ સુંદરમની રચના (કે કેટરીના) છે.. આઇ મીન સરસએમ જ. 😉

 4. khub j saras rachna….hashya upjavavu bahu aghru che…tame to hashy na dariya relavi didha saxar…bahu maja aavi..મેં કહ્યું, “મગજ તો ઠેકાણે છે ને કે Are you Crazy?,
  એને બરાબર હિન્દી નથી આવડતું ને તને બરાબર અંગ્રેજી.”

  એ કહે ‘લગન તો થવા દે પછી બધું જ સરસ લાગશે,
  અરીઠા લાગશે આસવ ને ચા-કોફી ચરસ લાગશે. *
  bahuj maja aavi aa lines ma…

 5. ભાઇ સાક્ષર, તમારો ભાઇબંધ તો જોરદાર છે!! કૈટરીના કૈફની સાથે જ લગ્ન!!
  સલમાન, ફલમાન.. જે થવાનું હોય તે થાય.

  મને લાગે છે કે તેનો આદર્શ છેઃ નિશાન ચૂક માફ, નહીં માફ નીચુ નિશાન !!!

  અરે ભાઇ સાક્ષર !! ધીરજ રાખોને.
  તમારી હાસ્ય કવિતા વિષે પણ હું કહેવાનો જ છુ.

  ઉપરની ૧૮ કોમેન્‍ટમાં જેટલી તમારી કવિતા વિષે કોમેન્‍ટ છે લગભગ તેટલી જ કોમેન્‍ટ કેટરીના વિષે છે.

  કેમ આમ?

  મને લાગે છે કે એ બધા એવું સમજે છે કે તમારી પોએટ્રી ઘણી સારી છે. પણ !! પોએટ્રીની પ્રેરણા અનેક ગણી વધુ સારી છે.

  એક સલાહ આપુ?

  આથી પણ વધુ સારી (બોસ, એક દમ જક્કાસ !!) કવિતા લખી નાંખો. પછી જુઓ.

  પણ તો ય મને વિશ્વાસ છે કે,….

  આ દુનિયા અહીં તો માર ખાઇ ગઇ છે !!!

  1. શું કરીએ પ્રભુ… આવું વિચારીને કવિતા લખવા નું બંધ તો ન કરાય ને??

   એટલે ગીતા એ કહ્યું એમ કરીએ છે (પેલી ચોપડી બોસ, બીજું કોઈ નહિ)…

   કર્મ કર્યા કરીએ છે ફળની આશા વગર. 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s