લખુ ઝાકળથી પત્ર ને તમે તડકામાં ખોલો તો?


:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
લખુ ઝાકળથી પત્ર અને તમે તડકામાં ખોલો તો?

વાત હું મૌનની કરતો હોઉને તમે વચમાં બોલો તો?

ખેતરના શેઢે, કુદરતના ખોળે, આપણે બેઉ બેઠા હોઇએ

પ્રેમની હું વાતો કરુ ને તમે..તુવેરની સીગો ફોલો તો?

ઝરમર વરસાદમાં જતા હો તમે બાઇક પર્ રમરમાટ

પાછળ બેઠી હોય કોઈ રમણી, ને જો પકડે ઠોલો તો?

સંબંધના પહેલા શ્રાવણમાં એક્મેક્ને ભીંજવવા નિકળ્યા

આપણે બેઉ, ને તમે હળવેક્થી રેઇનકોટ ખોલો તો?

નાજુક કર તમારા પ્રેમથી ફરતા હોય “અધીર”ના કેશમાં

ને અચાનક એમ ખબર પડે, કે આ તો છે સાવ ટોલો તો?

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

© “અધીર” અમદાવાદી
“નકલી અમદાવાદીઓ અને ગાયોથી ચેતતા રહેજો!”

ઠોલો – ટ્રાફિક પોલિસ માટે વપરાતો અમદાવાદી શબ્દ

તેમની અન્ય રચનાઓ અહીં માણોઃ
http://adhir-amdavadi.blogspot.com/

(મુળ રચનાના કવિયિત્રી – ‘લજામણી’ )

Advertisements

5 thoughts on “લખુ ઝાકળથી પત્ર ને તમે તડકામાં ખોલો તો?

 1. નાજુક કર તમારા પ્રેમથી ફરતા હોય “અધીર”ના કેશમાં

  ને અચાનક એમ ખબર પડે, કે આ તો છે સાવ ટોલો તો?

  વાહ! બાપુ આ 65 વરસના ટોલીયાને આ પંક્તી ગમી ગઈ!!

 2. લખુ હું ઝાકળથી પત્ર અને તમે તડકામાં ખોલો તો?

  વાત હું મૌનની કરતો હોઉ ને તમે વચમાં બોલો તો?

  મજા પડી ગઈ …

 3. saksarbhai aap shree ne namra vinanti ke aa rachna mulbhul rite lajamni namak kaviyatri ni hovathi shakya hoy to emnu name sathe nodh lakhvi ke aa mul rachna lajamni ni chhe ane ena parthi aa bani chhe..

  i hope u can understand..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s