એ દિવસો ભારે ગમતાં’તા

પાછો વીકએન્ડ અને વીકએન્ડની નવરાશ અને નવરાશનાં સમયે હંમેશની માફક ઉદભવતાં વિચારો… પરિણામ એક કવિતા ફરીથી જૂના દિવસો પર… ક્રિકેટ રમવું, રખડવું, એક સાથે મેચ જોવી, સાથે જમવા જવું, સાથે ભણવું, કોઇ વાર લડવું, પાછા મળવું, ઉનાળાની ગરમીમાં બળવું કે વરસાદમાં અગાસી પર જઇને સાથે પલળવું… ખબર નહિ હજુ કેટલી વાર કહીશ પણ… MISSING THOSE DAYS

યાદ છે પેલા કમ્પાઉન્ડમાં કેવું ક્રિકેટ રમતાં’તા,
બાઇક-સ્કૂટી પર ૩ સવારી વિદ્યાનગર આખું ભમતાં’તા.

પેલી દુકાનના એક જ ટીવી પર ૫૦ જણ મેચ જોતાં’તા,
પાછળ ઉભા તો ડોકી ઉંચી ને આગળના નીચે નમતાં’તા.

“જમવા ક્યાં જઇશું” એ વાત પર ૧૦ અલગ અભિપ્રાય મળતાં’તા,
કલાક રહી નક્કી કરી ને બધા એક જ સ્થળે જમતાં’તા.

ભણતાં, લડતાં, મળતાં, નડતાં, બળતાં ને પલળતાં’તા,
કાંઇ પણ કહો પણ હું તો માનું એ દિવસો ભારે ગમતાં’તા.

-સાક્ષર

3 thoughts on “એ દિવસો ભારે ગમતાં’તા

 1. ભણવાનું તો ભણવાનું, સાથે બંકો મારતાતા,

  ક્લાસ રુમના દરવાજે જઇ બધા પછા ફરતાતા…

  સાહેબને પણ્ રુમ પર મસ્તી કરાવતાતા,

  પરીક્ષામાં સવારે બાઇક પર લેવા આવતાવતા…

  બધા ગાતા ગીતો અને બબ્બન પાટીયું વગાડતાતા,

  રીમીક્ષ તો ઠીક શરમ અને અફસોસ(ફિલ્મો) બનાવતાતા.

  ……
  કાંઇ પણ કહો પણ હું તો માનું એ દિવસો ભારે ગમતાં’તા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s