આળસ

આ સમર જોબ ચાલુ થઇ ત્યારથી થોડા નવાં કામ આવી ગયાં, કોલેજમાં ટી-શર્ટને જીન્સ પહેરતાં’તા એટલે ઇસ્ત્રીની કોઇ ઝંઝટ જ નહિ, અને હવે જોબ માટે ફોર્મલ પહેરવાં પડે છે એટલે દર વીકએન્ડમાં ઇસ્ત્રી કરવાની ઝંઝટ અને આ પાછું ઇંડીયા તો છે નહિ કે ઇસ્ત્રીવાળા કાકા આવી ને કપડાં લઇ જાય અને બીજા દિવસે પાછા આપી જાય, એ બે ક્ષણો વચ્ચેની ક્ષણોમાં શું થાય છે એ હમણાં જાણવા મળ્યું જ્યારે ઇસ્ત્રી કરવા બેઠો, એમ તો પહેલાં બે ત્રણ વાર કરી હતી જાતે પણ એકાદ શર્ટ આવી રીતે અઠવાડીયાનાં કપડા પહેલી વાર લઇને બેઠો’તો અને બધા કહે છે એમ જેમ જેમ આગળ વધો જવાબદારી વધતી જાય એનું સામાન્ય ઉદાહરણ મને આ કિસ્સામાંથી જ મળી ગયું, ઇસ્ત્રી કરવાની જવાબદારી વધી ગઇ. હવે ઇસ્ત્રી કરવામાં થોડા અડધી બાંયના શર્ટ હતાં ને થોડા આખી બાંયનાં, તો મારા આળસુ સ્વભાવને લીધે મેં એક સામાન્ય અવલોકન કર્યું અને એ પ્રમાણે બીજા અઠવાડીયાથી શર્ટ પહેરવાનાં ચાલું કર્યાં. અને એના પરથી મને મારા પર એક શેર સુઝ્યો,

“આમ તો હું લાગું છું શાંત પાણી, પણ અંદરથી હું ગહેરું છું,
ઇસ્ત્રી કરવાંમાં પણ આળસુ છું, એટલે અડધી બાંયના શર્ટ પહેરું છું”
-સાક્ષર, જૂન ૧૦, ૨૦૦૮.

અહીં આળસની જ વાત કરું છું તો બીજો પણ એક કિસ્સો યાદ આવી ગયો, મારો એક મિત્ર રવિ પારેખ, એ પણ મારા જેવો આળસું અને આળસુ લોકો આળસ ખરાબ છે એવું તો ક્યારેય કબૂલે નહિ, તો એ હમેશા કહેતો કે, “કમ્પ્યુટર એન્જીનીયર હંમેશા આળસુ હોવા જોઇએ.” અને એનું કારણ એનાં જણાવ્યા પ્રમાણે એ હતું કે જો આપણે આળસુ હોઇશું તો જ ક્રીએટીવ વિચારો આવશે જેનાથી લોકો ને સરળતા પડે અને એમ પણ કમ્પ્યુટરનું કામ લોકોનું કામ ઓછું કરવાનું જ છે એટલે આપણે જેટલા વધારે આળસુ એટલું સારું. 😉 કોઇ કવિએ પણ આળસ વિશે આવું કંઇક કહ્યું છે, મેં ક્યાંક સાંભળ્યું’તું, કોઇને કવિનું નામ ખબર હોય તો પ્લીઝ જણાવજો..

“હું પણ કશું માંગુ નહિ, એ પણ કશુ આપે નહિ,
મારા જ જેવો આળસુ પરવરદિગાર છે.”

 

Advertisements

6 thoughts on “આળસ

 1. 😀

  as usual gud reading stuff ..

  and just one thing i noticed bro .. take care about punctuations like period and comma etc… 🙂

  and tru .. half sleeves are easier to iron … !! 😛

 2. આળસનેય સારી કહેવડાવે એવાં વિનય અને શરમ હશે ને? જુઓ, એક જાણીતા ગઝલકારનેય કંઈક આમ જ થયેલું –

  શરમ રોકે છે તમને આવતાં. મુજને વિનય રોકે;
  તમે આવી નથી શકતાં, હું બોલાવી નથી શકતો !

  હમણાં જ કાર્તિકની ડાયરી વાંચી. ત્યાં જ તમારી ડાયરી ( ને શાયરી પણ ) જોવા મળી ગઈ ! તમે બહુ જ સહજ અને પ્રવાહી શૈલીમાં ડાયરી વહાવી છે. આજે પહેલી વાર જ આ બ્લોગ જોયો ને માણ્યો. આભાર ને મુબારક.

 3. હા પર્લ શીખવાનુ તો વિચારું જ છું, મને કોઇ ડાઉટ હશે એમાં તો તમારો કોન્ટેક્ટ કરીશ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s