Posts Tagged Video

Sad Songનાં સુરો

June 24, 2008નાં પોસ્ટ કરેલી જુન ૨૦૦૬નાં અરસામાં બનાવેલી આ સુરતી કવિતાની એક પંક્તિ,

sad song લખવાને ગાવાનું તાં હુધી તો ઠીક ઉ’તુ.
પન જ્યારે બી એનું દિલ ટૂટી જાય, તો કેહે કે આજે ખાવાનું ની મલે.

માં કહ્યું છે એ પ્રમાણે મારો એક મિત્ર રવિ પારેખ(ઉર્ફ Smashy) એવું માનતો હતો(એવું હું માનું છું કદાચ એ નાં પણ માનતો હોય ;) ) કે હિન્દી ફિલ્મોમાં જેમ કોઈ પણ situation માટે ગીત હોય છે એમ real lifeમાં પણ હોય, અને દરેક ફિલ્મમાં જેમ દરેક situation માટે નવા ગીત બનતા હોય છે એમ રવિ(અહીં ‘આપણો હીરો’ વાંચવું)પણ ગીતો બનાવતો. બનાવાવાની એની પ્રક્રિયામાં ગીતના બોલ, સંગીત અને ગાયિકી બધું જ બનાવતો અને એના સોની એરિક્સન ફોનમાં રેકોર્ડ કરીને રાખતો. કોઈને એણે આવું કહેલું નહિ, પણ ૧૦ વિદ્યાર્થીઓ એક ઘરમાં રહેતા હોય ત્યારે ઘણું બધું છુપાવવું મુશ્કેલ હોય છે. એક દિવસ એનો ફોન મચેડતાં મચેડતાં મારા હાથમાં આ ગીત આવી ગયેલું.

એ ગીત આજે પાંચેક વર્ષ પછી ફરીથી યાદ આવી ગયું. પછી તો શું જોઈએ, થોડો ટાઈમ, થોડા ઓડિયો એડીટીંગ-રેકોર્ડીંગ સોફ્ટવેર, યુ-ટ્યુબ અને વર્ડપ્રેસ…

- સાક્ષર (ઉર્ફ બબુ)

તા.ક. – ટીંગ ટીંગ ટીંગ…ટીંગ ટીંગ ટીંગ ટીંગ ટીંગ ટીંગ… ટીંગ ટીંગ ટીંગ…

,

1 Comment

કવિતામાં ઘૂસણખોરી

तन्हाई का आलम हे,
यु तनहा छोड़ के ना जाया करो,
पिरोये थे कुछ सपने हमने,
यु उनको ना बिखराया करो,
गम-ऐ-बाज़ार की एन गलियों में,
यु मेरे गमो को ना बेचा करो,
आहटो से तेरी बने हे सिलसिले आहट के,
यु आहटो को तुम ना सुलगाया करो,
यु तन्हा छोड़ के ना जाया करो,
-श्लोका

——————

આ કવિતામેં અમારા જન્મથી હિન્દીભાષી એવા સામેવાળા માસીને સંભળાવી, તો એમણે થોડી લાઈનો એમાં ઉમેરી આપી અને નીચેની કવિતા બની.

तन्हाई का आलम हे,
यु तनहा छोड़ के ना जाया करो,
અકેલે હી પોણી પીતે હો,
જરા તરસ્યે કો ભી પાયા કરો.
पिरोये थे कुछ सपने हमने,
यु उनको ना बिखराया करो,
અબ કૌન વીણેગા ઉન સપનો કો,
જરા જવાબ બતાયા કરો?
गम-ऐ-बाज़ार की एन गलियों में,
यु मेरे गमो को ना बेचा करो,
ફુટી કૌડી ભી નહિ આયેગી,
ભલેને ગમ્મે એટલા બઘવાયા કરો.
आहटो से तेरी बने हे सिलसिले आहट के,
यु आहटो को तुम ना सुलगाया करो,
આગ લગ જાયેગી તો ક્યા તુમ ઓલવને આઓગે,
જરા ફાયર એમ્બ્યુલન્સ બુલાયા કરો.
यु तन्हा छोड़ के ना जाया करो.

- સામેવાળા માસી

——————

તા.ક. – કોઈ એ મને પૂછ્યું, “તને સળી કરવાથી શું ફાયદો થાય છે?” તો મેં “બ્લુ  અમ્બ્રેલા”નો આ ડાયલોગ બતાવ્યો.

, , ,

23 Comments

મેરા જુતા હૈ જાપાની

તા.ક. – બસ આટલો જ ડાન્સ આવડે છે… અને એ તો હું એને ડાન્સ કહું છું…બાકી તો…

, , ,

3 Comments

‘સામેવાળા માસી’ રેડિયો મિર્ચી પર…

કવિતાની લીંક

, ,

9 Comments

જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું – YOUTUBE VERSION

એમ તો આ પહેલા પણ આ ગીત આ બ્લોગ પર પોસ્ટ કર્યુ હતુ (લિંક – જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું ), પણ એ વખતે ઓડિયો જે સાઇટ પર અપલોડ કર્યો હતો અત્યારે એ સાઇટવાળાની દુકાનને તાળા વાગી ગયા છે એટલે ફરીથી એ ઓડિયોનો ઉપયોગ કરી યુ-ટ્યુબ પર ગીતના શબ્દો સાથે(હા…અમારી એ ગેરસમજ હોઇ શકે કે કોઇને શબ્દો જોઇને ગાવુ હશે ;) ) મુકેલ છે.

(નોંધ – Listen at your own risk)

, , ,

4 Comments

લઠ્ઠા-ગીત

અઢી અક્ષરનો લઠ્ઠો, ને ચાર અક્ષરના અમે; (નાગરીક=4 અક્ષર)
ખોટ પડી ડોઢ અક્ષરની, તો ડોઢા થજો તમે!

ત્રણ અક્ષરની પોલીસો, આ ત્રણ અક્ષરની બ્રાઈબ,
બે અક્ષરનો ઠોલો માંગે સાત અક્ષરની પ્રાઈજ (ખાઈ-પીને જલસા=7 અક્ષર)

ચાર અક્ષરના ડારૂડીયા ઝૂલતા ખુલ્લેઆમ ફરે
ખોટ પડી ડોઢ અક્ષરની, તો ડોઢા થાજો તમે!

ચાર અક્ષરની નશાબંધીમાં વેચાય હજુય પોટલીયો
પાંચ અક્ષરના કમીશનરની ખેંચાઈ ગઈ ચોટલીયો

ત્રણ અક્ષરનું લીવર કહો ને, મીથાઈલ કેટલો ખમે ?
ખોટ પડી ડોઢ અક્ષરની, તો ડોઢા થાજો તમે!

પાંચ અક્ષરનો અશોકભટ, બે અક્ષરનો શાહ
અઢી અક્ષરનો લઠ્ઠો બનાવે અઢી અક્ષરનો શ્વાન!

ડોઢ અક્ષરનો તાળો જો મળે, તો સઘળા મરે,
ખોટ પડી ડોઢ અક્ષરની, તો ડોઢા થજો તમે.

- તેજસ ભાવસાર

નોંધ – વચ્ચે ઘસાયી ગયેલી કેસેટ જેવી ઇફેક્ટ જાણી જોઇને આપવામાં નથી આવી…એ ખામીયુક્ત કોમ્પ્યુટરનુ પરિણામ છે…
રેકોર્ડિંગમાં વચ્ચે ફોન આવતા રેકોર્ડિંગ અટકી ગયેલ તેની નોંધ લેવી…રિંગ આવવા વાળા ભાગને કાપવામાં આવેલ નથી(જો કે ફોન પરની વાતચીત ને કાપવામાં આવેલ છે)…અને એ પંક્તિ ફોન પત્યા બાદ ફરીથી ગાયેલ છે…

, , ,

10 Comments

દાંડિયા’08

,

Leave a Comment

મનનનો જન્મદિવસ

મનન ના જન્મદિવસે બનાવેલ ગીત નો વિડીઓ:

બિટ્સ – સાક્ષર

બોઁગો – ધ્ન્યાનેશ

સાઇડ રિધમ – બાબુ મોશાઇ

, ,

1 Comment

શું તમને લાગે છે તમે નાચી શકો છો? (So You Think You Can Dance)

એક અમેરિકન રિયાલીટી શો  “so you think you can dance” માં થોડા દિવસ પહેલા બે પ્રતિયોગીઓ ને  બોલિવુડ નાં કોઇ પણ ગીત પર ન્રુત્ય કરવાનું હતું… અને એ લોકો એ “ઓમ શાન્તિ ઓમ” નું “ધુમ તાના ” ગીત પસંદ કર્યું.
એમનો પ્રયાસ, પ્રેક્ષકો અને નિર્ણાયકોનો પ્રતિસાદ જુઓ આ નીચેના વિડીઓમાં

,

1 Comment

શાહબુદ્દીન રાઠોડ

ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જની ૪ સિઝન આવી ગઇ. દર વખતે એ લોકો કંઇક નવું લાવવાનો પ્રયત્ન કરે છે, લોકો ને હસાવવાનાં ભાગરુપે. એની સામે આ છે શાહબુદ્દીન રાઠોડ, મેં એમની ૫ કેસેટ સો વખત સાંભળી હશે અને દર વખતે હું વધુને વધુ હસું છું, આખા પરિવાર સાથે માણી શકાય અને જ્ઞાન સાથે ગમ્મત પીરસનાર મહાનુભવ એટલે આપણા શાહબુદ્દીન રાઠોડ. પ્રસ્તુત છે એમનાં અમદાવાદમાં થયેલા એક લાઇવ પ્રોગ્રામનાં થોડા વિડીઓ.

Shabuddin Rathod Live in Abad Part 1 of 6
Shabuddin Rathod Live in Abad Part 2 of 6

Shabuddin Rathod Live in Abad Part 3 of 6

Shabuddin Rathod Live in Abad Part 4 of 6

Shabuddin Rathod Live in Abad Part 5 of 6

Shabuddin Rathod Live in Abad Part 5 of 6

,

2 Comments

Follow

Get every new post delivered to your Inbox.

Join 329 other followers