સુરતી કવિતા

એમ તો હું વડોદરાનો છું પણ મને સુરતી ભાષા બહુ જ ગમે છે અને એવામાં હું વિદ્યાનગર ભણ્યો ત્યારે મારા ત્રણ રુમ પાર્ટનર સુરતી બોલવાવાળા હતાં. પ્રશાંત પટેલ (ચિખલી), રવિ પારેખ (નવસારી) અને વિનીત નાયક(ગણદેવી). તો એ લોકો સાથે હું સુરતીમાં જ વાત કરતો અને મજા આવતી. ઘણી ભૂલો પણ કરતો, પણ એમાં પણ મજા આવતી. હવે આ ત્રણ મિત્રોમાં રવિની વાત કરું તો, અમે જ્યારે પણ રાત્રે સાથે જમવા જઇએ ત્યારે અમુકવાર સાથે નહોતો આવતો કારણકે કોલેજથી છૂટીને નાસ્તો કરતો અને એમાં જ એનું પેટ ભરાઇ જતું. તો એ જ્યારે પણ ના આવા નો હોય ત્યારે એ કહેતો કે “આજે ખાવાનું ની મલે” પણ અમે તો એને એમ જ કહેતાં કે તું રિસાઇ ગયો છે અમારાથી એટલે ખાતો નથી. એટલે પછી તો અમે જ્યારે પણ જમવા જતાં ત્યારે હું એને પૂછતો કે, ” ચાલ ની આવાનો કે? કે પછી તારે આજે બી ખાવા નું ની મલે?”

પછી એવા અરસામાં એક ઇમેલ માં રઇશ મણીયારની સુરતી હઝલ મળી. એ મને ખૂબ ગમી. તો મેં એમાંથી પ્રેરણા લઇ સુરતીમાં જ આ મારા મિત્રનાં થોડા ગુણધર્મોને ધ્યાનમાં અને “ખાવાનું ની મલે” ને કેન્દ્ર માં રાખી ને આ કવિતા બનાવી હતી. અહીં સ્મેશી એનું હુલામણું નામ છે
થોડી થોડી વાતે કંઇ થાય, તો કેહે કે આજે ખાવાનું ની મલે.
જ્યારે બી સ્મેશી અડ્ડાય, તો કેહે કે આજે ખાવાનું ની મલે.

આજે હું ખાવાનાં પાંઉભાજી કે ઢોસા?
એવું પુછે કોઇ તો પહેલા બઘવાય, પછી કેહે કે આજે ખાવાનું ની મલે.

sad song લખવાને ગાવાનું તાં હુધી તો ઠીક ઉ’તુ.
પન જ્યારે બી એનું દિલ ટૂટી જાય, તો કેહે કે આજે ખાવાનું ની મલે.

કવિતા બો અગાડી ચલાવાની તો હિમ્મત ની ચાલે,
ની તો ચડાવી દેહે એ બાંય, અને કેહે કે આજે ખાવાનું ની મલે.

– સાક્ષર

7 thoughts on “સુરતી કવિતા

 1. વાહ વાહ! જ્યારે તેં મને આ કવિતા સંભળાવી ત્યારે મને ખુબ જ આનંદ થયો કે મારા પર પણ કોઇ કવિતા લખી શકે છે. અને સુરતી બોલવામાં તારાથી ભુલો થતી પણ એ જાણી જોઇને કરવામા આવતી. અમને બધાને પણ ઘણી મજા આવતી એ સાંભળીને…

  અને પેલુ “કડ્ડો હડ્ડે પણ હડ્ડો ની કડ્ડે” એ તારા મોઢે સાંભળવાની એક અલગ મજા હતી.

  હજુ પણ તુ જ્યારે સુરતી (હુરતી )માં વાત કરે તો પણ એટલી જ મજા આવે છે.

 2. 😀 … waah waah dost … mast chhe aa to .. !!!

  કવિતા બો અગાડી ચલાવાની તો હિમ્મત ની ચાલે,
  ની તો ચડાવી દેહે એ બાંય, અને કેહે કે આજે ખાવાનું ની મલે.

  waah .. 😛 … ha ha ha ha

 3. કવિતા બો અગાડી ચલાવાની તો હિમ્મત ની ચાલે,
  ની તો ચડાવી દેહે એ બાંય, અને કેહે કે આજે ખાવાનું ની મલે.

  હા હા હા જોરદાર…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s