આવ્યા છો તો હખણા થઇ ને રહો…

બે પ્રકારના બાળકો હોય છે: ડાહ્યા અને તોફાની બારકસ. ૯૩% બાળકો તોફાની બારકસ હોય છે અને ગુજરાતી સાહિત્યમાં અત્યારે જે હાલરડાઓ ઉપલબ્ધ છે એ બાકીના ૭% બાળકો માટે જ હોય છે. મોટા વર્ગને અન્યાય થઇ રહ્યો છે, એ અન્યાયની વિરોધમાં આ પ્રથમ પગલું છે…

(પહેલી પંક્તિ અને પ્રેરણા માટે આભાર – બધિર અમદાવાદી; બાકીની પંક્તિઓ માટે આભાર – લોકગીત)

તમે મારા દેવના દીધેલ છો,
તમે મારા દિવેલ પીધેલ છો!
આવ્યા છો તો હખણા થઇ ને રહો…

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;
મા’દેવજી તમે જ કો’ આ મારી કયા જનમની ભૂલ !

તમે મારું ખોટું નાણું છો, કેમ કરી તમને વખાણું ક્હો?
આવ્યા છો તો હખણા થઇ ને રહો…

હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થાઓ ને બંધ કરાવો આના ખેલ.

તમે ખાટલે પડેલી ખોટ છો,તમે એક મોટ્ટી નોટ છો.
આવ્યા છો તો હખણા થઇ ને રહો…

- સાક્ષર

તા.ક. – હું અને મારો ભાઈ, બંનેમાંથી એક માટે “અમર થઇને રહો” અને બીજા માટે “હખણા થઇ ને રહો…” લાગુ પડે છે.

નોંધ – ટેગને જોઈને કોઈ નિર્ણય ન લેવો.

, ,

  1. #1 by himmatchhayani on September 10, 2011 - 6:39 am

    vaah હખળ્ડખળ..કવિ રાજ…

  2. #2 by findjigar on September 10, 2011 - 7:46 am

    મસ્ત છે…. મને તો બંને માંથી એક માં મુકવો ક્યાં એ પ્રશ્ન છે. વિચિત્ર બાળક ની કોઈ કેટેગરી ખરી સાક્ષર સાહેબ ? :P

    • #3 by saksharthakkar on September 10, 2011 - 4:29 pm

      વાંધો નહિ તમારી જેમ ઘણા બધા બાળકોની પોતાની કેટેગરી નથી ખબર હોતી…બીજા નંબરની કેટેગરી જ ગણી લો… :)

  3. #4 by Biren Kothari on September 10, 2011 - 9:12 am

    રાજકારણમાં લઘુમતીનું તુષ્ટિકરણ કરવામાં આવે છે એવું જાણેલું, પણ આ વાંચીને પહેલી વાર ખ્યાલ આવ્યો કે સમાજકારણમાં ય આવું જ ચાલતું આવ્યું છે. સારું થયું કે તમે બહુમતીના અન્યાય સામે કદમ ઉઠાવ્યું. બાય ધ વે, તમારા અને સભરમાંથી કોના માટે ‘અમર’ અને કોના માટે ‘સખણા’ એની સ્પષ્ટતા કરવા વિનંતિ. શું છે કે કોઈ કશું ધારી લે ને તમને અન્યાય થઇ ન જાય!

    • #5 by saksharthakkar on September 10, 2011 - 4:31 pm

      અન્યાય થાય ઈ હાલે, ઓલું તો હાડકા ખોખરા થઇ જાય… સભરનું નામ લખું તો એ રાહ જોઈને જ બેઠો હોય પછી કે આવા દ્યો પાર્ટીને….

  4. #6 by envy on September 11, 2011 - 12:32 am

    Awesome Sakshar…..too good!

  5. #7 by Badhir Amdavadi on September 11, 2011 - 12:52 pm

    હડમાનજી પરસન થાઓ ને બંધ કરાવો આના ખેલ….
    આમને બિચારા ને ક્યાં આ જંજાળ માં નાખો છો?
    જો કે સોવ તો એ જ કરી શકે કારણ કે ૯૩% ના આરાધ્ય દેવ એજ હોય છે કે હોય એવું લાગે છે!

    • #8 by saksharthakkar on September 11, 2011 - 8:37 pm

      હા એ જ તો હનુમાનજી જ કંઇક મેળ પાડી શકે એવું લાગે છે…

  6. #9 by jay vasavada JV on September 11, 2011 - 4:14 pm

    ha ha ha..me badhirbhai ne puchhelu tame mara lohi peedhel chho evu kahebvay ? :P ;)

    • #10 by saksharthakkar on September 11, 2011 - 8:37 pm

      હાહા..એ પણ સારું છે… :)

  7. #11 by bhumika shah (@bhumikashah7) on September 12, 2011 - 12:58 am

    હા હા હા …
    બૌ જ જોરદાર…

    પણ કુવા માં હોય એ જ હવાળા માં આવે ને? મારી હીર બૌ તોફાન કરે ત્યારે મને એમ જ થાય કે – કયા જનમ નો બદલો લેવા આવી છે? ને મારા પપ્પા કાયમ કહેતા – જેને કોઈ ના પહોંચે એને એનું પેટ પહોંચે !

    છતાં તોફાની બારકસ સંતાનો હોવાની પણ એક એરી મઝા છે!

  8. #12 by યશવંત ઠક્કર on December 11, 2011 - 2:02 am

    આજે ફરીથી આ રચના વાંચી અને ઘરમાં બધાંને સંભળાવી. જ્યારે પણ વાંચો ત્યારે મજા પડવાની ખાતરી.

  1. » આવ્યા છો તો હખણા થઇ ને રહો… » GujaratiLinks.com
  2. નિર્દોષ? « હું સાક્ષર..
  3. » નિર્દોષ? » GujaratiLinks.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 307 other followers