હજારો ખ્વાહિશો એવી… (શાળામાં એડમિશન પર કવિતા)

હજારો ખ્વાહિશો એવી કે દરેક ખ્વાહિશ પર દમ નીકળે;
સ્કુલમાં એડમિશન મળી જાય એવા આ નેનકાના કરમ નીકળે.

500 રુપિયાનુ એડ્મિશન ફોર્મ હતુ ત્યાં સુધી ઠીક હતુ,
એની સાથે આ બીજા 1000 રુપિયાના Hidden Charges ચ્યમ નીકળે?
હજારો ખ્વાહિશો એવી…

બાટલીમાં ઉતારવાની કળા તો કોઇ આ સ્કુલ વાળા પાસે શીખે,
વાતો સાચી છે એમ મનાવવા, દરેક વાતે, ‘મા કસમ’ નીકળે.
હજારો ખ્વાહિશો એવી…

છોકરો એની રીતે સારુ ઇંટર્વ્યુ આપી દે, અને બાપા
ઇંટર્વ્યુમાં Fail થાય ત્યારે, વર્ષોનો બધો અહમ નીકળે.
હજારો ખ્વાહિશો એવી…

છાશ સમજીને ફુંક મારવાનો વિચાર ટાળ્યો હોય,
ને પહેલો ઘુંટડો ભરો ને એ ગરમ નીકળે.
હજારો ખ્વાહિશો એવી…

(મિર્ઝા ગાલિબની “હઝારો ખ્વાહિશે ઐસી” પરથી પ્રેરિત)

છેલ્લી પંક્તિ –
“દુધ નો દાઝ્યો છાશને ફુંક મારીને પીવે” પણ ડાયરેક્ટ છાશથી દાઝે એનુ શું?
છેલ્લી પંક્તિમાં કોઇ સ્કુલને સારી સમજી બાબાનુ એડમિશન લઇ લીધુ હોય અને પછી સારી ના
નીકળે એ દર્શાવવા કવિ એ ગરમ છાશ ની ઉપમાનો ઉપયોગ કર્યો છે.
(ગરમ છાશની ઉપમા?? કોઇ વાનગીનુ નામ લાગે છે નહિ?? )

Advertisements

11 thoughts on “હજારો ખ્વાહિશો એવી… (શાળામાં એડમિશન પર કવિતા)

  1. હમમ. મારે પણ કવિનને “પ્લેગ્રુપ”માં મૂકવાનો છે. અત્યારથી ડરું છું…

  2. heard from biren about your sense of humor but never had first hand experience. so here it is. I loved many things v.much. your subtility and sharpness at times is very hillarious. i.e. Manmohansinng (naam badlel chhe!). The’kahani mein twist’ section is also good. Liked much of the content v.much.

  3. વેરી નાઈસ યાર !
    એકવાર એક પ્રિન્સિપલે એક પ્રવેશ માટે આવેલ છોકરીને કહ્યું, “સોરી, બેટા!, હવે એક પણ સીટ ખાલી નથી ?!”

    છોકરીએ ફટાક જવાબ આપ્યો, “સર, તમે સીટ ની ચિંતા કરશો નહીં, એ હું મારા પપ્પા પાસે બનાવડાવી દઈશ, કેમકે મારા ડેડી ફર્નિચર બનાવીને વેચવાનો ધંધો કરે છે !!”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s