ગામની પંચાત

આજકાલ પ્લેજરિઝમની પાછળ બહુ બધા લોકો પડી ગયા છે અને આ પોસ્ટ પછી એ લોકોમાં મારો પણ સમાવેશ થઇ જશે.

પાછળ પડેલા બધા લોકોની મૂળભૂત ફરિયાદ એ હોય છે કે “ભાઈ/બહેન(ભેદભાવ રાખવા નથી માંગતો ખાલી ભાઈ કહી ને 😉 ), તમે ક્યાંક થી ઉઠાવ્યું કેમ?”
અને ચાલો ઉઠાવ્યું તો ઉઠાવ્યું… “પણ મૂળ રચયિતા નું નામ કેમ ન લખ્યું? “.

આ લાગણી ‘દોષી’ (શ કે ષ? જો ખોટું હોય તો એના માટે કોઈ કોમેન્ટ આપી ને ખખડાવજો) સુધી પહોચાડવા લોકો કોમેન્ટ નો ઉપયોગ કરતા હોય છે અને જેના માટે કોમેન્ટ કરવામાં આવી હોય છે એ લોકો અમુક કોમેન્ટ ને ઉડાવી દે છે નહિ તો અમુક કોમેન્ટમાં ફેરફાર કરીને મુકે છે. [૧] બધો કારોબાર પોતાના જ હાથમાં જ રાખે છે ને આપણ ને બારોબાર રાખે છે.

“હાથમાં કારોબાર રાખ્યો તેં;
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.” [૨]

પછી ઈમેલથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ, અને કહીએ કે “ભાઈ/બહેન , તમે પૂછ્યું ખરું જેની આ રચના છે એને? ”

તો એ લોકો પાછા આપણને સમજાવે કે:
” દરિયાનાં મોજા કંઈ રેતી ને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ? ”  [૩]

પછી પાછા છેલ્લે માની જાય કે હા ભાઈ ભૂલ થઇ ગઈ પણ એમાં થયું તું એવું કે,
” મસ્ત બેખયાલી માં લાગણી આલાપીને, લો અમે તો આ ચાલ્યા”

રેફરન્સ:
[૧] કાર્તિક મિસ્ત્રીની પોસ્ટ
[૨] મનોજ ખંડેરિયા
[૩] તુષાર શુક્લ
[૪] તુષાર શુક્લ

તા.ક. –  અમે ઉઠાંતરી કરીને,  રેફરન્સ આપીને છટકી જઈએ છે.  😉

6 thoughts on “ગામની પંચાત

 1. અમે પણ એક થોડા ફેરફાર સાથે એક શે’ર ઠપકારીયે જે (ગાદી)તકિયા કલામ તરીકે અનેક વાર (દુર) ઉપયોગ કરી ચૂક્યા છીએ ….

  રચિયાતની ખબર નથી અને શબ્દો પુરા યાદ નથી એટલે ભૂલ ચુક માફ કરજો અને થાય એ કરી લેજો =>
  (મૂળ રચના)
  કિધા કબૂલ તોયે સજા કરી ન શક્યા
  કેટલી નિર્દોષતા હશે મારા ગુન્હા મહીં!

  (કંદ મૂળ રચના)
  હવે એના પરથી આમ લખી શકીયે કે …

  કબૂલ કરીયે કે ન કરીયે સજા કરી નહી શકો.
  કેટલી જાડી ચામડીછે મારા બદન મહી !

 2. આપણે કોમેન્ટ માં આપેલી ટીકા પર પણ સેન્સરની જેમ બ્લોગર કાતર મૂકીને કચાકચ ન ગમતો ભાગ કાપીને તેની પ્રસંશા વાળો ભાગ રાખીને પ્રગટ કરે છે..આ લખનારને અનુભવ થઈ ગયો !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s