‘અધીર અમદાવાદી’ એ એમનો સ્ટેટસ મેસેજ કંઇક આવો રાખ્યો હતો:

હા, ખલીલ એવું ક્શું કરીએ સૌ ચોંકી ઉઠે,

થઇ શકે તો ચાલ પરપોટામાં ગોબો પાડીએ.

તો એના પ્રત્યુત્તરમાં મેં કંઇક આવું લખ્યું:

અમને પણ આમ એક દિવસ સૌ ને ચોંકાવવાનાં અભરખા થયા’તા,
પૂછશો મા એ દિવસે કેવા ડખા થયા’તા,
હથોડી લઇને નીકળ્યા તો હતા પરપોટામાં ગોબો પાડવા;
છટકી ને પડી હથોડી પગ પર, ને લોહીલુહાણ પગરખા થયા હતા.

- સાક્ષર

તા.ક. – હું નાનો હતો ત્યારે ટ્યુશનના સર મને કહેતા હતા કે, ‘ તને સામું બોલતા સારું આવડે છે નહિ?’


  1. તા.ક. – હું નાનો હતો ત્યારે ટ્યુશનના સર મને કહેતા હતા કે, ‘ તને સામું બોલતા સારું આવડે છે નહિ?’ => તો પછી તમે સામું શું કહેતા? ! ;)

  2. Rutul Joshi

    Kya baat hai!

  3. bhishmak pandit

    હથોડિ થી ભર્યો લોહી નો ખોબો

    લોકો કહે મને ડૉબો કેમ પાડ્વા ગયો તો પરપોટા માઁ ગોબો

    બસ પતી ગઇ કવિતા હવે અહિ થોભો

  4. હથોડી લાગે છે તેવું નિર્દોષ પ્રાણી નથી.

  5. Narendra Mistry

    Sakshar, tamne samu bolta saru avde che ane bahu saru pan…lage raho.Enjoyed it very much

  6. લો ત્યારે આપણા તરફથી ગરબો…

    પરપોટે… ગોબો પાડવાને ગ્યાતા
    ઓયમારે હથોડી છટકી
    હથોડી છટકી ને પગ પર પટકી
    પગ પર પટકીને કાંઈ લોહીને અડકી
    પરપોટે.. પરપોટે.. પરપોટે.. ગોબો પાડવાને ગ્યાતા

  7. વાહ બોસ્સ વાહ!!! મજા પડી ગઇ……

  8. megha

    vaah mast chhe…..




Leave a Comment