Archive for the 'રોજબરોજ' Category

(સુરેશદાદાની પોસ્ટ ‘ચા તૈયાર છે’ – ત્રણ અવલોકન પર થી પ્રેરિત)
સ્થળ – અમારું ઘર, વડોદરા, ગુજરાત.
સમય – સવારના ૧૧
સવારનાં ૧૧ વાગ્યા છે.(“જાગ્યા ત્યારથી સવાર” ના ધોરણે) છોકરા એ ૧૨ કલાકની ઊંઘ લઇ લીધી છે એની ગણતરી કરી, મમ્મી મને ધીમે રહીને ઉઠાડે છે. પથારીમાંથી ઉઠીને આંખો ચોળતો ચોળતો હું રીમોટ શોધી ટીવી ચાલુ કરું છું [...]

આજકાલ પ્લેજરિઝમની પાછળ બહુ બધા લોકો પડી ગયા છે અને આ પોસ્ટ પછી એ લોકોમાં મારો પણ સમાવેશ થઇ જશે.
પાછળ પડેલા બધા લોકોની મૂળભૂત ફરિયાદ એ હોય છે કે “ભાઈ/બહેન(ભેદભાવ રાખવા નથી માંગતો ખાલી ભાઈ કહી ને ), તમે ક્યાંક થી ઉઠાવ્યું કેમ?”
અને ચાલો ઉઠાવ્યું તો ઉઠાવ્યું… “પણ મૂળ રચયિતા નું નામ કેમ [...]

હમણા ઇંડિયા આવ્યો અને મારો ભાઇ સભર મને 2.5 વર્ષ બાદ મળ્યો, પહેલા જે જોયો હતો અને અત્યારે 2.5 વર્ષ બાદ એના આખા બંધારણમાં બહુ જ ફરક આવી ગયો છે અને એની શક્તિ નો પરિચય એ કોઇને પણ ભેટે ત્યારે થઇ જાય છે… તો આ ઘટનાને આધારિત એક કાવ્ય મારા મગજમાં સ્ફુર્યુ તે અહીઁ પ્રસ્તુત [...]

ફોટો કર્ટસી – શ્રી લઘરવઘરભાઇ
ગબ્બર 
બોસ આપડિ જોડે નવરાત્રિ ના બહુ સારા અનુભવો નથી ગબ્બર નિ જ વાત કરીએ પેહલા અમે માટિ ખોદવા જતા તા ગબ્બર બનાવા માટે સાયકલ પાછળ કોથળો ભરાઇ ને માટિ શોધવા નિકળિ પડિએ એક વાર તો બાજુ નિ સોસાયટિ ના ગબ્બર વાળિ ટિમે ભેગિ કરેલિ માટિ ચોરી લાવ્યા તા ગબ્બર નિ આગળ [...]

આમ તો મને અને નૃત્યને રામગોપાલ વર્માની ફિલ્મ અને સારાપણા જેવો સંબંધ છે, પણ મને અને સંગીતને અમર સિંહ અને અમિતાભ બચ્ચન જેવો સંબંધ છે એટલે નવરાત્રિ મારા ફેવરેટ તહેવારો માં આવે છે. 
નાનપણનાં(બર્થ સર્ટીફિકેટ જોયુ તો લાગ્યુ કે હું મોટો થઇ ગયો!!!) થોડા સંસ્મરણોને ખંખોળુ તો એ કંઇક આ પ્રમાણે છે. પહેલા દર વર્ષે અમારી [...]

મનન ના જન્મદિવસે બનાવેલ ગીત નો વિડીઓ:

બિટ્સ – સાક્ષર
બોઁગો – ધ્ન્યાનેશ
સાઇડ રિધમ – બાબુ મોશાઇ

હમણા જ લેબર ડે વીકએન્ડ પર ન્યુ જર્સી અને ન્યુ યોર્ક જઇ આવ્યો. મ્રુગાંગ, હાર્દિક અને તીરથ ને મળવા. એ લોકો ને ત્યાં જ રોકાયો અને ૨ દિવસ ન્યુ-યોર્ક ફરી આવ્યા.
 
હવે એ લોકોનું જે હંગામી મકાન હતુ(એક મહિના માટે) એમાં એમ તો બધુ બરાબર હતું ખાલી એક તકલીફ હતીઃ રહેવાનું ત્રીજા માળે અને રસોડુ અને [...]

જવાબ તો ઉપરનાં ફોટો પરથી મળી જ ગયો છે. યુનિક્સમાં જોવા માટે ટર્મિનલ પર ટાઇપ કરોઃ
cal 9 1752
(યુનિક્સ જ કેમ ગુગલમાં પણ તપાસ કરી શકો છો)
હવે આ મહિનામાં ૧૧ દિવસ ઓછા હોવાનું કારણ જોઇએ. સપ્ટેમ્બર ૧૭૫૨ એ સમય હતો જ્યારે ગ્રેટ બ્રિટન રોમન જુલિયન કેલેન્ડરથી ગ્રેગોરિયન કેલેન્ડર તરફ વળ્યું. જુલિયન કેલેન્ડર ગ્રેગોરિયન કેલેન્ડરથી ૧૧ દિવસ [...]

હમણા જ જીગ્નેશભાઇ અધ્યારુંનાં બ્લોગ પર ભણાવવું એટલે શું? પોસ્ટ વાંચી, તો એના પરથી એક અમેરિકન સ્લેમ પોએટ ટેલર માલીની શિક્ષકો પર લખેલી એક સ્લેમ પોએમ યાદ આવી ગઇ. તો એ પોસ્ટ કરુ છુ.

He says the problem with teachers is, “What’s a kid going to learn
from someone who decided his best [...]