Archive for category કવિતાઓ

મારા વિચારો, અમદાવાદી ભાષામાં!

 

(Title Credit: Kartik Mistry’s Blog title)
(અમદાવાદી શબ્દભંડોળ વધારનારા મારા ખાસ અમદાવાદી મિત્રો મૃગાંગ, મનન, કુશ, (અધીર, બધીર, લઘરવઘર) અમદાવાદી અને બાકી બધા અમદાવાદીઓને સમર્પિત)

રીમોટનાં કવર સાથે ટીવી મફતમાં માગે છે;
બોસ, મને તો આ પાર્ટી અમદાવાદી લાગે છે.

ઇનામની કુપન માટે બે-બે છાપા સ્પેશ્યલ બંધાવે;
અમુકવાર કલર કરે છે, પણ અમુકવાર આવી નોંધાવે.

ઠોલો  જ્યારે પકડે તો કરે કમિશ્નરના છેડા અડાડી  જુગાડ,
રોંગ સાઈડમાં ગાડી ઠોકે ને પછી કહે સામેવાળાને લબાડ.

ટ્રાફિકમાંથી નીકળ્યા પછીય એના થાય છે દાવ;
કા તો  ભૂવામાં પડે, કા તો  ગાય ને જઈ ભટકાય.

કોઈ અમદાવાદી આવીને આમ કહે એની પહેલા કવિતા રોકું છું;
“હારા ટોપા, વડોદરાનો થઇ ને અમદાવાદની સફ્ફાઈ ઠોકું છું.”

- સાક્ષર
(Born in Ahmedabad, Brought up in Vadodara)

——

તા.ક. -

——

- Happy b’day Kush!

-

એમ તો અમે કોઈ ગુણગાન નથી ગાયા બોસ,
જરૂર કરતા થોડા વધુ થયા છે દોઢ ડાહ્યા બોસ,
“વાહ વાહ” કે “મુકરર” નહિ કહો તો ચાલશે;
બસ એક વાર એટલું કહી દો, “લાયા બોસ”.

-

13 Comments

સભર રીલોડેડ

ગયા વખતે ઇન્ડિયા ગયો હતો ત્યારે મારા નાના(?) ભાઈ સભર માટે એક કવિતા લખી હતી.
એ વખતે સભર મોટી સાઈઝમાં ઉપલબ્ધ હતો અત્યારે એ સાઈઝનો ઉપયોગ કેવી રીતે કરે છે એની કવિતા.

(છંદ- ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા)

બે-ત્રણ ગુંબા મારીને એ દાંતો આડા પાડે છે,
ગાલોમાંએ એવી રીતે મોટા ખાડા પાડે છે.

ઘોડા જેવો છે એ તોયે ઘોડા માટે માન નથી ,
ઘોડાને ટંગડી મારીને ઘોડાગાડા પાડે છે.

કરોળિયા પણ બઘવાયા’તા જ્યારે એણે શ્વાસ લીધો,
કોણે અમને ખેંચ્યા બાપુ, આ કોણ જાળા પાડે છે?

જંગલમાં એ જાતો ત્યારે વાનરને મારી લાફો
કાનો મરડી પૂછે કે, “કેમ મારા ચાળા પાડે છે?”

- સાક્ષર

———————————
તા.ક. -
———————————

પગ વચમાં લાવી દીધો અમે ય કેવા ચક્રમ નીકળ્યા;
યોર્કર અમને ફાવે નહિ , અને એ પણ પાછા અક્રમ નીકળ્યા.

, ,

6 Comments

એપ્રિલફૂલ કવિતા

,

5 Comments

એક શુક્રવારની દિનચર્યા

૨ એસાઈનમેંટ, ૧ પ્રોજેક્ટ સબમીશન અને એક એક્ઝામ છે સોમવારે;
ત્રણ જ દિવસમાં આટલું બધું કેવી રીતે થશે અને થશે ક્યારે?

આમ વિચારીમેં પ્રોજેક્ટ કરવા લેપટોપ કર્યું ચાલુ;
પણ મનમાં વિચાર ચાલ્યા,”દર વખતે આવું કેમ થાય સાલું?”

શું મને ટાઈમ મેનેજમેંટ કરતા નથી આવડતું?
કે હું બસ મજા જ કરી ખાઉં છું કામ રાખી ને પડતું?

આવા વિચારોના સમાધાન રૂપે ગુગલમાં “ટાઈમ મેનેજમેન્ટ આર્ટીકલ્સ” સર્ચ્યા,
પછી ટાઈમ મેનેજમેન્ટ પર ૧૨ આર્ટીકલ વાંચવામાં બે અઢી કલાક ખર્ચ્યા.

ટાઈમ મેનેજમેન્ટનું બધું જ જ્ઞાન મેળવી પાછો પ્રોજેક્ટ તરફ વળ્યો;
એટલામાં ટાઈમપાસ કરવા મગજ ને બીજો વિચાર મળ્યો.

ફેસબુક પર જઈને લખ્યું “Very busy day ahead”
પછી થયું સ્ટ્રેસ ઓછો કરવા એકાદ-બે ગેમ રમી નાખું હેંડ.

ગેમમાં બીજા બે કલાક નીકળી ગયા ખબર પણ ના પડી,
પછી એક્ઝામનું ટેન્શન આવ્યું ત્યારે ચોપડી પકડી .

એક પેજ વાંચ્યું ને થયું કે એસાઈનમેંટ માટે એક્સ્ટેન્શન માંગી લઉં,
પ્રોજેક્ટ પહેલા પતાવી દઉં અને પછી પૂરું એક્ઝામ પર ધ્યાન દઉં.

એક્સ્ટેન્શન માટે પ્રોફેસરને ઇમેલ કર્યો અને વિચાર્યું પ્રોફેસર શું કહેશે?
એમ તો strict છે પણ જોઈએ એક્ઝામ છે એટલે કદાચ ચાલવી લેશે.

પ્રોફેસરના જવાબની રાહ જોતા બેઠા રહેવા કરતા,
મને થયું મંદિર જઈ આવું તો મળે થોડી સફળતા.

મંદિર જઈ, દર્શન કરી, પ્રસાદ લેતા વિચાર્યું જમવાનું શું કરશું?
જમવાનું બનાવવામાં ટાઈમ બગાડવા કરતા, બહાર જમી લઉં કશું.

ડીનર કરીને ઘેનવાળી હાલતમાં ઘરે જઈ ફરી પાછુ પકડ્યું ચોપડું,
આ બાજુ “You will not get extension” ના ઇમેલથી પ્રોફેસરે સંભળાવ્યું રોકડું.

ઊંઘમાં વાંચવા કરતા થયું નાનું ઝોકું લઇ ફ્રેશ થઇ જાઉં લાવ,
નાનું ઝોકું થોડું વધારે મોટું થઇ ગયું, ને મારા થઇ ગયા દાવ.

૨ એસાઈનમેંટ, ૧ પ્રોજેક્ટ સબમીશન અને એક એક્ઝામ છે સોમવારે;
બે જ દિવસમાં આટલું બધું કેવી રીતે થશે અને થશે ક્યારે?

- સાક્ષર

તા.ક. -
Procrastination (લાસરિયાપણું) વિષેની આ કવિતા આવું જ્યારે થયું ત્યારે લખવાની ઈચ્છા હતી, (આજથી દોઢ વર્ષ પહેલા). પહેલી બે લીટી લખેલી હતી અને ડ્રાફ્ટમાં પડી હતી, બાકીની આજે પૂરી કરી. કારણ – લાસરિયાપણું.
Procrastination ના સમાધાન માટે કોઈ પ્રેરણાત્મક ચોપડી, આર્ટીકલ કે લેકચરની જરૂર નથી, તેનું સમાધાન આ ત્રણ શબ્દોમાં રહેલું છે: Nike નું સ્લોગન: “Just Do It”
(નોંધ – આ પોસ્ટ Nike દ્વારા sponsored નથી :p )

,

8 Comments

ઉત્તરાયણ હાઈકા

બે લચ્છીઓ,
એક પીલ્લું બનતા
પડેલી ગુંચ.

ઝંડુ છે ભઈ,
પતંગ પકડે બી
અને ફાડે બી.

એન્ટેના -> હાથી?
કાં તો પતંગ ઝાલે,
કાં તો ફીરકી.

સારી પતંગ,
કિન્ના ય પરફેક્ટ;
પવન નહિ.

સાંકળ “આઠ”,
“આઠસો” હોત તોય
દત્તિ પડત.

આ સાલ પણ
આખી ઉત્તરાયણ
ગૂંચો ઉકેલી.

- સાક્ષર

તા.ક. -
૧. આ વખતે બે લાઈનની વચ્ચે પણ લખવા નો પ્રયત્ન કર્યો છે, તમે વાંચવાનો પ્રયત્ન કરજો.
૨. મુકેલ ઈમેજમાં જે દેખાય છે એને દત્તિ જ કહેવાય કે બીજું કંઈ એવો પ્રશ્ન થયો હતો ? ગુજરાતીલેક્સિકોન સહમત થયું, પણ ગુગલમાં “દત્તિ” સર્ચ કર્યું તો ખાલી ૪ એન્ટ્રી મળી. (એ પણ રીલેટેડ નહિ)
3. ઉત્તરાયણ પર વધારે હાઈકા બનાવવા માટે પ્રેરવા બદલ બીરેન કાકાનો આભાર. :)

, ,

6 Comments

કાયપો છે (હાઇકુ)

પક્ષીને થયું:
“ચાલ, પતંગ કાપું”
પક્ષી કપાયું.

- સાક્ષર

આની પહેલા ઉત્તરાયણ વિષે:
૧. કે યાદ કરું છું ઉત્તરાયણ
૨. કપાયેલા પતંગની આત્મકથા

તા.ક. -

“I always wonder why birds choose to stay in the same place when they can fly anywhere on the earth, then I ask myself the same question.”
― Harun Yahya

, ,

4 Comments

નિર્દોષ?

આખો દિવસ ભીંતો ચણ્યા બાદ મળેલા
૫૦ રૂપિયા ફાટેલા ખમીસના ખિસ્સામાં મૂકી,
વિચારોમાં પોતાના સપનાઓની ભીંતો ચણતો ચણતો
એ જતો હતો અને એકવાર ખાતરી કરવા ખીસામાં હાથ નાખ્યો,
પણ ખિસ્સું પણ એના નસીબ જેવું નીકળ્યું, ફાટેલું.
પાછળ ફરીને જોયું તો બે ડગલા પાછળ શેઠનો ત્રણ વર્ષનો દીકરો
૫૦ની નોટને ફાડી ને હસતો હસતો રમતો હતો.
બાળકની નજીક જઈને પોતાની મહેનતને ધૂળમાં મળેલી જોઈ,
એ રડવા લાગ્યો.
આ જોઈને શેઠના દીકરાએ,
એની આંખો લુછી અને
મમ્મી એ ગઈ કાલે શીખવાડ્યું હતું એમ
કાલી-ઘેલી ભાષામાં કહ્યું,
“ખોટું લાગ્યું? ઘલે જઈને બે લોટલી વધાલે ખાઈ લેજે”
- સાક્ષર

તા.ક. – આ પોસ્ટ કરતી વખતે મને યાદ આવ્યું કે આ ત્રીજી પોસ્ટ છે જેમાં ઈમેજમાં રૂપિયા છે… (પહેલી અને બીજી)

, ,

4 Comments

અફ”સોસ”

(કંપની કેફેટેરીયામાં થાઈ ફૂડ લેતી વખતે અને લીધા પછી)

લેબલ જોયું અને થયું કે આ સોસ આપડું શું ઉખાડી લેશે ,જો હું નાખું અગર?
આપણે તો મસાલાઓના દેશથી છીએ આ થાઈ લોકો ને શું ખબર?

એમ વિચારીને એક ચમચી ભરી ને એ સોસ નાખ્યો;
અને પછી ભાત સાથે મિક્ષ કરીને હું ટેબલ તરફ ભાગ્યો.

ટેબલ પર બેસી અને જેવી પહેલી ચમચી મોઢા માં નાખી;
આખા મોઢામાં જોરદાર અગ્નિજ્વાળાઓ ભભૂકવા લાગી.

ગળામાં અગ્નિ, કપાળ પર પાણી, આંખો આકાશ તરફ અને મારી તો હવા નીકળી ગઈ આખી,
પંચમહાભૂતોનો અનુભવ થવામાં હવે ખાલી ભોંય પર પડવાનું હતું બાકી.

પછી ૨ ગ્લાસ પાણી, ૫ ચમચી ખાંડ અને ૨ વાટકી દહીં.
દહીં આજે જેટલું રૂડું લાગ્યું એટલું કોઈ દી’ લાગ્યું નહિ.

મારા આ અનુભવથી તમે પણ બાંધી લેજો એક ગાંઠ;
લેબલ માર્યું હોય, “Extremely Hot*”, તો માનવી એમની વાત .

- સાક્ષર

* અહી Hot= તીખું

તા.ક. -

૧. પ્રસુન જોશી એ ગમે ઈ વિચારી ને લખ્યું હોય, મને તો તીખું લાગ્યું ને આ ગીત સુજ્યું:
એ સાલા,
અભી અભી હુઆ યકીન;
કે આગ હૈ મુજમેં કહીં;
હુઈ સુબહ મેં ચલ ગયા,
સુરજ કો મેં નિગલ ગયા
રૂબરૂ રોશની હૈ…

૨. આ અનુભવ પછી સ્પેશ્યલી સોસનું નામ પૂછવા ગયો.
“What is the name of this sauce?”
Sambal
“Ohh Sambal”
બસ ત્યારે છેલ્લી વખત સોસનું નામ લીધું.

,

8 Comments

મુશળધાર Rain – ગુજLish કવિતા

ઇન્ટરવ્યુના દિવસે સવાર સવારમાં જ થઇ ગયો ત્રાસ;
I think my wisdom went somewhere to eat grass.

પહેરીને નીકળ્યો હતો સરસ મજાનું શર્ટ ઈમ્પોટેડ;
In rain, my new shirt’s bed got rotated.

પાછો આવ્યો, શર્ટ બદલ્યું, ને ફરી પાછો છત્રી લઇને નીકળ્યો;
my mind became yogurt when my umbrella became crow.

પછી તો ફાટી છત્રી ને છત્રી પરનું વોરંટીનું લેબલ;
The rain was not predicted to be so unગોંઠેબલ;

પછી ત્યાંથી નીકળ્યો આગળ હું પલળેલા કુકડાની માફક,
everything was alright but then came a truck;

ઉછાળ્યો કાદવ મારી પર અને બચ્યું હતું એ બધું પલડી’ગ્યું ;
after all this headache, finally i reached for the interview.

ત્યાં ઓફીસ ની બહાર આવીને આમ બોલ્યા એક બહેન ;
Interview is cancelled today, because of rain.

આટલું કર્યા પછી, અહી પહોચ્યા પછી, હું આટલું જ બોલ્યો એમની આગળ;
In taking interview today, what goes of your father?

- સાક્ષર

તા.ક. – હું જ્યાં રહું છું ત્યાંનું આવનારા ૫ દિવસનું હવામાન…

, ,

12 Comments

આવ્યા છો તો હખણા થઇ ને રહો…

બે પ્રકારના બાળકો હોય છે: ડાહ્યા અને તોફાની બારકસ. ૯૩% બાળકો તોફાની બારકસ હોય છે અને ગુજરાતી સાહિત્યમાં અત્યારે જે હાલરડાઓ ઉપલબ્ધ છે એ બાકીના ૭% બાળકો માટે જ હોય છે. મોટા વર્ગને અન્યાય થઇ રહ્યો છે, એ અન્યાયની વિરોધમાં આ પ્રથમ પગલું છે…

(પહેલી પંક્તિ અને પ્રેરણા માટે આભાર – બધિર અમદાવાદી; બાકીની પંક્તિઓ માટે આભાર – લોકગીત)

તમે મારા દેવના દીધેલ છો,
તમે મારા દિવેલ પીધેલ છો!
આવ્યા છો તો હખણા થઇ ને રહો…

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;
મા’દેવજી તમે જ કો’ આ મારી કયા જનમની ભૂલ !

તમે મારું ખોટું નાણું છો, કેમ કરી તમને વખાણું ક્હો?
આવ્યા છો તો હખણા થઇ ને રહો…

હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થાઓ ને બંધ કરાવો આના ખેલ.

તમે ખાટલે પડેલી ખોટ છો,તમે એક મોટ્ટી નોટ છો.
આવ્યા છો તો હખણા થઇ ને રહો…

- સાક્ષર

તા.ક. – હું અને મારો ભાઈ, બંનેમાંથી એક માટે “અમર થઇને રહો” અને બીજા માટે “હખણા થઇ ને રહો…” લાગુ પડે છે.

નોંધ – ટેગને જોઈને કોઈ નિર્ણય ન લેવો.

, ,

15 Comments

Follow

Get every new post delivered to your Inbox.

Join 329 other followers