પોપટ – એક કવિતા

 

ચકલી તો ગોરી ને કાગડાઓ કાળા,
પોપટ તો લીલાને પાડે એ ચાળા.

એકતા દર્શાવે જ્યારે પોપટનાં ટોળા,
ડાળીનું શું વિસાત, હલાવી દે ડાળા.
…પોપટ તો લીલાને પાડે એ ચાળા.

સૌને એ ગમતા, સૌ ની સાથે રમતા,
વ્રુદ્ધ, યુવાન, બાળક કે બાળા.
…પોપટ તો લીલાને પાડે એ ચાળા.

ના જોઇએ સિમેન્ટ કે ના રેતી-કપચી,
પોપટ સમુદાય બાંધે વ્રુક્ષો પર માળા.
…પોપટ તો લીલાને પાડે એ ચાળા.

ના મનમાં દ્વેશ ના કદી ઇર્ષા,
લાગે ચાલાક પણ દિલ ભોળા-ભાળા.
…પોપટ તો લીલાને પાડે એ ચાળા.

—————————————–

શું થયું ના મજા આવી??? એવુ તો ના ચાલે યાર…. મજા તો આવવી જ જોઇએ. આ કવિતાનો જે ઉંડો અર્થ છે એ સમજશો પછી જ મજા આવશે… મને પણ પછી જ મજા આવી… આ કવિતાનું વિશ્લેષણ કરવાનો શ્રેય શ્રી લઘરવઘર અમદાવાદી (મુળ નામ- ભિષ્મક પંડિત) ને જાય છે.

તો પ્રસ્તુત છે કવિતાનું વિશ્લેષણ પછી કહો મજા આવે છે કે નહિ!!!

ચકલી તો ગોરી ને કાગડાઓ કાળા,
પોપટ તો લીલાને પાડે એ ચાળા.

રંગભેદની નિતિ સામે પોપટ ના પ્રતિક રુપે આ કવિ એ પ્રચંડ પ્રહારો કર્યા છે .
———————————

એકતા દર્શાવે જ્યારે પોપટનાં ટોળા,
ડાળીનું શું વિસાત, હલાવી દે ડાળા.
…પોપટ તો લીલાને પાડે એ ચાળા.
રાષ્ટ્રિય એકતા ના પ્રમાણ રુપ એવા પોપટે આપણને આપણી એકતા અને અખંડિતતા જાળવી રાખવાની અપિલ કરી છે જો આપણે આપસી તાલ-મેલ અને એકતા જાળવી રાખીશુ તો ડાળારુપી મોટી મુશ્કેલિઓને પણ પહોંચી વળીશું.
———————————
સૌને એ ગમતા, સૌ ની સાથે રમતા,
વ્રુદ્ધ, યુવાન, બાળક કે બાળા.
…પોપટ તો લીલાને પાડે એ ચાળા.

માણસે એટલો મોટા ના થઇ જવુ જોઇએ કે કોઇ એના સુધી પહોંચી ના શકે અને એટ્લા નાના ના થઇ જવુ જોઇએ કે દરેક એના સુધી પહોચી જાય એવો મર્મ કટાક્ષ આ પંક્તિ મા કવિશ્રી સાક્ષરે કર્યો છે.

————————————

ના જોઇએ સિમેન્ટ કે ના રેતી-કપચી,
પોપટ સમુદાય બાંધે વ્રુક્ષો પર માળા.
…પોપટ તો લીલાને પાડે એ ચાળા.

જે રીતે ઇંટ અને સિમેંટ ના ઘરો નો વધારો થઇ રહયો છે તે રીતે પોપટ જેવા પક્ષી માટે કોઇ ઝાડ નહિ બચે એવો સંદેશ પણ કવિ એ આપ્યો છે
——————————–

ના મનમાં દ્વેશ ના કદી ઇર્ષા,
લાગે ચાલાક પણ દિલ ભોળા-ભાળા.
…પોપટ તો લીલાને પાડે એ ચાળા.

માનવીએ પણ પોપટની જેમ ઇર્ષા અને પ્રંપચ ભુલિ જઇ એક સારુ જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
જાણવા જેવી વાત – મેં જ્યારે આ કવિતા લખી હતી ત્યારે વિચાર્યુ નહોતું કે આટલો ગુઢ અર્થ થાય છે. મેં તો ઓરકુટમાં કચરા કવિ સંમેલનમાં  પોસ્ટ કરી હતી તો એના જવાબ રુપે શ્રી લઘરવઘર અમદાવાદીએ આ અર્થ સમજાવ્યો એટલે મને થયુ કે અહીં આ પોસ્ટ કરવી જોઇએ.

જાહેરાત – શું તમે તમારી ખરાબ કવિતાઓનાં ઉંચા અર્થસભર વિશ્લેષણ કરાવવા માગો છો? હમણા જ સંપર્ક કરો. આ વેબસાઇટનું સરનામુ સાથે લઇ આવનારને વ્યાજબી દરે વિશ્લેષણ કરી આપવામાં આવશે.
શ્રી લઘરવઘર અમદાવાદી
(લઘરવઘરઅમદાવાદી@જીમેલ.કોમ)
—અમારી બીજી કોઇ શાખા નથી—
નોંધ – આ જાહેરાત રોયલ્ટીનાં ભાગરુપે મજબુરીથી આપવામાં આવેલ છે. બીજી અમારી લઘરવઘર અમદાવાદી સાથે કોઇ સાંઠ-ગાંઠ નથી.

One thought on “પોપટ – એક કવિતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s