કિસ્મત

મંઝિલ નજીક હોય ત્યારે જ એ મોડ આપે છે,
કિસ્મત પણ અમુકવાર જબરો લોડ આપ છે.

દર વખતે પુરુષાર્થ પ્રમાણે ફળ નથી મળતું,
આશા હોય ઝાડની ને એ છોડ આપે છે.મંઝિલ નજીક…

સાતત્ય જેવી કોઇ ચીજ છે કે નહિ,
જીવનરાહ તરીકે ક્યારેક કાચા તો ક્યારેક પાકા રોડ આપે છે.મંઝિલ નજીક…

પ્રારબ્ધ તો એનું કામ કરે છે એનો દોષ શો?
આપણા જ કર્મોનો તો એ નિચોડ આપે છે. મંઝિલ નજીક…

અને છેવટે આ કવિતા મને ન મળી તો ન જ મળી, પણ મને જેટલી યાદ આવી એટલી લખી દીધી છે… આ કવિતામે અમારા સિનિયરર્સની ફેરવેલ પાર્ટીમાં સંભળાવી’તી, આટલા મોટા પાયે મેં પહેલી વાર સંભળાવી’તી.. બાકી હું મોટાભાગે દરેકજણ ને એક એક કરી ને સંભળાવતો જેથી મને યાદ રહી જાય, જેથી ક્યાંય ના લખ્યું હોય તો પણ ચાલે, પણ આજે એમ થાય છે કે લખી ને રાખવી જોઇતી’તી. જો કે હવે બ્લોગ સારુ માધ્યમ છે આ બધું સ્ટોર કરવાનો…

કવિતા વિશે – એમ તો ટાઇટલ મેં જ્યારે કવિતા લખી’તી ત્યારનાં બોબી દેઓલનાં એક ફ્લોપ પિક્ચરનું ટાઇટલ હતું…મારી કવિતાઓ માં થોડી કહી શકાય એવી સિરિયસ કવિતા છે…બે પ્રકારનાં લોકો હોય છે… એક કે જે કિસ્મતમાં માને છે અને બીજા કે જે નથી માનતા… અને હું આ બંને પ્રકારનાં લોકો માં માનું છુ ;)… પહેલી ત્રણ પંક્તિઓ “કિસ્મત હંમેશા ખરાબ કરે છે” એવું દર્શાવ્યું છે અને છેલ્લી પંક્તિમાં કર્મ અને પ્રારબ્ધનું રિલેશન બતાવ્યું છે કે એમ જ કિસ્મત ખરાબ નથી હોતી આપણો પણ કંઇક હાથ હોય છે…

3 thoughts on “કિસ્મત

  1. મંઝિલ નજીક હોય ત્યારે જ એ મોડ આપે છે,
    કિસ્મત પણ અમુકવાર જબરો લોડ આપ છે.

    😀 ..

    vaah vaah .. kya baat hai !!

  2. અરે વાહ,આમ તો મે આ કવિતા ઘણી વાર સામ્ભળી છે,
    પણ ઘણા ટાઈમ પછી વાન્ચવાની બહુ મજા આવી.

    કોલેજની બધી યાદો તાજા થઇ ગઇ.
    પણ વાન્ચવા કર્તા ખુદ સાક્ષરના મોઢે સામ્ભળવાની વધુ મજા આવતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s