(Title Credit: Kartik Mistry’s Blog title)
(અમદાવાદી શબ્દભંડોળ વધારનારા મારા ખાસ અમદાવાદી મિત્રો મૃગાંગ, મનન, કુશ, (અધીર, બધીર, લઘરવઘર) અમદાવાદી અને બાકી બધા અમદાવાદીઓને સમર્પિત)
રીમોટનાં કવર સાથે ટીવી મફતમાં માગે છે;
બોસ, મને તો આ પાર્ટી અમદાવાદી લાગે છે.
ઇનામની કુપન માટે બે-બે છાપા સ્પેશ્યલ બંધાવે;
અમુકવાર કલર કરે છે, પણ અમુકવાર આવી નોંધાવે.
ઠોલો જ્યારે પકડે તો કરે કમિશ્નરના છેડા અડાડી જુગાડ,
રોંગ સાઈડમાં ગાડી ઠોકે ને પછી કહે સામેવાળાને લબાડ.
ટ્રાફિકમાંથી નીકળ્યા પછીય એના થાય છે દાવ;
કા તો ભૂવામાં પડે, કા તો ગાય ને જઈ ભટકાય.
કોઈ અમદાવાદી આવીને આમ કહે એની પહેલા કવિતા રોકું છું;
“હારા ટોપા, વડોદરાનો થઇ ને અમદાવાદની સફ્ફાઈ ઠોકું છું.”
- સાક્ષર
(Born in Ahmedabad, Brought up in Vadodara)
——
તા.ક. -
——
- Happy b’day Kush!
-
એમ તો અમે કોઈ ગુણગાન નથી ગાયા બોસ,
જરૂર કરતા થોડા વધુ થયા છે દોઢ ડાહ્યા બોસ,
“વાહ વાહ” કે “મુકરર” નહિ કહો તો ચાલશે;
બસ એક વાર એટલું કહી દો, “લાયા બોસ”.
-







#1 by pinaldave on મે 15, 2012 - 12:41 am
Excellent read!
#2 by Sharmilee patel on મે 15, 2012 - 1:24 am
superb…!! enjoyed…!!
#3 by બગીચાનો માળી on મે 15, 2012 - 1:52 am
લાયા બૉસ્સ….
#4 by haahaakar on મે 15, 2012 - 12:44 pm
સફ્ફાઈ ઠોકું છું લોલ્ઝ !
#5 by Envy on મે 15, 2012 - 7:30 pm
લાયા બૉસ્સ……hahaha
#6 by lagharvagharamdavadi on મે 15, 2012 - 10:57 pm
ઘણી વાર હુ વિચારો અને કુદરતી હાજત પણ રોકુ છુ
પણ જ્યારે પણ અમદાવાદ પર લખુ ત્યારે બોસ સફાઇઠોકુ છુ
#7 by sapan99 on મે 15, 2012 - 11:14 pm
@ સાક્શરભાઈ….
વાહ પાલ્ટી… લાય હો બોસ….
@ લઘુભાઈ…
excellent comment….
#8 by Heena Parekh on મે 15, 2012 - 11:53 pm
જબરું લાયા બોસ.
#9 by HITENDRA pANCHAL on મે 16, 2012 - 3:17 am
100 % TRUTH. AMDAVADI R LIKE YOUR THOUGHTS…
#10 by urvish kothari on મે 17, 2012 - 12:35 pm
પાર્ટી, આ તો અમદાવાદી બોલીનો સખ્ખત દાવ કરી નાખ્યો.
#11 by Nisarg Rami on મે 18, 2012 - 12:33 am
લાયા બૉસ્સ … good one saaki
#12 by બીના on મે 22, 2012 - 2:25 pm
વાહ… “લાયા બોસ”.
#13 by pinu_outlaw on August 18, 2012 - 4:27 am
મજા પડી ગય હો બાકી
#14 by yuvrajjadeja on September 26, 2012 - 3:10 am
જોરદાર
#15 by Dipen Shah (@dipendshah) on November 29, 2012 - 2:00 pm
laya ho boss!