(કંપની કેફેટેરીયામાં થાઈ ફૂડ લેતી વખતે અને લીધા પછી)
લેબલ જોયું અને થયું કે આ સોસ આપડું શું ઉખાડી લેશે ,જો હું નાખું અગર?
આપણે તો મસાલાઓના દેશથી છીએ આ થાઈ લોકો ને શું ખબર?
એમ વિચારીને એક ચમચી ભરી ને એ સોસ નાખ્યો;
અને પછી ભાત સાથે મિક્ષ કરીને હું ટેબલ તરફ ભાગ્યો.
ટેબલ પર બેસી અને જેવી પહેલી ચમચી મોઢા માં નાખી;
આખા મોઢામાં જોરદાર અગ્નિજ્વાળાઓ ભભૂકવા લાગી.
ગળામાં અગ્નિ, કપાળ પર પાણી, આંખો આકાશ તરફ અને મારી તો હવા નીકળી ગઈ આખી,
પંચમહાભૂતોનો અનુભવ થવામાં હવે ખાલી ભોંય પર પડવાનું હતું બાકી.
પછી ૨ ગ્લાસ પાણી, ૫ ચમચી ખાંડ અને ૨ વાટકી દહીં.
દહીં આજે જેટલું રૂડું લાગ્યું એટલું કોઈ દી’ લાગ્યું નહિ.
મારા આ અનુભવથી તમે પણ બાંધી લેજો એક ગાંઠ;
લેબલ માર્યું હોય, “Extremely Hot*”, તો માનવી એમની વાત .
- સાક્ષર
* અહી Hot= તીખું
તા.ક. -
૧. પ્રસુન જોશી એ ગમે ઈ વિચારી ને લખ્યું હોય, મને તો તીખું લાગ્યું ને આ ગીત સુજ્યું:
એ સાલા,
અભી અભી હુઆ યકીન;
કે આગ હૈ મુજમેં કહીં;
હુઈ સુબહ મેં ચલ ગયા,
સુરજ કો મેં નિગલ ગયા
રૂબરૂ રોશની હૈ…








#1 by Bhumika Desai Shah on December 15, 2011 - 12:06 am
@સાક્ષર
}

આભાર !
રીયલી આં અનુભવ – “હોટ છે” .. { અહી પણ હોટ એટલે તીખું !
સવાર સુધારી દીધી
#2 by Biren Kothari on December 15, 2011 - 3:07 am
આ સોસ ભારતમાં, ને ખાસ કરીને ગુજરાતમાં વેચાવા મૂકાય તો એના રેપર પર આ કવિતા (એ જ છે ને ?) છાપવાનું વિચારવા જેવું ખરું.
#3 by saksharthakkar on December 15, 2011 - 5:05 pm
હું માનું છું ત્યાં સુધી તો કવિતા જ છે પણ શાહબુદ્દીન કાકા કહે છે એમ,
“હું માનું છું ઈ તો મારા ઘરનાય નથી માનતા”
#4 by Vipul Limbachiya on December 15, 2011 - 3:13 am
મસ્ત!!!!
#5 by manmis on December 15, 2011 - 6:59 am
Sambal = “સંભાળ”!
#6 by બગીચાનો માળી on December 16, 2011 - 9:23 am
સાંભળ્યુ’તુ કે દર્દ માણસને કવિતા લખતો કરી દે છે. આજે જોઇ લીધુ….
#7 by Envy on December 17, 2011 - 6:35 am
Thai means ‘HOT’, didn’t you know this !!!
Nice post