પાનું – The Page

નાનો હતો ત્યારે હોડી થયું’તું, એક પાનું.
વરસાદી પાણી માં તરી રહ્યું’તું, એક પાનું.

ડસ્ટર બનીને ક્યારેક બોર્ડને ભૂસ્યું,
તો ડૂચો બની ક્રિકેટ રમ્યું’તું, એક પાનું.

ક્લાસમાં શિક્ષકની ગેરહાજરી જોઈ,
વિમાન બનીને’ય ભમ્યું’તું, એક પાનું.

અચાનક શિક્ષક આવ્યા ને પછી,
ફરિયાદ બની ઘરે ગયું’તું, એક પાનું.

ઘણીએ ઝડપથી લખવા છતાં પણ;
પરીક્ષા લખવામાં છૂટ્યું’તું, એક પાનું.

મારી શાળામાં વિધાર્થીઓ વચ્ચે;
રીઝલ્ટ બનીને લટક્યું’તું, એક પાનું.

એપ્લીકેશન પાનું, અપ્રુવલ પાનું;
કોલેજની માર્કશીટ થઇ ફર્યું’તું, એક પાનું.

પ્રેમપત્ર પાનું, કંકોત્રી પાનું,
કાળોતરી બની ને રડ્યુ’તું, એક પાનું.

જે આખી જીંદગી બનાવી દે કોઈની,
એક છોડના મૃત્યુથી બન્યું’તું, દરેક પાનું.

– સાક્ષર


તા.ક. –  SAVE TREES. GO PAPERLESS. GO GREEN.

24 thoughts on “પાનું – The Page

 1. i agree with Manishbhai… 🙂

  the lines which i liked the most are,

  અચાનક શિક્ષક આવ્યા ને પછી,
  ફરિયાદ બની ઘરે ગયું’તું, એક પાનું.

  ઘણીએ ઝડપથી લખવા છતાં પણ;
  પરીક્ષા લખવામાં છૂટ્યું’તું, એક પાનું.

  જે આખી જીંદગી બનાવી દે કોઈની,
  એક છોડના મૃત્યુથી બન્યું’તું, દરેક પાનું.

  the last verse reminds me of one urdu sher.

  chand masoom se patton ka lahoo hai “Faakir”,
  jisko mehboob ke haathon ki heena kehte hai…
  – Sudarshan “Faakir”

  really gud poem …

 2. બૉસ! તમારી રચનાઓ અને તમારો બ્લોગ ક્રીયેટીવીટીથી છલકાય છે!
  ૧૦૦% જેન્યુઇન માલ અહીંયા જ જોવા મળે છે…
  તમારી રચનાઓનું વાવાઝોડું ફુંકાતુ રાખજો.

 3. વહાલા ભત્રીજા સાક્ષર,
  તારી આ ગઝલ વાંચ્યા પછી થયું કે તારી સાથેનું જે અસલ સગપણ છે, તે જરા વેળાસર રીફ્રેશ કરી લઉં,જેથી ભવિષ્યમાં કહી શકાય કે -“એં ! સાક્ષર? એ તો ‘આપડો’ ભત્રીજો થાય. ” ( નોંધ- ઘણા લોકો પોતાના દીકરાને પણ ‘આ આપડો દીકરો’ કહીને ઓળખાવે છે. સહકારી ભાવના, યુ સી!)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s