Archive for October, 2009
નાનો હતો ત્યારે હોડી થયું’તું, એક પાનું.
વરસાદી પાણી માં તરી રહ્યું’તું, એક પાનું.
ડસ્ટર બનીને ક્યારેક બોર્ડને ભૂસ્યું,
તો ડૂચો બની ક્રિકેટ રમ્યું’તું, એક પાનું.
ક્લાસમાં શિક્ષકની ગેરહાજરી જોઈ,
વિમાન બનીને’ય ભમ્યું’તું, એક પાનું.
અચાનક શિક્ષક આવ્યા ને પછી,
ફરિયાદ બની ઘરે ગયું’તું, એક પાનું.
ઘણીએ ઝડપથી લખવા છતાં પણ;
પરીક્ષા લખવામાં છૂટ્યું’તું, એક પાનું.
મારી શાળામાં વિધાર્થીઓ વચ્ચે;
રીઝલ્ટ બનીને લટક્યું’તું, એક પાનું.
એપ્લીકેશન પાનું, [...]
એક કાગડો – પુરી નો ટુકડો લઇ ઝાડ પર બેસવુ – નિચે થી શિયાળ નુ પસાર થવુ – શિયાળ દ્રારા કાગડા ના સુરીલા કઁઠ ના ખોટા વખાણ કરવા – કાગડા ના મોઢામાથી પુરી પડિ જવિ – શિયાળ નુ પુરી ખાઇ જવુ
(વાર્તામાં કંઈ નવું ન હોવાથી ટૂંક માં પતાવ્યું છે, બાકી કાગડાની ચાંચ વિષેનું વર્ણન ૨ [...]
(રાગ – કલ હો ન હો)
વારેઘડીએ બદલે છે રુપ જીંદગી,
ચા છે કદી તો કદી દુધ જીંદગી.
દરેક પળ આયાં(હે…. કાઠિયાવાડમાં ભુલા પય્ડા)
પેટ ભરીને ખાઓ, આજે બનાવેલુ ભોજન,
કાલે હો ન હો.
ભાવે જે તમને પુરા દિલ થી,
મળે છે એ મોટા બિલથી.
એવુ જો ક્યાંય મળે મફત,
દોડી જાઓ લેવા એ તરત.
તગારા ભરીને પેટમાં જાવા દ્યો,
આવુ મફત કાલે હો ન હો.
દરેક [...]
‘અધીર અમદાવાદી’ એ એમનો સ્ટેટસ મેસેજ કંઇક આવો રાખ્યો હતો:
હા, ખલીલ એવું ક્શું કરીએ સૌ ચોંકી ઉઠે,
થઇ શકે તો ચાલ પરપોટામાં ગોબો પાડીએ.
તો એના પ્રત્યુત્તરમાં મેં કંઇક આવું લખ્યું:
અમને પણ આમ એક દિવસ સૌ ને ચોંકાવવાનાં અભરખા થયા’તા,
પૂછશો મા એ દિવસે કેવા ડખા થયા’તા,
હથોડી લઇને નીકળ્યા તો હતા પરપોટામાં ગોબો પાડવા;
છટકી ને પડી હથોડી પગ [...]
