‘અધીર અમદાવાદી’ એ એમનો સ્ટેટસ મેસેજ કંઇક આવો રાખ્યો હતો:
હા, ખલીલ એવું ક્શું કરીએ સૌ ચોંકી ઉઠે,
થઇ શકે તો ચાલ પરપોટામાં ગોબો પાડીએ.
તો એના પ્રત્યુત્તરમાં મેં કંઇક આવું લખ્યું:
અમને પણ આમ એક દિવસ સૌ ને ચોંકાવવાનાં અભરખા થયા’તા,
પૂછશો મા એ દિવસે કેવા ડખા થયા’તા,
હથોડી લઇને નીકળ્યા તો હતા પરપોટામાં ગોબો પાડવા;
છટકી ને પડી હથોડી પગ પર, ને લોહીલુહાણ પગરખા થયા હતા.
– સાક્ષર
તા.ક. – હું નાનો હતો ત્યારે ટ્યુશનના સર મને કહેતા હતા કે, ‘ તને સામું બોલતા સારું આવડે છે નહિ?’
તા.ક. – હું નાનો હતો ત્યારે ટ્યુશનના સર મને કહેતા હતા કે, ‘ તને સામું બોલતા સારું આવડે છે નહિ?’ => તો પછી તમે સામું શું કહેતા? ! 😉
હા… 😀
Kya baat hai!
😀 .. mast
હથોડિ થી ભર્યો લોહી નો ખોબો
લોકો કહે મને ડૉબો કેમ પાડ્વા ગયો તો પરપોટા માઁ ગોબો
બસ પતી ગઇ કવિતા હવે અહિ થોભો
હથોડી લાગે છે તેવું નિર્દોષ પ્રાણી નથી.
Sakshar, tamne samu bolta saru avde che ane bahu saru pan…lage raho.Enjoyed it very much
લો ત્યારે આપણા તરફથી ગરબો…
પરપોટે… ગોબો પાડવાને ગ્યાતા
ઓયમારે હથોડી છટકી
હથોડી છટકી ને પગ પર પટકી
પગ પર પટકીને કાંઈ લોહીને અડકી
પરપોટે.. પરપોટે.. પરપોટે.. ગોબો પાડવાને ગ્યાતા
સરસ
વાહ બોસ્સ વાહ!!! મજા પડી ગઇ……
vaah mast chhe…..
good ..!! maaja avi.. babu
kya baat kya baat kya baat (from: dance india dance)