Posts Tagged Tejas
જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું – YOUTUBE VERSION
Posted by saksharthakkar in કવિતાઓ, વિડીઓ on July 31, 2009
એમ તો આ પહેલા પણ આ ગીત આ બ્લોગ પર પોસ્ટ કર્યુ હતુ (લિંક – જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું ), પણ એ વખતે ઓડિયો જે સાઇટ પર અપલોડ કર્યો હતો અત્યારે એ સાઇટવાળાની દુકાનને તાળા વાગી ગયા છે એટલે ફરીથી એ ઓડિયોનો ઉપયોગ કરી યુ-ટ્યુબ પર ગીતના શબ્દો સાથે(હા…અમારી એ ગેરસમજ હોઇ શકે કે કોઇને શબ્દો જોઇને ગાવુ હશે
) મુકેલ છે.
(નોંધ – Listen at your own risk)
લઠ્ઠા-ગીત
Posted by saksharthakkar in કવિતાઓ, વિડીઓ on July 25, 2009
અઢી અક્ષરનો લઠ્ઠો, ને ચાર અક્ષરના અમે; (નાગરીક=4 અક્ષર)
ખોટ પડી ડોઢ અક્ષરની, તો ડોઢા થજો તમે!
ત્રણ અક્ષરની પોલીસો, આ ત્રણ અક્ષરની બ્રાઈબ,
બે અક્ષરનો ઠોલો માંગે સાત અક્ષરની પ્રાઈજ (ખાઈ-પીને જલસા=7 અક્ષર)
ચાર અક્ષરના ડારૂડીયા ઝૂલતા ખુલ્લેઆમ ફરે
ખોટ પડી ડોઢ અક્ષરની, તો ડોઢા થાજો તમે!
ચાર અક્ષરની નશાબંધીમાં વેચાય હજુય પોટલીયો
પાંચ અક્ષરના કમીશનરની ખેંચાઈ ગઈ ચોટલીયો
ત્રણ અક્ષરનું લીવર કહો ને, મીથાઈલ કેટલો ખમે ?
ખોટ પડી ડોઢ અક્ષરની, તો ડોઢા થાજો તમે!
પાંચ અક્ષરનો અશોકભટ, બે અક્ષરનો શાહ
અઢી અક્ષરનો લઠ્ઠો બનાવે અઢી અક્ષરનો શ્વાન!
ડોઢ અક્ષરનો તાળો જો મળે, તો સઘળા મરે,
ખોટ પડી ડોઢ અક્ષરની, તો ડોઢા થજો તમે.
- તેજસ ભાવસાર
નોંધ – વચ્ચે ઘસાયી ગયેલી કેસેટ જેવી ઇફેક્ટ જાણી જોઇને આપવામાં નથી આવી…એ ખામીયુક્ત કોમ્પ્યુટરનુ પરિણામ છે…
રેકોર્ડિંગમાં વચ્ચે ફોન આવતા રેકોર્ડિંગ અટકી ગયેલ તેની નોંધ લેવી…રિંગ આવવા વાળા ભાગને કાપવામાં આવેલ નથી(જો કે ફોન પરની વાતચીત ને કાપવામાં આવેલ છે)…અને એ પંક્તિ ફોન પત્યા બાદ ફરીથી ગાયેલ છે…
જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું
Posted by saksharthakkar in કવિતાઓ on September 19, 2008

કવિ શ્રી તેજસ ભાવસારનું નવલુ નજરાણુ….
મોબાઈલ ફોનનું ડબલું (રાગઃ જુનું તો થયું રે દેવળ)
જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું,
મારું સીમકાર્ડ નવું ને ડબલું જુનું તો થયું
પંદર મિનિટ તો કિગાર્ડ ખોલવાની લાગી
બગડીયુ કિપેડ માયલુ ના મેમરી રહી
મારું સીમકાર્ડ નવું ને ડબલું જુનું તો થયું
ઘસાઈ ગયેલી એની બોડી તો બદલાવી,
ઉડી ગઈ બેટરી ચાર્જર પડી તો રહ્યું
મારું સીમકાર્ડ નવું ને ડબલું જુનું તો થયું
સર્વિસ પ્રોવાઈડર કહે સર્વિસના ગુણ,
પણ ડબલુ મોબાઈલનું ચાલુ ના થયું
મારું સીમકાર્ડ નવું ને ડબલું જુનું તો થયું…
-તેજસ ભાવસાર
જેને મારા સુર સાથે સહન કરવુ હોય તો નીચેની લિંક પર ક્લિક કરોઃ







તમે કહ્યું