મારો થોડો સામાન તારા ઘરે પડ્યો છે

મારો થોડો સામાન તારા ઘરે પડ્યો છે,

સિંકની નીચે પલળેલું પોતું પડ્યું છે.
અને ટેબલ ઉપર એક સંચા માં નટરાજની પેન્સિલ પડી છે
OK ચાલ સંચો રેહવા દે, બાકી નો સામાન પાછો આપ.
મારો થોડો સામાન તારા ઘરે પડ્યો છે.

ફ્રીજ છે ને પેલું…
ફ્રીજ માં નીચે ના ખાના માં ૨ દિવસ પેહલાનો ભાત,
એ ભાતમાં મારું ભાતીયું પડ્યું હશે,
એ ભાત ફેંકી દેજે, બાકીનો સામાન પાછો આપ.
મારો થોડો સામાન તારા ઘરે પડ્યો છે.

એક જ હતી છત્રી(એ પણ મારી) એમાં અડધા અડધા પલળ્યા કરતા’તા,
છત્રી તો હું લઇ આવ્યો છું; પણ ભીની ટીશર્ટ મારી,
બેડરૂમ ના બારણે સુકવી છે;
એ મોકલાવી દે, બાકી નો સામાન પાછો આપ.
મારો થોડો સામાન તારા ઘરે પડ્યો છે.

૧૧૬ સેન્ટ નું લોન્ડ્રી માટેનું ચિલ્લર, મારા એક પગનું મોજું,
બાથરૂમ માં પડેલો સાબુ અને ધાણાદાળનાં પેકેટ થોડા;
કશુંય રેહવું ના જોઈએ; બધું જ મોકલાવી દે;
મારો સામાન પાછો આપ.
મારો થોડો સામાન તારા ઘરે પડ્યો છે.

– Sakshar

( ‘ ” મેરા કુછ સામાન” – ગુલઝારદાદા ‘ પરથી પ્રેરિત, Lyrics ની લીંક – http://www.bollyfm.net/bollyfm/mid/342/tid/1936/lyricsinfo.html )

પૂર્વભૂમિકા – ૩૧મી ઓગસ્ટે અમારી લીઝ પૂરી થાય છે અને ઘર બદલવા નું છે. અત્યારે બધા સમાન નું પેકિંગ ને એવું બધું ચાલે છે. ધીરે ધીરે સામાન ખસેડવા નું પણ ચાલશે. અત્યારે જે બધા રૂમમેટ છે બધા ને સાથે ઘર નથી મળ્યું. તો એવી પણ શક્યતા છે કે હું ૨૫મી ની આસપાસ બીજે જતો રહું અને બાકી ના રૂમમેટ ૩૧મિ સુધી અહી જ હોય. અને મારો થોડો સમાન રહી ગયો હોય તો હું કંઇક આવી રીતે કહુ. અને અમે બિચારા ગરીબ Student, એટલે ગુલઝાર દાદા એ લખ્યું છે એમ મહેંદી ની ખુશ્બુ, ચાંદ ની રાતો, શિકવા, વાદા એવું બધું તો માગવાનું હોય નહિ, પેન્સિલ, ભાતીયું, મોજા, ટીશર્ટ એવું બધું હોય.

તા.ક. – મુકેલો ફોટો અમારા ઘર નો નથી, અમારા ઘરની હાલત અત્યારે ફોટો લેવા જેવી નથી.

Advertisements

15 thoughts on “મારો થોડો સામાન તારા ઘરે પડ્યો છે

 1. ” એક જ હતી છત્રી(એ પણ મારી) [lol!] એમાં અડધા અડધા પલળ્યા કરતા’તા,
  છત્રી તો હું લઇ આવ્યો છું; પણ ભીની ટીશર્ટ મારી,
  બેડરૂમ ના બારણે સુકવી છે;
  એ મોકલાવી દે, બાકી નો સામાન પાછો આપ.
  મારો થોડો સામાન તારા ઘરે પડ્યો છે

  વાહ વાહ…!!!

  મસ્ત છે ભાઇ…..!

 2. Wow..you have done a nice job, in a way- better than Gulzarji (with due respect too) to make people happy. Kudos

 3. Hu to e j kahish ke,

  Tirath chhodya pachhi,
  je badhi masti tu tari sathe lai gayo,
  jena par prem thi gusso kari shakay e vyakti lai gayo,
  e badhi moklavi deje,baki no saman pachho aap,
  maro thodo saman tara ghare padyo chhe!!

  miss u babu!!

 4. વાહ દોસ્ત વાહ!!! ખુબજ સરસ. ઘણી મજા આવી. આમતો મને ‘મેરા કુછ સામાન લૌટાદો’ વાળું ગીત ખુબજ ગમે છે. પરુતું તમારી આ રચના પણ ખુબ ગમી. મિત્રોથી છુટા પડવાનું દુઃખ સુક્ષમ રીતે રજુ થયું છે. પરંતુ સામાનની છ્ટ્ટ્ણી અને પેકિંગની મગજમારીમાં તે દબાઈ જાય છે. સમગ્ર વાત ને જે મસ્તીભર્યા અંદાઝ્માં રજુ કરી છે તે ખરેખર પ્રશંશનીય છે.

  ઉત્કર્ષ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s