નિર્દોષ?

આખો દિવસ ભીંતો ચણ્યા બાદ મળેલા
૫૦ રૂપિયા ફાટેલા ખમીસના ખિસ્સામાં મૂકી,
વિચારોમાં પોતાના સપનાઓની ભીંતો ચણતો ચણતો
એ જતો હતો અને એકવાર ખાતરી કરવા ખીસામાં હાથ નાખ્યો,
પણ ખિસ્સું પણ એના નસીબ જેવું નીકળ્યું, ફાટેલું.
પાછળ ફરીને જોયું તો બે ડગલા પાછળ શેઠનો ત્રણ વર્ષનો દીકરો
૫૦ની નોટને ફાડી ને હસતો હસતો રમતો હતો.
બાળકની નજીક જઈને પોતાની મહેનતને ધૂળમાં મળેલી જોઈ,
એ રડવા લાગ્યો.
આ જોઈને શેઠના દીકરાએ,
એની આંખો લુછી અને
મમ્મી એ ગઈ કાલે શીખવાડ્યું હતું એમ
કાલી-ઘેલી ભાષામાં કહ્યું,
“ખોટું લાગ્યું? ઘલે જઈને બે લોટલી વધાલે ખાઈ લેજે”
- સાક્ષર

તા.ક. – આ પોસ્ટ કરતી વખતે મને યાદ આવ્યું કે આ ત્રીજી પોસ્ટ છે જેમાં ઈમેજમાં રૂપિયા છે… (પહેલી અને બીજી)

, ,

  1. #1 by Bhumika Desai Shah on January 4, 2012 - 12:15 am

    કયું સ્માઇલી મુકું ને શું કમેન્ટ કરું …
    શબ્દો નથી!

    ખુબજ ભાવવાહી ..

  2. #2 by જીગર બ્રહ્મભટ્ટ (Jigar Brahmbhatt) on January 5, 2012 - 7:52 am

    અદભૂત લખાયું છે.
    શીર્ષકમાં ‘નિર્દોષ’ ની પાછળ કરેલું પ્રશ્નાર્થ ચિહ્ન રચના સાથે સુંદર મેળ પાડે છે.
    વાહ…..સાક્ષર ભાઈ !!!

  3. #3 by saksharthakkar on January 5, 2012 - 1:24 pm

    I’m glad that you noticed it…Not many people can see such details :)

  4. #4 by KrunalC on January 15, 2012 - 6:35 am

    અખાના છપ્પા યાદ આવી ગયા…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 307 other followers