દૂધપાક ગઝલ

(છંદ – લગાગા લગાગા લગાગા લગાગા)

બધી બાજુઓમાં બધે ના ભગાડો;
મને જો રમાડો, બરાબર રમાડો.

નથી ફાવતા આ ગગડતાં ગગડતાં;
ટપ્પી એક પાડો, દડાને ઉછાળો.

નથી કોઈ વાનર, જનાવર નથી હું;
બધી ભીંત પરથી મને ના કુદાડો.

તમે કાચ ફોડી અને દોટ મુકો,
પછી માસીઓની, હું ખાઉં છુ ગાળો.

ચલો ઓપનીંગમાં હું આવી ગયો છું;
ઉખાડી શકો જો કશું તો ઉખાડો.

- સાક્ષર

તા.ક. –
- દરેક રમતમાં નવશિખીયા માટે ગુજરાતીમાં શબ્દ છે: “દૂધપાક”. ક્રિકેટમાં આવા દૂધપાકોને છેલ્લે બેટિંગ મળે છે, બોલ લેવા માટે ખુબ ભગાવવામાં આવે છે વગેરે વગેરે. ગુજરાતી સાહિત્યકારો અને ગઝલકારોએ હમેશા દુધપાકો અંગે દુર્લક્ષ સેવ્યું છે. તેના લીધે દૂધપાક સમાજની વધતી જતી રોષની લાગણીને ડામવાની દિશામાં એક પ્રયાસ.
- આ મારી લખેલી પહેલી ગઝલ છે અને આવી અનેક આવશે એવી આશા સાથે નવી કેટેગરી ગઝલ બનાવી છે.
- ક્યાંક છંદ તૂટ્યા હોય તો મને ગઝલક્ષેત્રનો દૂધપાક ગણી ચલાવી લેવું.

About these ads

, ,

  1. #1 by Bhumika on February 29, 2012 - 12:20 am

    ટાઈટલ વાંચી ને એમ લાગ્યું કે આજે તમે પાક કળા પર જ્ઞાન આપશો!

    પણ તમે તો સાચે કે “પાક” કાળા પર જ્ઞાન આપ્યું. દૂધપાક બનવું પણ એક કળા નઈ ?

  2. #2 by "પ્રેમ હૃદય " on February 29, 2012 - 12:53 am

    આમ તો તમે લખવાનો પ્રયાસ સરસ કર્યો છે..પણ છેલ્લા શેર ની પહેલી પંક્તિ માં “ચાલો =ગાગા થશે” આમતો મને પણ છંદ વિષે એટલો ખ્યાલ નથી પણ આ જગ્યાએ મને તમારી ભૂલ દેખાઈ એટલે મેં તમને કહ્યું .બાકી આમજ લખતા રહો….એવી દિલ થી શુભેચ્છાઓ

    • #3 by saksharthakkar on February 29, 2012 - 1:26 am

      તમારી વાત સાચી છે…ધ્યાન દોરવા બદલ આભાર… “ચલો” નું “ચાલો” થઇ ગયુ છે… સુધારી દીધું છે..

  3. #4 by હિમ્મતાસ્ય on February 29, 2012 - 1:14 am

    ભાય ભાય..

  4. #5 by Biren Kothari on March 1, 2012 - 12:05 am

    સાક્ષર, (ફારસી- ઊર્દૂ- હિન્દી- ગુજરાતી કે અન્ય જે ભાષામાં ગઝલ લખાતી હોય એવી) ગઝલના આજ સુધીના ઈતિહાસમાં આ વિષયનું ખેડાણ કરનારા તમે પહેલવહેલા છો. અભિનંદન!
    મિરઝા ગાલીબ આજે હયાત હોત તો કેટલા રાજી થાત!
    એક ફરમાઈશ કરવાની ગુસ્તાખી કરું છું. હવે આ જ પરંપરામાં ક્યારેક ‘આજીવન દૂધપાક’ પર બી એકાદ ગઝલ થવા દેજો.

    • #6 by saksharthakkar on March 4, 2012 - 4:39 pm

      :) તમારી ફરમાઈશ પર પ્રયત્ન કરવામાં આવશે.

  5. #7 by aadit301287 on March 1, 2012 - 2:27 pm

    Ghanu saras..gamyu!!!

  6. #8 by પંચમ શુક્લ on March 1, 2012 - 5:14 pm

    સાક્ષર, છંદને ખૂબ નજાકતથી અને સાચવીને રમાડ્યો છે.

    ટેકનિકલી ‘ટપ્પી’માં જોડાક્ષરના થડકાને લીધે ‘ટપપી’ એમ ‘ગાગા’ થાય પણ બોલવામાં ‘ટપી’ જેવો ઉચ્ચાર કરી એને નિભાવી શકાય.

    છંદ બાબતે, ‘દૂધપાક’ નહીં કસેલી રબડીનો જ સ્વાદ આવ્યો. પહેલા પ્રયાસે છંદની આવી સરસ જાળવણી માટે ખોબો ભરીને અભિનંદન.

    બાળગીત જેવી હળવાશ અને ટિખળને લીધે ‘બઝલ’ (બાળકની ગઝલ) જેવો માહોલ ઊભો થાય છે. છંદોબદ્ધ ગઝલો, હઝલો, વઝ્લો (વ્યંગ-ગઝલ) અને બઝલો ની રાહ જોઈશું.

    ‘વલી ગુજરાતી’ ખરેખર ખુશ થતા હશે કે ગઝલ છેક ક્યાં સુધી અને કેવા રૂપે મહાલી રહી છે.

    • #9 by saksharthakkar on March 4, 2012 - 4:42 pm

      ટેકનીકલ સમજ આપવા બદલ આભાર. આવું ઘણું તમારી પાસેથી હજુ શીખવાનું છે :)

  7. #10 by યશવંત ઠક્કર on March 3, 2012 - 6:54 am

    આ દૂધપાક ગરમીની ઋતુમાં ઠંડક આપનારો છે.
    ધન્યવાદ.

  8. #11 by ASHOK M VAISHNAV on March 4, 2012 - 12:40 am

    ‘દુધપાક’નો આ પ્રયોગ મારા માટે દુધપાકનો કોળીયો હતો.
    હજૂ ગઇ કાલે જ ગઝલના ક્ષય પર એક લેખ વાંચ્યો અને આજે આ ગઝલ વાંચવા મળી. એટલે સાવ હતોત્સાહ થવા જેવું તો નહીં જ, જોકે ગઝલ લખનારા ઓછા થઇ ગયા હોય,જે કંઇ લખાતી હોય તેમાંથી લોકપ્રિય ઓછી થતી હોય,ગઝલને લોકભોગ્ય કરવા માટેનાં વાહક માધ્યમો ઘટી ગયાં હોય [જેમ કે ગઝલ ગાયન એ ક્ષીણ થતી કળા ગણાય છે]તેવું ઘણું હોઇ શકે.હું ન તો આ વિષયનો તજજ્ઞ છું કે ન તો આ બાબતનો બહુ જાણકાર. માણ્યાંનો ગુલાલ કરતાં જરૂર આવડે, એટલે બે ઘટનાઓ વચ્ચે કોઇ કડી હોઇ શકે કે કેમ તેવો સવાલ ઉદભ્વ્યો તે અહીં સાદર રજૂ કર્યો.

    • #12 by saksharthakkar on March 4, 2012 - 5:22 pm

      આપે જણાવ્યું એમ ગઝલના ક્ષય વિષે તો મને બહુ જાણકારી નથી, પણ “અમે અ.બ.ક.” , અમે અમારાથી બનતું કરીશું.

  9. #13 by બધિર on March 4, 2012 - 1:07 pm

    ચાલો છેવટે સાક્ષરો એ મારા જેવા દૂધપાકતરફ ધ્યાન આપ્યું ખરું!
    નાનપણમાં ભરેલી ફિલ્ડીંગથી હજુ પગ દુખે છે!
    અમને ‘હઝલ’ ગમી!

    • #14 by saksharthakkar on March 4, 2012 - 4:44 pm

      લોકો કહે છે ને કે દર્દમાં થી કવિતા ઉદ્ભવે છે, અમે પણ જે ફિલ્ડીંગ ભરી છે એના પગ ના દુખાવાના દર્દમાં થી જ આ ગઝલ ઉદ્ભવી છે. તમે બી દૂધપાક અમે બી દૂધપાક.

  10. #15 by urvish kothari on March 7, 2012 - 1:55 pm

    Hilarious.
    The last line indicates ‘Faati Gayelo’ Dudhpaak.

  11. #16 by હેમંત પુણેકર on મે 20, 2013 - 11:37 pm

    kyaa baat saakshar majaa padi gai :)

    • #17 by saksharthakkar on મે 21, 2013 - 8:46 am

      Thank you. :) એમ તો તમે તમારી એક પોસ્ટમાં એમ કહ્યું હતું કે, “ગઝલ એ એક શિષ્ટ કાવ્યપ્રકાર છે એમાં આવા ઉલાળા-બખાળા ના કરાય.” તો પણ મેં અહીં ઉખાડો-ઉછાળો-ગાળો એવું બધું કર્યું છે તો ચલાવી લેજો ;)

  1. » દૂધપાક ગઝલ » GujaratiLinks.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,159 other followers

%d bloggers like this: