“કહેવત: કુતરાઓનો સંઘ કાશીએ ન પહોંચે”
Dissection:
બહુ વર્ષો પહેલાની વાત છે. જ્યારે ભાષા નવી નવી બની હતી. તે વખતે કહેવતો બનાવવા માટે વિદ્વાનોનો એક સમૂહ રચવામાં આવ્યો હતો. “કહેવત નિર્માણ સમૂહ” (KNS). એ લોકોનો મૂળ હેતુ કહેવત બનાવવાનો હતો. કહેવત બનાવતી વખતે એ લોકો નીચેના મુદ્દા ધ્યાનમાં રાખતા:
- કહેવત એક વાક્યની હોવી જોઈએ.
- કહેવતમાં સામાન્ય વાતોથી મોટી શીખ મળવી જોઈએ.
- કહેવતમાં આજુબાજુના પર્યાવરણના તત્વોનો સમાવેશ કરવો.
ત્રીજા મુદ્દા અનુસાર KNSનાં અમુક સભ્યોની એક ટીમ પ્રાણીઓનો સમાવેશ થાય તેવી કહેવતો બનાવતા, એમાંની એક કહેવત KNSનાં જ એક સભ્ય કહેવતઅલી ખાને આ પ્રમાણે બનાવી,
“સો ઉંદર મારી બિલાડી હજ પર જાય”
આ કહેવત જ્યારે KNSની મંજૂરી માટે રજુ કરવામાં આવી ત્યારે બીનસાંપ્રદાયિકતા માટેના મુદ્દા ઉઠ્યા અને ઘણો વિરોધ થયો. પણ કહેવતઅલી ખાનને પોતાની કહેવત બહુ વહાલી હતી. તેથી તેઓએ બીજા સંપ્રદાયને અન્યાય ન થાય એ ધ્યાનમાં રાખી, એક વધુ કહેવત સબમિટ કરી.
“બિલાડીઓનો સંઘ કાશી સુધી ન પહોંચે”
આ કહેવત જ્યારે KNS સમક્ષ રજુ કરવામાં આવી ત્યારે,
“સર્વ પ્રાણી સમાન” ના સુત્રો સાથે ફરી થી વિરોધ થયો, અને કહેવતઅલી ખાન ને “બિલાડીવાદી” કહેવતખોરનું બિરુદ આપવામાં આવ્યું.
આ બિરુદથી અને વિરોધથી બચવા તેઓએ કહેવતમાં થોડો ફેર કર્યો અને પછી કહેવત બની:
“કુતરાઓનો સંઘ કાશીએ ન પહોંચે”
(કેમ ન પહોંચે એની પાછળ પાછી બીજી વાર્તા છે…. એ ફરી ક્યારેક)
નોંધ – ફોટાવાળું કુતરું કાશીનું લોક્કલ* છે એવી બેબુનિયાદ દલીલ ન કરવી. (*લોક્ક્લ – Localનું ગુજરાતી)
તા.ક. - કુતરા અને થાંભલા વચ્ચે ઉભા ન રહેવું. – બધીર અમદાવાદી







#1 by કુણાલ on March 3, 2011 - 3:48 am
#2 by sadaf on March 3, 2011 - 10:22 am
બહુ સરસ .. જો કે કહેવત હિન્દી માં બની હતી… સો ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી…આમાં ભાષા ના ઠેકેદારો પણ ઝગડી શકે છે …
#3 by saksharthakkar on March 3, 2011 - 11:18 am
હા એટલે જ કઈ ભાષા એનો ઉલ્લેખ નથી કર્યો….એ અધ્યાહાર રાખેલ છે.
#4 by praheladprajapati on March 3, 2011 - 9:20 pm
કુતરો નો સંઘ કાશીએ ન જાય એ કહેવત આપણી સરકારને લાગુ પડી શકાય ?
#5 by Narendra on March 4, 2011 - 9:12 am
wah shakshar, a vakhate jabardast lavya cho tame, taddan maulik
#6 by Ravi Parekh on March 4, 2011 - 8:03 pm
Nice!!
#7 by પરાર્થે સમર્પણ on March 5, 2011 - 12:36 am
શ્રી સાક્ષરભાઈ,
કહેવતોની ઉત્પતિ વિષે સારું સંશોધન કર્યું છે.
મઝા આવી.
#8 by himanshupatel555 on March 5, 2011 - 9:33 am
(*લોક્ક્લ – Localનું ગુજરાતી)=સ્થાનિક.
#9 by paandaan on March 18, 2011 - 9:19 am
“કુતરાઓનો સંઘ કાશીએ ન પહોંચે”
aa vaat saav saachi. ane phota maa to aikaj kootro chhe. etle aek atoolo kootro to pahonchi sake hon ke….
#10 by saksharthakkar on March 18, 2011 - 12:06 pm
પ્રેક્ષકોએ પકડી પાડ્યા…
“જાગૃત વાચકનો ખિતાબ” તમને જાય છે પાનદાન ભાઇ… (તમારું નામ બહુ
પાનદાનીખાનદાની લાગે છે)#11 by saksharthakkar on March 18, 2011 - 12:07 pm
કાશીએ પહોંચેલો કુતરાઓ નો સંઘ:
http://www.indiashots.com/2009/05/24/relaxing-at-the-ghats/