ગયા વખતે ઇન્ડિયા ગયો હતો ત્યારે મારા નાના(?) ભાઈ સભર માટે એક કવિતા લખી હતી.
એ વખતે સભર મોટી સાઈઝમાં ઉપલબ્ધ હતો અત્યારે એ સાઈઝનો ઉપયોગ કેવી રીતે કરે છે એની કવિતા.
(છંદ- ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા)
બે-ત્રણ ગુંબા મારીને એ દાંતો આડા પાડે છે,
ગાલોમાંએ એવી રીતે મોટા ખાડા પાડે છે.
ઘોડા જેવો છે એ તોયે ઘોડા માટે માન નથી ,
ઘોડાને ટંગડી મારીને ઘોડાગાડા પાડે છે.
કરોળિયા પણ બઘવાયા’તા જ્યારે એણે શ્વાસ લીધો,
કોણે અમને ખેંચ્યા બાપુ, આ કોણ જાળા પાડે છે?
જંગલમાં એ જાતો ત્યારે વાનરને મારી લાફો
કાનો મરડી પૂછે કે, “કેમ મારા ચાળા પાડે છે?”
- સાક્ષર
———————————
તા.ક. -
———————————
પગ વચમાં લાવી દીધો અમે ય કેવા ચક્રમ નીકળ્યા;
યોર્કર અમને ફાવે નહિ , અને એ પણ પાછા અક્રમ નીકળ્યા.








#1 by Kartik on April 6, 2012 - 12:32 am
આ કવિતા પછી તેણે તમારા દાંત પાડ્યા કે નહી?
#2 by Biren Kothari on April 9, 2012 - 11:07 am
તમારા વિષે (તમારા) વડવાઓને આદિકાળથી કહેતા સાંભળ્યા છે કે એકના હાથ ચાલે છે ને બીજાની જીભ ચાલે છે. સાક્ષર, તારી જીભને બદલે હાથ આ રીતે ચાલે, અને એ પછી સભરના તારી પર હાથ ચાલે, તો પછી યાર, તમારી વચ્ચે યોજાનારી સમાધાન મીટીંગમાં હું હાજર નહીં રહું. (કેમ કે, સભર અમારાથી ભૌગોલિક રીતે વધુ નજીક છે.)
#3 by saksharthakkar on April 9, 2012 - 1:09 pm
@કાર્તિકભાઈ, બીરેનકાકા,
હું કવિતા બની ગઈ હોય તો પણ અહી આવી ને જ પોસ્ટ કરું છું, ભૌગોલિક રીતે થોડો દુર જઈને એટલે દાંત પડવાની ચિંતા નહિ… :p
#4 by ronalkanojiya on April 12, 2012 - 11:24 am
nice1 sakshar!!!! mare sabhar no reply jovo hato!!!!
#5 by saksharthakkar on April 12, 2012 - 1:16 pm
એ જો લખી ને જવાબ આપવામાં માનતો હોત તો આવી કવિતા એની પર લખવાની જરૂર જ ના પડત ને !
#6 by Vivek Thakkar on મે 19, 2012 - 1:27 am
laya boss .. sakhat ..!!!!