હે……
ચાર દોસ્ત ભેગા થયા
ને ગરબે રમવા જાય,
ફ્રી પાસ નું સેટિંગ થયું નહિ,
તો ઘૂસ મારી ને જાય…
લાલ સનેડો…સનેડો સનેડો…
ઘુસી તો ગયા બચીને,
પણ ગરબો કેમ કરી થાય?
તાલી પડે ભાઈ તાલ વગર
ને જોવા જેવી થાય…
લાલ સનેડો…સનેડો સનેડો…
દાંડિયા લીધેલા ક્યાંક ઉધારના,
પણ ફેરવતા આવડે નહિ;
ફેરવ્યા ખરા જેમ-તેમ કરી,
એમાં એક દાંડી તૂટી ગઈ.
લાલ સનેડો…સનેડો સનેડો…
સિક્યોરીટી વાળો ચેકિંગે નીકળ્યો,
ને ઝાલી મારી બાંય;
નીકાળ્યા ચાચર ચોકથી ને
આમ નોરતા પુરા થાય.
લાલ સનેડો…સનેડો સનેડો…
- સાક્ષર
તા.ક. – ક્યાંક સનેડાની બોલ-બાલા છે તો ક્યાંક સનેડો માથાનો દુખાવો છે. In short, love it or hate it, but you cannot ignore it.

September 23, 2009 at 3:32 pm
જર્સી સીટીની ઇન્ડિયન શેરીમાં પાસ વગર વીકેન્ડમાં ઉધારીના દાંડિયા ફેરવતા શીખી શકો ! આવડી જાય તો આવતા વરસે ૧૫-૨૦ ડોલરનો પાસ ખરીદવા હિંમત કરવી !
September 23, 2009 at 3:50 pm
તો પણ ફ્રીપાસ નું કંઈ Setting થાય એવું નથી?
September 27, 2009 at 1:36 am
hey you have nice funny imagination i like your
‘thodo saman tara ghre padyo che’,funny and sarcastic!meet me @
http://himanshupatel555.wordpress.com
thank you hp