સ્વાઈન ફ્લુ કવિતા

Manoj Kumar in Purab Aur Paschim
Manoj Kumar in "Purab Aur Paschim"

**રિસેશન સ્પેશિયલ પંક્તિ**

હે પ્રભુ; તમારે સાંભળવા માં થોડી ભૂલ થઇ લાગે છે;
H1N1 આપી દીધો; પણ લોકો તો એચ-૧(વિઝા) માગે છે.

**જન્માષ્ટમી સ્પેશ્યલ પંક્તિ**

તમે નાનપણથી જ આવી રીતે confuse કરો છો;
‘મેં નહિ માખન ખાયો’ જેવા વાક્યો use કરો છો.

ભૂકંપ, પુર, પ્રદુષણ ને રમખાણ વિનાનાં જગમાં જ અવતાર લેતા ફાવ્યું છે;

કોઈ દિવસ માણસ બની ને સ્વાઇન ફ્લુથી બચવા માસ્ક લગાવ્યું છે?

ઉપરથી બસ એક નજર મારી ને વિચારતા હશો કે, “બધું છો થાય” .
આવા બધામાં માણસ બનો તો ખબર પડે, કેટલા વીસે સો થાય!!

આ તો તમે સાંભળો છો એટલે થયું તમારા ધ્યાનમાં લાવું;
ચાલો હવે દોષારોપણ મૂકુ ને કામની વાત પર આવું.

શાળા નોકરી બધું બંધ છે અને આટલા બધા લોકો બીમાર;
આ સવાઇન ફ્લુથી હવે તમે જ બચાવી શકશો, વરાહાવતાર.

– સાક્ષર

વરાહાવતાર – વિષ્ણુ ભગવાનનો એક અવતાર

આપણને કોઇપણ મુસીબત હોય શરુઆતમાં ભગવાનને દોષી ગણીએ છે( જાણે એ આવી ને સ્વાઇન ફ્લુ વાળા ઇંજેક્શન મારી ગયા હોય). પછી એમની સાથે લડીએ છે, ઝગડીએ છે અને પાછા છેલ્લે દુ:ખો દુર કરવા માટે એમને જ પ્રાર્થના કરીએ છે.

તા. ક. –

આ સ્વાઈન ફ્લુ ની કવિતા માં મનોજ કુમાર નો ફોટો કેમ? આ રહ્યું કારણ:

આ કોઈ નવો રોગ નથી; વર્ષો પેહલા પણ એણે ધામો નાખ્યો તો;
હવે ખ્યાલ આવ્યો? મનોજ કુમારે મોઢા પર હાથ કેમ રાખ્યો તો?

(જાહેરાત – અમે તહેવારાનુસાર પંક્તિઓ રાખીએ છે…. રિસેશનમાં તાજ્જી રિસેશન સ્પેશિયલ પંક્તિઓ આપવામાં આવશે. તેજ પ્રમાણે જન્માષ્ટમી, દિવાળી, ઉત્તરાયણ સ્પેશિયલ પંક્તિઓ પણ જે તે તહેવારાનુસાર તાજ્જી ઉપલબ્ધ થશે. આ જાહેરાત સાથે લઇ આવનારને વાજબી ભાવ કરી આપવામાં આવશે.  😉 )

Advertisements

19 thoughts on “સ્વાઈન ફ્લુ કવિતા

 1. એક વિદ્યાર્થી તરીકે બાર સાયન્સ માં
  બોર્ડની પરીક્ષા પાસ કરી બતાવ
  કદાચ પાસ થઇ જાય તો પછી
  સેલ્ફ ફાયનાન્સ કોલેજેની ફી ભરીને બતાવ
  ચાલો માન્યું કે તું નોકરીએ પણ લાગી ગયો
  પરણીને પછી ઘરસંસાર તું માંડી ગયો
  તારા બાળકો નું કે.જી માં એડમીશન તો લઇ બતાવ
  જોઇશું હવે એક જ બાટલામાં ચુલો કેમ સળગે ?
  તું ટાઇમસર ગેસનો બાટ્લો તો નોંધી બતાવ
  રોજ ઉઠીને થશે પાછો ઘરવાળીનો કકળાટ
  એની સાથે જીંદગી આખી તું કાઢી તો બતાવ.

  “અશ્વિન ચૌધરી” 12/5/2011

 2. એ ઇશ્વર,
  તું તો મંદિરમાં બેઠો બેઠો પૂજાય ને
  માથે લહેરાતી મોટી મોટી ધજા ય
  કામ ધંધો કોઇ કરવાનો નહીં ને
  પાછો છપ્પન ભોગ ધરાય
  આ મોંઘવારીમાં
  એક સામાન્ય માનવી તરીકે થોડું જીવી બતાવ
  તો ખબર તને પણ પડે કે કેટલા વીસે સો થાય.

  “અશ્વિન ચૌધરી” 12/5/2011

 3. એક વિદ્યાર્થી તરીકે બાર સાયન્સ માં
  બોર્ડની પરીક્ષા પાસ કરી તો બતાવ
  કદાચ પાસ થઇ જાય પછી
  સેલ્ફ ફાયનાન્સ કોલેજેની ફી ભરી તો બતાવ
  ચાલો માન્યું કે તું નોકરીએ પણ લાગી ગયો
  પરણીને પછી ઘરસંસાર તું માંડી ગયો
  તારા બાળકો નું
  કે.જી માં એડમીશન લઇને તો બતાવ
  જોઇશું હવે એક જ બાટલામાં ચુલો કેમ સળગે ?
  તું ટાઇમસર ગેસનો બાટ્લો નોંધી તો બતાવ
  રોજ ઉઠીને થશે પાછો ઘરવાળીનો કકળાટ
  એની સાથે જીંદગી આખી તું કાઢી તો બતાવ.

  “અશ્વિન ચૌધરી” 12/5/2011

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s