હું સાક્ષર..
Archive for March, 2011
વાર્તામાં વળાંક: કુતરું, કાશી અને કહેવત
Posted by saksharthakkar in વાર્તામાં વળાંક on March 2, 2011
“કહેવત: કુતરાઓનો સંઘ કાશીએ ન પહોંચે”
Dissection:
બહુ વર્ષો પહેલાની વાત છે. જ્યારે ભાષા નવી નવી બની હતી. તે વખતે કહેવતો બનાવવા માટે વિદ્વાનોનો એક સમૂહ રચવામાં આવ્યો હતો. “કહેવત નિર્માણ સમૂહ” (KNS). એ લોકોનો મૂળ હેતુ કહેવત બનાવવાનો હતો. કહેવત બનાવતી વખતે એ લોકો નીચેના મુદ્દા ધ્યાનમાં રાખતા:
- કહેવત એક વાક્યની હોવી જોઈએ.
- કહેવતમાં સામાન્ય વાતોથી મોટી શીખ મળવી જોઈએ.
- કહેવતમાં આજુબાજુના પર્યાવરણના તત્વોનો સમાવેશ કરવો.
ત્રીજા મુદ્દા અનુસાર KNSનાં અમુક સભ્યોની એક ટીમ પ્રાણીઓનો સમાવેશ થાય તેવી કહેવતો બનાવતા, એમાંની એક કહેવત KNSનાં જ એક સભ્ય કહેવતઅલી ખાને આ પ્રમાણે બનાવી,
“સો ઉંદર મારી બિલાડી હજ પર જાય”
આ કહેવત જ્યારે KNSની મંજૂરી માટે રજુ કરવામાં આવી ત્યારે બીનસાંપ્રદાયિકતા માટેના મુદ્દા ઉઠ્યા અને ઘણો વિરોધ થયો. પણ કહેવતઅલી ખાનને પોતાની કહેવત બહુ વહાલી હતી. તેથી તેઓએ બીજા સંપ્રદાયને અન્યાય ન થાય એ ધ્યાનમાં રાખી, એક વધુ કહેવત સબમિટ કરી.
“બિલાડીઓનો સંઘ કાશી સુધી ન પહોંચે”
આ કહેવત જ્યારે KNS સમક્ષ રજુ કરવામાં આવી ત્યારે,
“સર્વ પ્રાણી સમાન” ના સુત્રો સાથે ફરી થી વિરોધ થયો, અને કહેવતઅલી ખાન ને “બિલાડીવાદી” કહેવતખોરનું બિરુદ આપવામાં આવ્યું.
આ બિરુદથી અને વિરોધથી બચવા તેઓએ કહેવતમાં થોડો ફેર કર્યો અને પછી કહેવત બની:
“કુતરાઓનો સંઘ કાશીએ ન પહોંચે”
(કેમ ન પહોંચે એની પાછળ પાછી બીજી વાર્તા છે…. એ ફરી ક્યારેક)
નોંધ – ફોટાવાળું કુતરું કાશીનું લોક્કલ* છે એવી બેબુનિયાદ દલીલ ન કરવી. (*લોક્ક્લ – Localનું ગુજરાતી)
તા.ક. - કુતરા અને થાંભલા વચ્ચે ઉભા ન રહેવું. – બધીર અમદાવાદી
-
You are currently browsing the archives for March, 2011
Follow on Facebook
તમે અહીં આટલી વાર ભૂલાં પડ્યાં:
- 50,016 વાર
અત્યાર સુધી…
- મે 2012 (1)
- April 2012 (2)
- February 2012 (1)
- January 2012 (4)
- December 2011 (1)
- November 2011 (1)
- September 2011 (1)
- August 2011 (3)
- June 2011 (3)
- મે 2011 (1)
- April 2011 (1)
- March 2011 (1)
- February 2011 (1)
- January 2011 (3)
- December 2010 (2)
- November 2010 (2)
- September 2010 (2)
- August 2010 (3)
- July 2010 (3)
- June 2010 (1)
- મે 2010 (2)
- April 2010 (1)
- March 2010 (3)
- February 2010 (2)
- January 2010 (3)
- December 2009 (3)
- November 2009 (2)
- October 2009 (4)
- September 2009 (4)
- August 2009 (4)
- July 2009 (5)
- June 2009 (2)
- March 2009 (9)
- February 2009 (1)
- January 2009 (2)
- December 2008 (2)
- October 2008 (3)
- September 2008 (13)
- August 2008 (12)
- July 2008 (10)
- June 2008 (19)
ઈમેજ સૌજન્ય
બ્લોગ પરની દરેક પોસ્ટ પરની ઈમેજ વેબ પરથી લેવામાં આવી છે અને દરેક ઈમેજને હાઈપરલીંક કરવામાં આવી છે તેની પર ક્લિક કરતા તેના મૂળ સ્ત્રોત સુધી પહોચી શકાશે.વિષયો
accident Adhir Amdavadi Animals Anupam Aunty College Cricket Daily Stuff Fox gazal Gujarati Haiku Kite laptop Manan Media Mobile Money Mouse Moving Out Mukesh mummy Navratri Other parody Poem Poet Rain Raj Kapoor Ravi Ronal Sabhar School Shaayri Shloka Software Engineer Story Tea Tejas Translation Unemployment USA Uttarayan Video Winterઆપડે પાડેલા ફોટોz





More Photos


તમે કહ્યું