ઉત્તરાયણ હાઈકા

બે લચ્છીઓ,
એક પીલ્લું બનતા
પડેલી ગુંચ.

ઝંડુ છે ભઈ,
પતંગ પકડે બી
અને ફાડે બી.

એન્ટેના -> હાથી?
કાં તો પતંગ ઝાલે,
કાં તો ફીરકી.

સારી પતંગ,
કિન્ના ય પરફેક્ટ;
પવન નહિ.

સાંકળ “આઠ”,
“આઠસો” હોત તોય
દત્તિ પડત.

આ સાલ પણ
આખી ઉત્તરાયણ
ગૂંચો ઉકેલી.

- સાક્ષર

તા.ક. -
૧. આ વખતે બે લાઈનની વચ્ચે પણ લખવા નો પ્રયત્ન કર્યો છે, તમે વાંચવાનો પ્રયત્ન કરજો.
૨. મુકેલ ઈમેજમાં જે દેખાય છે એને દત્તિ જ કહેવાય કે બીજું કંઈ એવો પ્રશ્ન થયો હતો ? ગુજરાતીલેક્સિકોન સહમત થયું, પણ ગુગલમાં “દત્તિ” સર્ચ કર્યું તો ખાલી ૪ એન્ટ્રી મળી. (એ પણ રીલેટેડ નહિ)
3. ઉત્તરાયણ પર વધારે હાઈકા બનાવવા માટે પ્રેરવા બદલ બીરેન કાકાનો આભાર. :)

, ,

  1. #1 by Biren Kothari on January 19, 2012 - 1:59 pm

    છું સાક્ષર તું
    આટલો ‘આજ્ઞાં’કીત
    નો’તી ખબર્.

    એકે એક જોરદાર છે!
    ‘દત્તિ’ શબ્દ સાચો છે, પણ મોટે ભાગે ‘દાંતી’ કહેવાય છે. અને ચરોતરમાં ‘દોંતી’.

  2. #2 by પંચમ શુક્લ on January 20, 2012 - 8:56 am

    ઝંડુ છે ભઈ,
    પતંગ પકડે બી
    અને ફાડે બી.

    સાંકળ “આઠ”,
    “આઠસો” હોત તોય
    દત્તિ પડત.

    આ સાલ પણ
    આખી ઉત્તરાયણ
    ગૂંચો ઉકેલી.

  3. #3 by Kunjal D little angel on January 20, 2012 - 1:56 pm

    વાહ્ !!

  4. #4 by dwirefvora on January 20, 2012 - 11:21 pm

    Every1 is suparb Saksharbhai, Tamaru Magaj sachvavama aavshe varsho sudhi ane sanshodhan karvu padshe evu laage chhe.,,, really good.
    એન્ટેના -> હાથી?
    કાં તો પતંગ ઝાલે,
    કાં તો ફીરકી
    This 1 awesome…

  5. #5 by urvish kothari on January 22, 2012 - 8:52 am

    પતંગકાંડમાં મઝા પડી. પવનની શુભેચ્છા સાથેઃ-))

  1. » ઉત્તરાયણ હાઈકા » GujaratiLinks.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 307 other followers