આજકાલ પ્લેજરિઝમની પાછળ બહુ બધા લોકો પડી ગયા છે અને આ પોસ્ટ પછી એ લોકોમાં મારો પણ સમાવેશ થઇ જશે.

પાછળ પડેલા બધા લોકોની મૂળભૂત ફરિયાદ એ હોય છે કે “ભાઈ/બહેન(ભેદભાવ રાખવા નથી માંગતો ખાલી ભાઈ કહી ને ;) ), તમે ક્યાંક થી ઉઠાવ્યું કેમ?”
અને ચાલો ઉઠાવ્યું તો ઉઠાવ્યું… “પણ મૂળ રચયિતા નું નામ કેમ ન લખ્યું? “.

આ લાગણી ‘દોષી’ (શ કે ષ? જો ખોટું હોય તો એના માટે કોઈ કોમેન્ટ આપી ને ખખડાવજો) સુધી પહોચાડવા લોકો કોમેન્ટ નો ઉપયોગ કરતા હોય છે અને જેના માટે કોમેન્ટ કરવામાં આવી હોય છે એ લોકો અમુક કોમેન્ટ ને ઉડાવી દે છે નહિ તો અમુક કોમેન્ટમાં ફેરફાર કરીને મુકે છે. [૧] બધો કારોબાર પોતાના જ હાથમાં જ રાખે છે ને આપણ ને બારોબાર રાખે છે.

“હાથમાં કારોબાર રાખ્યો તેં;
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.” [૨]

પછી ઈમેલથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ, અને કહીએ કે “ભાઈ/બહેન , તમે પૂછ્યું ખરું જેની આ રચના છે એને? “

તો એ લોકો પાછા આપણને સમજાવે કે:
” દરિયાનાં મોજા કંઈ રેતી ને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ? “  [૩]

પછી પાછા છેલ્લે માની જાય કે હા ભાઈ ભૂલ થઇ ગઈ પણ એમાં થયું તું એવું કે,
” મસ્ત બેખયાલી માં લાગણી આલાપીને, લો અમે તો આ ચાલ્યા”

રેફરન્સ:
[૧] કાર્તિક મિસ્ત્રીની પોસ્ટ
[૨] મનોજ ખંડેરિયા
[૩] તુષાર શુક્લ
[૪] તુષાર શુક્લ

તા.ક. -  અમે ઉઠાંતરી કરીને,  રેફરન્સ આપીને છટકી જઈએ છે.  ;)

Thakur

વિચારે બ્હેની
ઠાકુરની; રાખડી
બાંધુ, પણ ક્યાં?

-સાક્ષર

તા.ક. – ઠાકુરની બહેનનો ફોટો ન મળ્યો હોવાથી ઠાકુર નો ફોટો રાખેલ છે, ચલાવી લેવું.

એમ તો આ પહેલા પણ આ ગીત આ બ્લોગ પર પોસ્ટ કર્યુ હતુ (લિંક – જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું ), પણ એ વખતે ઓડિયો જે સાઇટ પર અપલોડ કર્યો હતો અત્યારે એ સાઇટવાળાની દુકાનને તાળા વાગી ગયા છે એટલે ફરીથી એ ઓડિયોનો ઉપયોગ કરી યુ-ટ્યુબ પર ગીતના શબ્દો સાથે(હા…અમારી એ ગેરસમજ હોઇ શકે કે કોઇને શબ્દો જોઇને ગાવુ હશે ;) ) મુકેલ છે.

(નોંધ – Listen at your own risk)

અઢી અક્ષરનો લઠ્ઠો, ને ચાર અક્ષરના અમે; (નાગરીક=4 અક્ષર)
ખોટ પડી ડોઢ અક્ષરની, તો ડોઢા થજો તમે!

ત્રણ અક્ષરની પોલીસો, આ ત્રણ અક્ષરની બ્રાઈબ,
બે અક્ષરનો ઠોલો માંગે સાત અક્ષરની પ્રાઈજ (ખાઈ-પીને જલસા=7 અક્ષર)

ચાર અક્ષરના ડારૂડીયા ઝૂલતા ખુલ્લેઆમ ફરે
ખોટ પડી ડોઢ અક્ષરની, તો ડોઢા થાજો તમે!

ચાર અક્ષરની નશાબંધીમાં વેચાય હજુય પોટલીયો
પાંચ અક્ષરના કમીશનરની ખેંચાઈ ગઈ ચોટલીયો

ત્રણ અક્ષરનું લીવર કહો ને, મીથાઈલ કેટલો ખમે ?
ખોટ પડી ડોઢ અક્ષરની, તો ડોઢા થાજો તમે!

પાંચ અક્ષરનો અશોકભટ, બે અક્ષરનો શાહ
અઢી અક્ષરનો લઠ્ઠો બનાવે અઢી અક્ષરનો શ્વાન!

ડોઢ અક્ષરનો તાળો જો મળે, તો સઘળા મરે,
ખોટ પડી ડોઢ અક્ષરની, તો ડોઢા થજો તમે.

- તેજસ ભાવસાર

નોંધ – વચ્ચે ઘસાયી ગયેલી કેસેટ જેવી ઇફેક્ટ જાણી જોઇને આપવામાં નથી આવી…એ ખામીયુક્ત કોમ્પ્યુટરનુ પરિણામ છે…
રેકોર્ડિંગમાં વચ્ચે ફોન આવતા રેકોર્ડિંગ અટકી ગયેલ તેની નોંધ લેવી…રિંગ આવવા વાળા ભાગને કાપવામાં આવેલ નથી(જો કે ફોન પરની વાતચીત ને કાપવામાં આવેલ છે)…અને એ પંક્તિ ફોન પત્યા બાદ ફરીથી ગાયેલ છે…

ચા પીતો દેડકો

” ચાની કીટલી વાળા સવારની પહેલી ચા રસ્તા ઉપર ઢોળી દે છે. પહેલી ચા ને જગ-ડખા ની ચા પણ કહે છે.”

બહુ વખત પહેલાની વાત છે. અડધી વાર્તા તો બધાને ખબર જ છે એટલે એના મુદ્દા લખી કાઢુ છુ… કોઇને ઇચ્છા થાય તો એના પર થી વાર્તા લખી લેવી…

પાર્વતીજી નો આદેશ – ગણપતિ નુ બારણે ઉભા રહેવુ – શંકર ભગવાનનુ ગણપતિ નુ મસ્તિષ્ક કાપવુ – પાર્વતીજી નો ગુસ્સો – માર્ગમાં જે પહેલુ મળે એનુ મસ્તિષ્ક લાવવાનો આદેશ( હા આદેશ…ભલે ને ભગવાન રહ્યા…પત્નીનો હમેશા આદેશ જ હોય… એ ટાઇમ થી ચાલ્યુ આવે છે)

હવે આપડા Interest ની વાત ચાલુ થાય છે:
તો ભગવાન શંકર નીકળ્યા ત્રિશુળ લઇને માર્ગમાં જે પહેલુ મળે એનુ મસ્તિષ્ક લેવા માટે(BOSS નો Order હતો ને!!!)… હવે ચાલતા ચાલતા પાર્વતીજી ના ગુસ્સા પ્રત્યે જ ધ્યાન હતુ…એટલે એવા વિચારો માં માર્ગ પર જોતા ન હતા…ત્યાં રસ્તામાં બે નિર્દોષ દેડકા(દેડકાઓ હંમેશા નિર્દોષ જ હોય છે…કોઇ દિવસ તમને દેડકો કરડ્યો છે?) રમતા હતા… એમને મહાદેવના પગની લાત વાગી…અને દુર ફેંકાઇ ગયા…અને બંનેને માથામાં બેઠો માર પડ્યો(માર હંમેશા બેઠો જ કેમ હોય છે??? કોઇ ને ખ્યાલ છે ?)… અને માથુ દુ:ખવા લાગ્યુ… અને

બંને મહાદેવને રોકવા માટે બુમો પાડવા લાગ્યા… “ઘોર અન્યાય મહાદેવ….ઘોર અન્યાય”

શંકર ભગવાનને થયુ, ” યાર આજે કોનુ મોઢુ જોયુ તુ સવારે?? એક તો ઘરે અન્યાય કરીને આવ્યો…પત્ની નુ Tension ને એમાં આ બીજા કોઇ ને અન્યાય કરી નાખ્યો “

ભગવાન રોકાયા… બંને દેડકા કહે, ” હે પ્રભો! તમે લાત મારી ને અમારુ માથુ દુખે છે, કંઇક ઉપચાર કરો.. અને હવે અમારી આખી પેઢીને માથુ દુ:ખશે”

ભગવાને કહ્યુ, ” હે દેડકાઓ…ચિંતા ન કરો…જાઓ હું તમને વરદાન આપુ છુ…(શંકર ભગવાન વરદાન આપવામાં Champion હતા…સૌથી વધારે વરદાન આપવાનો રેકોર્ડ એમના નામે છે… એમને મહાદેવ કહેવાય છે એનુ એક કારણ એ પણ છે)…કે દરેક ચા વાળો પહેલી ચા તમને પાશે… જેથી તમારી આવનારી દરેક પેઢીમાં કોઇને માથાનો દુ:ખાવો નહિ થાય.”

બંને દેડકાઓ એ કહ્યુ, ” પણ અમે મોટાભાગનો સમય તો જમીન ની અંદર હોઇએ છે શીતનિંદ્રામાં…”

ભગવાન ઉવાચ , “હે દેડકાઓ… ચિંતા ન કરો…ચા વાળો પહેલી ચા જમીન પર ઢોળશે…અને તમે શીતનિંદ્રા દરમિયાન જમીનમાં પણ ચા મેળવી

શકશો..”

એક દેડ્કો બોલ્યો: “Thank you ભગવાન. પણ Excuse Me …તથાસ્તુ તો બોલો.”

ભગવાન : ” તથાસ્તુ “

અને ત્યારથી ચા વાળો પહેલી ચા જમીન પર ઢોળે છે.

હા અને પેલા બે દેડકાઓ નુ નામ હતુ : “જગ” અને “ડખો”
એટલે પહેલી ચા ને “જગ-ડખા” ની ચા કહે છે…


(નોંધ – વાર્તામાં આવતા “અમુક” પાત્રો અને તમામ ઘટનાઓ કાલ્પનિક છે. તેમની કોઇ પણ જીવીત કે મૃત વ્યક્તિ,દેડકા કે ઘટના સાથે થતી સમાનતાને માત્ર એક સંયોગ ગણવો)

સોબત કરતાં પુસ્તકની બે બાજુનું માન:
વાંચો તો બનો “સાક્ષર” , ને ઉંચકો તો સલમાન-ખાન.

- દળદાર પુસ્તકો ડમ્બેલ તરીકે વાપરી સલમાન ખાન બનવાનો પ્રયાસ કરતો નામનો “સાક્ષર”
“હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણુ ;)

(પ્રેરણાસ્ત્રોત – સોબત કરતાં શ્વાનની…)

બઘવાઇ જવાય એવી એક વાત થઇ છે,
અરીસામાં કોઇ બીજા સાથે મુલાકાત થઇ છે;
ધીરે ધીરે આખો ધોળિયો થઇ જઇશ,
હમણા તો વાળથી શરુઆત થઇ છે.

(સવારે ઉઠીને અરીસામાં કાળા વાળની અંદર સફેદ વાળ જોતા આવેલો વિચાર)

- સાક્ષર

*******************************************************

(ADDED after comment by Nare Mistry)

  • I came here(USA) to do my Masters in Computer Science. So, since I came here, my friends in INDIA tease me like “તુ USA જઇને ધોળિયો થઇ જવાનો છે”…so this is like reply to that…
  • “How can you say of other person? its your image only! “
    ગઇકાલે સવારે અરીસામાં જોયુ તો જે માણસ જોયો તો એના માથામાં સફેદ વાળ નહોતા…અને આજે જેને જોઉ છુ એના માથામાં સફેદ વાળ છે… એ રીતે “other person”…

################
નોકરી હોય કે કોલેજ બધે જ ક્રિકેટ ચર્ચીએ છે;
ઇંટરનેટ પર બેઠા હોય તો લાઇવ મેચની લિંકો સર્ચીએ* છે;
20-20 મેચ આવી છે ત્યારથી થોડો સમય બચ્યો,
પહેલા આઠ કલાક બગાડતા’તા હવે 3 કલાક ખર્ચીએ છે.

*Searchવું – શોધવુ
###################

(સમય- 20-20  ક્રિકેટવર્લ્ડકપ પછી , સ્થળ – પાનનો ગલ્લો )

બહુ જ મોટે થી બોલીને રમેશે તો મને ડરાવ્યો,
“સાલા જાડેજાએ આખો વર્લ્ડકપ હરાવ્યો”

મેં કીધુ “કેમ એને એકલાને ગાળ આપે છે યાર,
એ તો એક કારણ હતુ બીજા પણ હતા કારણ ચાર.

આપણી બોલિંગ,બેટીંગ, ફિલ્ડીંગ ને કપ્તાન.
આવા ધોની જેવા હોય તો કોણ આપે માન? “

દ્રઢપણાના ભાવોયુક્ત રમેશ બોલ્યો પાન ભરેલા ગાલથી,
“બોસ ભારતની મેચો જોવાની બંધ આવતીકાલથી”
—–
ઇંડિયા-વેસ્ટઇંડિઝ પહેલી વન-ડે પછી રમેશના ફોનથી પડી સવાર,
પહેલુ જ વાક્ય ફોન પર સાંભળ્યુ, “આપડે કહીએ એટલે ઇંડિયા જ જીતે યાર”

- સાક્ષર

હજારો ખ્વાહિશો એવી કે દરેક ખ્વાહિશ પર દમ નીકળે;
સ્કુલમાં એડમિશન મળી જાય એવા આ નેનકાના કરમ નીકળે.

500 રુપિયાનુ એડ્મિશન ફોર્મ હતુ ત્યાં સુધી ઠીક હતુ,
એની સાથે આ બીજા 1000 રુપિયાના Hidden Charges ચ્યમ નીકળે?
હજારો ખ્વાહિશો એવી…

બાટલીમાં ઉતારવાની કળા તો કોઇ આ સ્કુલ વાળા પાસે શીખે,
વાતો સાચી છે એમ મનાવવા, દરેક વાતે, ‘મા કસમ’ નીકળે.
હજારો ખ્વાહિશો એવી…

છોકરો એની રીતે સારુ ઇંટર્વ્યુ આપી દે, અને બાપા
ઇંટર્વ્યુમાં Fail થાય ત્યારે, વર્ષોનો બધો અહમ નીકળે.
હજારો ખ્વાહિશો એવી…

છાશ સમજીને ફુંક મારવાનો વિચાર ટાળ્યો હોય,
ને પહેલો ઘુંટડો ભરો ને એ ગરમ નીકળે.
હજારો ખ્વાહિશો એવી…

(મિર્ઝા ગાલિબની “હઝારો ખ્વાહિશે ઐસી” પરથી પ્રેરિત)

છેલ્લી પંક્તિ -
“દુધ નો દાઝ્યો છાશને ફુંક મારીને પીવે” પણ ડાયરેક્ટ છાશથી દાઝે એનુ શું?
છેલ્લી પંક્તિમાં કોઇ સ્કુલને સારી સમજી બાબાનુ એડમિશન લઇ લીધુ હોય અને પછી સારી ના
નીકળે એ દર્શાવવા કવિ એ ગરમ છાશ ની ઉપમાનો ઉપયોગ કર્યો છે.
(ગરમ છાશની ઉપમા?? કોઇ વાનગીનુ નામ લાગે છે નહિ?? )

એક કિડિ – ગોળ નો રવો – ગોળ નુ અભિમાન કે તુ આટ્લો મોટૉ રવો નહિ લઇ જઇ શકે – ધિમે ધિમે રોજ ટુક્ડે ટુકડે ગોળ લઇ જવો – ગોળ નુ અભિમાન ચુરચુર – બોધ

એક કીડી હતી. તેનુ નામ ઝીણી હતુ.(હા આવા બધા જ નામ હોય એ લોકોમાં) એ એક “ગોળલાવો લિમિટેડ” કંપનીમાં કામ કરતી હતી. કંપનીના નામમાં જ લિમિટેડ હતુ. બાકી કામ તો અનલિમિટેડ હતુ. બધી કામદાર કીડીઓ બિચારી મોટા મોટા ગોળના રવા ઉચકીને થાકી જતી હતી. એક દિવસની વાત છે, ઝીણી કામ પર ગઇ, એ દિવસે એ ઘરમાં દાળ બની રહી હતી અને ગૃહિણીથી ભુલથી ગોળનો મોટો રવો બહાર પડી ગયો. એ મોટા ગોળના રવાને લાવવાનું Assignment ઝીણીને સોંપવામાં આવ્યુ. આટલુ મોટુ કામ કેવી રીતે થશે એમ વિચારીને ગોળની નજીક ગઇ અને ત્યારે જ ગોળ બોલ્યો, “તુ આટ્લો મોટૉ રવો નહિ લઇ જઇ શકે” અને આ સાંભળીને કીડીનો Confidence વધારે Down થઇ ગયો એણે પ્રયત્ન કર્યો પણ ઝીણીથી ગોળનો રવો સહેજ પણ ખસ્યો નહિ. આખો દિવસ પ્રયત્ન કર્યા પછી પણ કંઇ થયુ નહિ. સાંજે Reporting Meeting માં ઝીણીના Boss એ Submission માગ્યુ, પણ ઝીણી પાસે કંઇ હતુ નહિ. તો ઝીણી ના Boss એ ધમકી આપી ને કહ્યુ, ” હમણા Recession ચાલે છે અને આપણી કંપની ના Board Of Directors એ Cost Cutting માટે Lay-off કરવાનુ વિચાર્યુ છે. તો કાલથી બરાબર કામ નહિ થાય તો Black List માં તારુ નામ પણ આવી જશે”. આ સાંભળીને ઝીણી Tension માં આવી ગઇ અને ઘરે જઇ ને ઉંઘી ન શકી અને વિચારવા માંડી શુ કરુ શુ કરુ તો Lay-offથી બચી શકાય અને એને એક ઉપાય સુઝ્યો એ ધીમે ધીમે ટુકડા કરી કરીને ગોળ લઇ જવા માંડી અને 2-3 દિવસ માં બધુ કામ પુરુ થઇ ગયુ. ગોળ નુ અભિમાન ચકનાચુર થઇ ગયુ.

બોધ – Recession ના ટાઇમમાં Lay-offના ડરના લીધે કામદારોના કામની ગુણવત્તા સૌથી ઉચ્ચસ્તરે જોવા મળે છે.

« Previous PageNext Page »