મારા ખાસ મિત્ર અને છેલ્લા ૫ વર્ષથી મારો રુમપાર્ટનર મનને નવી ગાડી લીધી અને અમારા જીવનના થોડા સંઘર્ષો સમાપ્ત થઇ ગયાં. જેમ કે પહેલાં અમે ગ્રોસરી બે અઠવાડિયે એક વાર લેવાં જતા હતાં અને અમે ૪ એ રુમમેટ્સ બસમાં બધુ ઉચકીને આવતાં’તા. શોપિંગ પણ બસનાં ટાઇમ પ્રમાણે કરવું પડતું’તું. રાતે ૮ વાગ્યાની ઘરેથી વોલમાર્ટની બસ,જે ત્યાં ૮.૨૦ એ પહોંચાડે અને ત્યાંથી ૯.૨૦ની પાછા આવવાની બસ, એટલે ૧ કલાકમાં બધુ ફટાફટ પતાવવાનું અને પછી ટ્રોલી લઇ ને બસસ્ટેન્ડ પર પહોંચવાનું, અમુકવાર જો બસ મીસ થાય તો માર્કેટપ્લેસથી જ બસ મળે તો આવા કેસમાં ટ્રોલી લઇને ૧ કિલોમીટર જેવું ચાલેલા પણ છે, રોડની વચ્ચેથી ટ્રોલી લઇને અમે ૪ જણ જતાં હોય, એ દ્રશ્ય હવે રોચેસ્ટરનાં લોકો ને જોવા નહિ મળે.
રોચેસ્ટરમા હજુ સુધી કોલેજ, ઘર અને વોલમાર્ટ સિવાય કંઇ જોયું જ નહોતું, તો થોડું રોચેસ્ટર જોવાનું આ ગાડી ને લીધ શક્ય બન્યું અને શનિવારે હાઇલેન્ડ પાર્ક અને રવિવારે લેક ઓન્ટારિઓ જઇ આવ્યા મજા આવી અને પાછો સોમવાર આવી ગયો, હવે એક વીક પાછી એ જ લાઇફ, એક જ દિવસના શીડ્યુલને કોપી કરી ને પાંચ વખત પેસ્ટ કરતાં હોય એવું લાગે. બટ ધેટ્સ હાઉ ઇટ ગોસ!!!
“રોડની વચ્ચેથી ટ્રોલી લઇને અમે ૪ જણ જતાં હોય, એ દ્રશ્ય હવે રોચેસ્ટરનાં લોકો ને જોવા નહિ મળે.”
😀 … મને રોચેસ્ટરના લોકોના ફૂટેલા ભાગ્ય પર દયા આવી રહી છે .. !!
“એક જ દિવસના શીડ્યુલને કોપી કરી ને પાંચ વખત પેસ્ટ કરતાં હોય એવું લાગે.”
સરસ વાત કરી દોસ્ત … 🙂
and many congrats to Manan too .. !!
વાહ બબુ ભારી લખ્ય છે.