વાર્તામાં વળાંક : એક તરસ્યો કાગડો (2 Versions)

એક તરસ્યો કાગડો ——પાણી ની શોધમા ઊડતો હતો—– રસ્તા મા કુજો જોયો—–કુજો અડધો જ ભરેલો હતો —- કાગડા નો વીચાર—-બાજુ મા પડેલા પથ્થર લઈ ને કુજા માં નાખ્યા—–પાણી નુ ઊપર આવવુ —– કાગડો પાણી પી ને ઊડી ગયો

VERSION 1

એક કાગડો હતો એને ખુબ તરસ લાગી હતી પાણી ની શોધ મા તે ઊડતો હતો રસ્તા મા કુજો જોયો કુજો અડધો જ ભરેલો હતો બાજુ મા પથથર નો ઢ્ગલો હતો કાગડા ને વીચાર આવ્યો કે આ પથ્થર કુજા મા નાખીશ તો પાણી ઉપર આવશે પણ કાગડો અમદાવાદી હતો એ પથ્થર ના ઢ્ગ પર બેસી ગયો અને બુમો પાડવા લાગ્યો કે જાદૂઈ પથ્થ્રર ૫૦ રુપીયે કીલો પથ્થ્રર ખરીદો આ કુજા મા નાખો તમારૂ ભાગ્ય બદલાઈ જશે ત્યાથી પસાર થતા લોકોને એણે પથ્થર વેચ્યા કાગડા એ ૧૦૦૦ રુપીયા નો ધંધો કરી લીધો અને પાિણ ઉપર આવી ગયુ કાગડો ૧૦૦૦ રુપીયા પણ ઘરે લઈ ગયો અને જતા જ્તા કુજા માથી પાણી પણ પીતો ગયો…..

બોધ : ધંધા ના ટાઈમે તરસ ભૂખ બધુ ભૂલી જવુ પડે તો જ ધંધો થાય

– લઘર વઘર અમદાવાદી (ભિષ્મક પંડિત)

VERSION 2

(નોંધ – નીચેની કથા કેટલાક અરુચિકર હિંસક દ્રશ્યોનું વર્ણન ધરાવે છે)

એક કાગડાની ગેંગ હતી, ઇગલ ગેંગ…(હતા કાગડા પણ નામ મેં ક્યા રખ્ખા હૈ)… એક વખત એ લોકો ને એક એરિયા બાબતે બિચ્છુ ગેંગ(આ પણ કાગડાની ગેંગ) સાથે લડાઇ થઇ ગઇ.. બહુ જ ભીષણ યુધ્ધ અને ખુનખરાબા બાદ ઇગલ ગેંગની જીત થઇ… પણ બધા કાગડાઓ ને બહુ જ તરસ લાગી હતી… તો બધા અલગ અલગ દિશામાં ગયા પાણીની શોધમાં..એક કાગડાને કુંજો દેખાયો…પણ એની ચાંચ પાણી સુધી પહોંચે એમ નહોતી..એટલે એણે વિચાર કર્યો અને પથ્થર ના ઢ્ગ પર બેસી ગયો અને બુમો પાડવા લાગ્યો કે જાદૂઈ પથ્થ્રર ૫૦ રુપીયે કીલો પથ્થ્રર ખરીદો આ કુજા મા નાખો તમારૂ ભાગ્ય બદલાઈ જશે… તો લોકો આવીને એને પથ્થરથી મારવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હમણા જ એક અમદાવાદી કાગડો આવીને અમને ઉલ્લુ બનાવી ગયો છે અમે કાંઇ ફરીથી ઉલ્લુ નહિ બની એ… એટલે એમ કરીને કાગડાને ભગાડી દિધો… બીજી બાજુ બીજા એક કાગડાને એક કુંજો મળ્યો એણે આજુબાજુ માંથી પથ્થર ભેગા કરી ને પાણી માં નાંખ્યા અને પાણીની સપાટિ તો ઉપર આવી પણ પથ્થર થોડા ઓછા પડ્યા એટલે એનો પણ મેળ ના પડ્યો.. આમ બધા ઇગલ ગેંગ ના કાગડાઓને કોઇ મેળ ના પડતા…પોતાના અડ્ડા પર ભેગા થયા અને વિચાર્યુ કે હવે તો સાથે જ શોધ આદરવી પડશે અને આખિ ગેંગ સાથે નીકળી પાણી ની શોધમાં…પાણી તો ના દેખાયું પણ થોડે દુર પેસ્ટીસાઇડના ડર ને કારણ કાઢી નાંખેલી ઠંડા પીણાની બોટલો દેખાઇ… બધા કાગડાઓ એની પર તુટી પડ્યા… બે બે ના ગ્રુપમાં બોટલ હવામાં લઇને જમીન પર પછાડવા માંડ્યા.. આવી રીતે જમીન પર ઘણુ બધું પીણૂ ભેગુ થઇ ગયું…એટલે કાગડાઓ પીવા માંડ્યા પણ એ લોકો ન તરસ એ પેપ્સિથી ના મટી…એટલે એ લોકો એ કોકા કોલાની બોટલો તોડી પણ એનાથી પણ તરસ ના મટી…છેવટે બધાએ નક્કી કર્યું કે આ છેલ્લી ત્રિજા ટાઇપની બોટલો તોડીએ અને પછી પણ તરસ ના મટે તો કુવામાં કુદીને આત્મહત્યા કરી લઇશું અને મરતા મરતા જેટલું પાણી પીવાય પી લઇશું…બધા એ પેલી ત્રિજા ટાઇપની બોટલો તોડી અને પીણૂ પીધુ અને બધાની તરસ મટી ગઇ…અને બધા પોતાના ઘરે ગયા..ખાધુ અને મજા કરી(પી ને તો આવ્યા જ હતાં એટલે પીધુ નહિ) (એ ત્રીજો ટાઇપ જાણવા માટે બોધ જુઓ)

બોધ – સ્પ્રાઇટ બુઝાએ ઓન્લી પ્યાસ, બાકિ ઓલ બકવાસ..

– સાક્ષર ઠક્કર

8 thoughts on “વાર્તામાં વળાંક : એક તરસ્યો કાગડો (2 Versions)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s