વાર્તામાં વળાંક: Punch-તંત્ર

એક કાગડો – પુરી નો ટુકડો લઇ ઝાડ પર બેસવુ – નિચે થી શિયાળ નુ પસાર થવુ – શિયાળ દ્રારા કાગડા ના સુરીલા કઁઠ ના ખોટા વખાણ કરવા – કાગડા ના મોઢામાથી પુરી પડિ જવિ – શિયાળ નુ પુરી ખાઇ જવુ

(વાર્તામાં કંઈ નવું ન હોવાથી ટૂંક માં પતાવ્યું છે, બાકી કાગડાની ચાંચ વિષેનું વર્ણન ૨ પાનાનું કરી શકનાર લોકો પણ આ જ પૃથ્વી પર છે)

એક વખત એક શિયાળને બહુ ભૂખ લાગી હતી. ક્યાંક કશું મળે, એની તલાશમાં એ બધી તરફ નજર નાખતું નાખતું જંગલ માં ભટકતું હતું. એક વેલ પર એણે દ્રાક્ષ લટકતી જોઈ, ત્યાં જઈને કુદી ને એ દ્રાક્ષ લેવા નો પ્રયત્ન કર્યો, પણ નિરર્થક રહ્યો. ફરી થી કુદ્યો, ફરી કંઈ હાથમાં(મોઢામાં) ન આવ્યું. બહુ પ્રયત્નો બાદ એ આગળ ચાલતું થયું. હજુ સુધી શિયાળ આજુ બાજુ નજરતો નાખતું જ હતું. થોડા કદમ ચાલ્યા બાદ, એક ઝાડ ઉપર એક કાગડો મોઢામાં પૂરી લઇ ને બેઠો હતો, અને શિયાળ ને અચાનક એક વિચાર આવ્યો. એણે કાગડાની ગાયકી ના ખોટા વખાણ કરવા નું ચાલુ કર્યું અને આ સાંભળીને કાગડો ફુલાઈ ગયો અને ગીત ગાવા માંડ્યો અને તેને કારણે તેની ચાંચમાં થી પૂરી નીચે પડી. શિયાળ એ પૂરી ને ખાઈ ગયો.

બોધ – Recession નાં જંગલમાં Opportunity ની વેલ પર Job (દ્રાક્ષ)નું ઝુમખું ભલે થોડું ઊંચું લટકતું હોય અને બહુ કુદકા મારો અને હાથ માં નહિ આવે એવું લાગતું હોય, થોડા કદમ આગળ પેલી દ્રાક્ષ કરતા દસ ગણી ઊંચાઈવાળા ઝાડની ટોચ પર એક Employer (કાગડો) હમેશા તમારા માટે Job (પૂરી) લઇ ને બેઠો જ હોય છે બસ તમારા માં આવડત હોવી જોઈએ એ કઢાવવાની.

તા.ક. – “વાર્તાઓ મહત્વની નથી હોતી, એમાંથી લેવાતો બોધ મહત્વનો હોય છે. “

12 thoughts on “વાર્તામાં વળાંક: Punch-તંત્ર

  1. તમારી વાર્તા નું વર્ઝન:
   ……એક કાગડો મોઢામાં પૂરી લઇ ને બેઠો હતો, શિયાળે વિચાર્યું આને કેવી રીતે લેવી. એટલે શિયાળ ગયું બીજા એક શિયાળ પાસે, એ શિયાળ એ કીધું કે હું તને પૂરી તો અપાવી દઉ પણ તારે મને તારી પૂરી માંથી ૨૫% પૂરી આપી દેવી પડે. આ શરત સાથે બીજું શિયાળ આવ્યું અને એણે કાગડાનાં વખાણ કાર્ય અને પૂરી નીચે પડી… તો એમાંથી થોડી પૂરી બીજું શિયાળ લઇ ગયું અને વધેલી પૂરી પહેલા શિયાળ એ ખાધી. 🙂

   1. aavu rakhiye

    kagda(end client) pase puri chhe ane niche 2-3 fox(consultant) ghumi rahya chhe pan emne vakhan karta nathi aavadtu to e loko ek bakro (employee on h1) sodhi lave chhe ane kagda na vakhan karavdave chhe..puri padya pachhi moto tukdo trane fox rakhe chhe ane nano tukdo bakra ne aape chhe…this is special version of punch tantra (good use of punch) for H1 guys in usa.

 1. આ પ્રપંચ કથા કહેવાય. જેમકે શીયાળે ઠગાઈ કરી પુરી લઈ લીધી. રામાયણ અને મહાભારતમાં આવા પ્રપંચ ઠેર ઠેર દેખાય છે અને લોકો એનું આજ દીવસ સુધી અનુસરણ કરે છે. ભૃષ્ટાચાર આ પ્રપંચ કથાઓનો ભાગ છે.

 2. મિત્ર સાક્ષર,
  ખૂબ જ મજાની અને આજના સમયને અનુરૂપ વાત કહી. વર્તમાન પ્રવાહને તમે નવા પ્રયોગ દ્વારા વાર્તામાં જે રીતે ઝીલી બતાવો છો એ દાદને પાત્ર છે. આવી વાર્તાઓ મારફતે યુવાન મિત્રોની ચહલપહલનો અમને પણ લાભ મળે છે.
  ખુશ રહો અને અન્યને ખુશ કરો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s