નાનો હતો ત્યારે હોડી થયું’તું, એક પાનું.
વરસાદી પાણી માં તરી રહ્યું’તું, એક પાનું.

ડસ્ટર બનીને ક્યારેક બોર્ડને ભૂસ્યું,
તો ડૂચો બની ક્રિકેટ રમ્યું’તું, એક પાનું.

ક્લાસમાં શિક્ષકની ગેરહાજરી જોઈ,
વિમાન બનીને’ય ભમ્યું’તું, એક પાનું.

અચાનક શિક્ષક આવ્યા ને પછી,
ફરિયાદ બની ઘરે ગયું’તું, એક પાનું.

ઘણીએ ઝડપથી લખવા છતાં પણ;
પરીક્ષા લખવામાં છૂટ્યું’તું, એક પાનું.

મારી શાળામાં વિધાર્થીઓ વચ્ચે;
રીઝલ્ટ બનીને લટક્યું’તું, એક પાનું.

એપ્લીકેશન પાનું, અપ્રુવલ પાનું;
કોલેજની માર્કશીટ થઇ ફર્યું’તું, એક પાનું.

પ્રેમપત્ર પાનું, કંકોત્રી પાનું,
કાળોતરી બની ને રડ્યુ’તું, એક પાનું.

જે આખી જીંદગી બનાવી દે કોઈની,
એક છોડના મૃત્યુથી બન્યું’તું, દરેક પાનું.

- સાક્ષર


તા.ક. –  SAVE TREES. GO PAPERLESS. GO GREEN.


  1. Kamlesh

    Excellent. I liked it a lot.
    It is will be on my desk board.

  2. વાહ ભૈ!

    આમતો આખો blog આ એક સુંદર સફર છે.
    પણ યાદગાર milestone, છે આ એક પાનું!

    I can see you skewing towards the serious lane! well done.

  3. i agree with Manishbhai… :)

    the lines which i liked the most are,

    અચાનક શિક્ષક આવ્યા ને પછી,
    ફરિયાદ બની ઘરે ગયું’તું, એક પાનું.

    ઘણીએ ઝડપથી લખવા છતાં પણ;
    પરીક્ષા લખવામાં છૂટ્યું’તું, એક પાનું.

    જે આખી જીંદગી બનાવી દે કોઈની,
    એક છોડના મૃત્યુથી બન્યું’તું, દરેક પાનું.

    the last verse reminds me of one urdu sher.

    chand masoom se patton ka lahoo hai “Faakir”,
    jisko mehboob ke haathon ki heena kehte hai…
    - Sudarshan “Faakir”

    really gud poem …

  4. bhai sakshar, i’m worried.
    you’ve jotted a serious gazal (sort of) with great ease and presented new refreshing context in conventional gazal style.
    Yet, there are many who write serious gazals. there are few ’sakshar’ in humour.
    best wishes for everything you want to do and actually do.

  5. amazing yaar..

    you are just too good..

  6. kantibhai Vachhani

    જે આખી જીંદગી બનાવી દે કોઈની,
    એક છોડના મૃત્યુથી બન્યું’તું, દરેક પાનું.

    બહુજ સરસ…નિરુપણ કર્યુ છે…

  7. One of your best creations!! I liked it too much!! thanks for sharing!!

    મજા પડી ગઇ હો બોસ્સ!!!!

  8. અને હા તા.ક. નો મર્મ પણ અદ્બુત..!

  9. Jignesh Shrimali

    Absolutely amazing સાક્ષર..

  10. Jignesh Shrimali

    નથી મારી પાસે પાનું, તો પણ ના રાખી શકાય છાનું,
    સાક્ષર.. શબ્દો નથી વખાણવા, તમારું આ અદભુત “પાનું”

  11. વાહ! બાળપણથી મરણને એક પાનામાં સમાવી દીધાં અને સાથે પર્યાવરણનો સંદેશ પણ આપી દીધો. બહોત અચ્છે. Very nice.

  12. મિત્ર સાક્ષર, ખૂબ ખૂબ અભિનંદન. મહેફિલમાં નવા નવા રંગો ઉમેરી રહ્યા છો અને સહુને ખુશ કરી રહ્યા છો. રચના ખૂબ જ ગમી. અને સંદેશો તો ખાસ.

  13. Narendra Mistry

    Sakshar,
    Congrats from the heart’s bottom for this wonderful,impressive,touching verse with message too, wow.
    You have many qualities like this, just keep policing it slowly and one day we can say that,
    we are reading this artist since long…
    Kudos again.

  14. ધર્મેન

    બૉસ! તમારી રચનાઓ અને તમારો બ્લોગ ક્રીયેટીવીટીથી છલકાય છે!
    ૧૦૦% જેન્યુઇન માલ અહીંયા જ જોવા મળે છે…
    તમારી રચનાઓનું વાવાઝોડું ફુંકાતુ રાખજો.

  15. બીરેન કોઠારી

    વહાલા ભત્રીજા સાક્ષર,
    તારી આ ગઝલ વાંચ્યા પછી થયું કે તારી સાથેનું જે અસલ સગપણ છે, તે જરા વેળાસર રીફ્રેશ કરી લઉં,જેથી ભવિષ્યમાં કહી શકાય કે -”એં ! સાક્ષર? એ તો ‘આપડો’ ભત્રીજો થાય. ” ( નોંધ- ઘણા લોકો પોતાના દીકરાને પણ ‘આ આપડો દીકરો’ કહીને ઓળખાવે છે. સહકારી ભાવના, યુ સી!)




Leave a Comment