મુંઝવણ

આ કેવી બિમારી છે જે ખાલી આપણને જ નડે છે,
વાંચવા તો બેસી ગયા પણ ટપ્પા ક્યાં પડે છે.

યુગો યુગોથી જે ખોવાઇ ગઇ છે એવી ફાઇલો,
સબમિશનનાં ટાઇમે જ ક્યાંકથી આવી મળે છે.

ભૂતકાળનાં કર્મોનાં ફળ અત્યારે ભોગવીએ છે,
એક્ઝામનો ટાઇમ છે ને ફાઇલો લખવી પડે છે.

કોર્સ આખો બાકી છે એની કોઇ ચિંતા નથી,
એ પતાવા માટે સાલો ટાઇમ ઓછો પડે છે.

એક જ સેમેસ્ટરમાં આટલા દાવ થયાં હોવા છતાં,
હજુ દિલમાં એક આશાનો દિવો ઝળહળે છે.

આ કવિતા બી.ઇ. નાં ફાઇનલ સેમેસ્ટર ની ફાઇનલ પરીક્ષા ટાઇમે લખી હતી, આમાં એ બધી ઘટના આવરી છે, કે જેમાંથી અમે પસાર થતાં હતાં, છેલ્લા ટાઇમે ચોપડું પકડવું, ટપ્પા ન પડવા, સબમિશનની તારીખ ફાઇનલ પરીક્ષા પહેલાં પણ ફાઇલ ન મળવી, નવેસરથી ફાઇલ બનાવવી અને સબમિશન ના દિવસે જ જૂની ફાઇલનું મળવું, ફાઇલ લખવી કે પરીક્ષા માટે વાંચવું એ બંને વચ્ચે નો ડાયલેમા અને તો પણ અંતે એક આશા સાથે પરીક્ષા આપવી… આ જ હતી કોલેજ લાઇફની મજા…Missing those days

Advertisements

3 thoughts on “મુંઝવણ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s