(રાગ – કલ હો ન હો)

વારેઘડીએ બદલે છે રુપ જીંદગી,
ચા છે કદી તો કદી દુધ જીંદગી.
દરેક પળ આયાં(હે…. કાઠિયાવાડમાં ભુલા પય્ડા)
પેટ ભરીને ખાઓ, આજે બનાવેલુ ભોજન,
કાલે હો ન હો.

ભાવે જે તમને પુરા દિલ થી,
મળે છે એ મોટા બિલથી.
એવુ જો ક્યાંય મળે મફત,
દોડી જાઓ લેવા એ તરત.
તગારા ભરીને પેટમાં જાવા દ્યો,
આવુ મફત કાલે હો ન હો.
દરેક પળ આયાં
પેટ ભરીને ખાઓ, આજે બનાવેલુ ભોજન,
કાલે હો ન હો.

સત્યનારાયણનો પ્રસાદ લઇને,
આવે જો કોઇ થોડી વાર રહીને,
લાખ સમજાવો પાગલ પેટને;
પેટ ધરાય ખાલી ખઇને.
દુકાળમાં જો,
અધિકમાસ હોય તો?
આવો પ્રસાદ, કાલે હો ન હો.
દરેક પળ આયાં
પેટ ભરીને ખાઓ, આજે બનાવેલુ ભોજન,
કાલે હો ન હો.

-સાક્ષર

તા.ક. -
પતિ – ” ગઈ કાલે સત્યનારાયણની કથામાં થી શું શીખી ને આવ્યા? “
પત્ની – “શીરો બનાવવાની રીત.”
:)


  1. maja aavi dost…aadil mansuri ni gazal ma add karavi do..khai lo aaje pet bhari ne dosto..kale aa bhojan male na male..

  2. AMUL-Y [અમૂલ્ય] MASTI મુબારક હો !

  3. આવો પ્રસાદ, કાલે હો ન હો.Mafat ka chandan ghas be laaliya..jevu j ne ..
    સુંદર યથાર્થ કટાક્ષ કાવ્ય..સાચુ કહી દીધું છે પ્રસાદ ના નામે ભરપેટ ભોજન..પ્રસાદ્નું જ અવમૂલ્યન !!!
    અંમૂલ ના પોસ્ટર્સ ગમ્યા…

  4. Aakanksha

    તા.ક. -
    પતિ – ” ગઈ કાલે સત્યનારાયણની કથામાં થી શું શીખી ને આવ્યા? “
    પત્ની – “શીરો બનાવવાની રીત.”

    ^^
    Mast lines….. :)




Leave a Comment