Posts Tagged Cricket

આશા અમર છે…

,

8 Comments

IPL Fever

(આજકાલ Advertisingના જમાનામાં ક્રિકેટ પણ બાકાત નથી રહ્યું (અમારા જમાનામાં તો ભૈ’સાબ ટી.વું. જ નો’તું ;) ). સિક્સ હોય, કેચ હોય કે મેન ઓફ ધ મેચ હોય બધા જ સ્પોન્સર્ડ હોય છે. તો  એ બાબતને ધ્યાનમાં લઇને નીચેની પંક્તિઓ લખેલી છે. )

હોસ્ટેલ મળે સારી તો સારી મેસ નથી મળતી,
મહોરા મળી જાય બધા, તો ચેસ નથી મળતી,
મહેનત ભલે બધા સરખી કરે છતાં,
બધાને સીટી મોમેન્ટ ઓફ સક્સેસ નથી મળતી.

——————————————————-

નજરોને મળી નજરો, ને નજરોમાં પેચ થઇ ગયો,
ઈમેઈલ મોકલ્યો એમને, સાથે હું એટેચ થઇ ગયો,
દિલ ફંગોળ્યું હતું હવામાં મેં દિલફેંકગીરીથી,
એમના હાથમાં પડ્યું, ને કાર્બન કમાલ કેચ થઇ ગયો.

—————————————————

ઢીલો-પોચો પ્રયાસ છોડ, પ્રચંડ તારા કદમ બનાવ,
ધ્યેયને બનાવ સ્ટમ્પ અને પોતાને અક્રમ બનાવ,
બાઉન્ડરીની બહાર તો બોલ બધાના જાય છે ‘સાક્ષર’ ,
તારી દરેક Six ને ડી.એલ.એફ. મેક્સિમમ બનાવ.

તા.ક. –  ”અરે યાર, મમ્મી-પપ્પા સમજતા જ નથી, મારે બોર્ડની Exam છે અને એ લોકો મેચ જોયા કરે છે, મને કહે છે કે તું ભાઈબંધને ત્યાં જઈને ભણ.” મારો એક મિત્ર, ૧૨ સાયન્સ બોર્ડ એક્ઝામ અને ૨૦૦૩ ક્રિકેટ વર્લ્ડકપ વખતે.

Related Post: ભારતીયોનો ક્રિકેટપ્રેમ – કવિતા

,

10 Comments

ભારતીયોનો ક્રિકેટપ્રેમ – કવિતા

################
નોકરી હોય કે કોલેજ બધે જ ક્રિકેટ ચર્ચીએ છે;
ઇંટરનેટ પર બેઠા હોય તો લાઇવ મેચની લિંકો સર્ચીએ* છે;
20-20 મેચ આવી છે ત્યારથી થોડો સમય બચ્યો,
પહેલા આઠ કલાક બગાડતા’તા હવે 3 કલાક ખર્ચીએ છે.

*Searchવું – શોધવુ
###################

(સમય- 20-20  ક્રિકેટવર્લ્ડકપ પછી , સ્થળ – પાનનો ગલ્લો )

બહુ જ મોટે થી બોલીને રમેશે તો મને ડરાવ્યો,
“સાલા જાડેજાએ આખો વર્લ્ડકપ હરાવ્યો”

મેં કીધુ “કેમ એને એકલાને ગાળ આપે છે યાર,
એ તો એક કારણ હતુ બીજા પણ હતા કારણ ચાર.

આપણી બોલિંગ,બેટીંગ, ફિલ્ડીંગ ને કપ્તાન.
આવા ધોની જેવા હોય તો કોણ આપે માન? “

દ્રઢપણાના ભાવોયુક્ત રમેશ બોલ્યો પાન ભરેલા ગાલથી,
“બોસ ભારતની મેચો જોવાની બંધ આવતીકાલથી”
—–
ઇંડિયા-વેસ્ટઇંડિઝ પહેલી વન-ડે પછી રમેશના ફોનથી પડી સવાર,
પહેલુ જ વાક્ય ફોન પર સાંભળ્યુ, “આપડે કહીએ એટલે ઇંડિયા જ જીતે યાર”

- સાક્ષર

, ,

12 Comments

ટાબરિયાં ક્રિકેટ સંહિતા ! – મન્નુ શેખચલ્લી

મન્નુ શેખચલ્લી એ જે રીતે ગલી ક્રિકેટનું વર્ણન કર્યું છે, મને મારું બાળપણ યાદ આવી ગયું.
સુંદર અવલોકન અને એથી સુંદર રજૂઆત. એ લેખ રીડગુજરાતી પર વાંચવા માટે અહીં ક્લિક કરો.

,

Leave a Comment

Follow

Get every new post delivered to your Inbox.

Join 329 other followers