Reblogged from મારા વિચારો, મારી ભાષામાં!:
* નામમાં શું રાખ્યું છે? પણ, મને મારું નામ બાળપણથી ગમે છે ;) નામ જોડે સંબંધિત થોડીક અસ્તવ્યસ્ત યાદો.
શિશુશાળામાં (ધોરણ ૨, ૩ અને ૪) હતો ત્યારે તો ઠીક હતું, પણ બોર્ડ પર તેજસ્વી વિધાર્થીઓના નામ લખેલા જોઇને મને પણ કંઇક થતું કે મારું પણ નામ ત્યાં હોય. ખેર, પછી ધ્યાનથી જોયું કે ત્યાં નામ આ રીતે લખાય છે: 'નામ પપ્પાનુંનામ અટક' હવે એવું થયું કે એક નામ લખાયું હતું, wxyz બા. abcd (જે અમારી સ્કૂલની એક તેજસ્વી સિનિયર હતી, આઇ મીન હજી છે). તરત થયું કે આપણું નામ અહીં આવે તો આની જેમ જ નામ બગડે. ચોકડી. અને, બોર્ડ પર નામ તો શું આવે? ખાક? ;) પણ, મહાભારત વાંચ્યા પછી અમને અમારું નામ ગમવા માંડ્યું. કેમ? કારણકે: કાબે અર્જુન લૂટિયો. કા.બા. મિસ્ત્રી :)
અને, જ્યારે હાજરી લેતા હોય અથવા નામ બોલાવીને કંઇક પૂછાતું હોય ત્યારે મારે બહુ ધ્યાન રાખવું પડતું. ભારતી નામ તમે ઝડપથી બોલો તો કાર્તિક બોલાતું હોય એવું લાગે. કેટલીય વાર કન્ફ્યુઝન થયું. ડચડચડચ.
પાંચમાં ધોરણ પછી મારા નવાં નામો પડવાની શરુઆત થઇ. નાનાં નાકને કારણે ચીની, નેપાળી વગેરે નામ પ્રચલિત બન્યા (અને એકાદ તો હજીયે એ નામથી બોલાવે છે!). એકાદ વર્ષ તો અમારું ઉપનામ 'સાયન્ટિસ્ટ' પણ પડ્યું. મજાના દિવસો હતા એ તો!
અને, હવે એ જ મિ. કાર્તિક. વોટ. હા. એકાદ જગ્યાએ લોગીન નામ, kami છે, એટલું બહુ છે.







#1 by Kartik on November 14, 2012 - 11:08 pm
અશોક દવેના દીકરાનું નામ સમ્રાટ છે
#2 by gold price on December 9, 2012 - 7:21 am
પાંચમાં ધોરણ પછી મારા નવાં નામો પડવાની શરુઆત થઇ. નાનાં નાકને કારણે ચીની, નેપાળી વગેરે નામ પ્રચલિત બન્યા (અને એકાદ તો હજીયે એ નામથી બોલાવે છે!). એકાદ વર્ષ તો અમારું ઉપનામ ‘સાયન્ટિસ્ટ’ પણ પડ્યું. મજાના દિવસો હતા એ તો!
#3 by Manan Mehta on April 1, 2013 - 8:57 pm
Awesome Sakshar !! Majja aavi gai vanchvani.