Archive for September, 2009
ગઈ સાલ તો
બાળ્યો’તો: ને આ સાલ
નવો રાવણ!!!!!
-સાક્ષર
તા.ક. – દશેરા એટલે બુરાઈ પર અચ્છાઈનો વિજય અને રાવણને બુરાઈના પ્રતિક તરીકે બાળવામાં આવે છે. દશેરાના દિવસે આપણે બુરાઈનો નાશ(રાવણ-દહન) તો કરી દઈએ છે, પણ એક વર્ષ પછી પાછો બીજો રાવણ તૈયાર જ હોય છે દહન માટે…. જય શ્રી રામ
હે……
ચાર દોસ્ત ભેગા થયા
ને ગરબે રમવા જાય,
ફ્રી પાસ નું સેટિંગ થયું નહિ,
તો ઘૂસ મારી ને જાય…
લાલ સનેડો…સનેડો સનેડો…
ઘુસી તો ગયા બચીને,
પણ ગરબો કેમ કરી થાય?
તાલી પડે ભાઈ તાલ વગર
ને જોવા જેવી થાય…
લાલ સનેડો…સનેડો સનેડો…
દાંડિયા લીધેલા ક્યાંક ઉધારના,
પણ ફેરવતા આવડે નહિ;
ફેરવ્યા ખરા જેમ-તેમ કરી,
એમાં એક દાંડી તૂટી ગઈ.
લાલ સનેડો…સનેડો સનેડો…
સિક્યોરીટી વાળો ચેકિંગે નીકળ્યો,
ને ઝાલી મારી બાંય;
નીકાળ્યા ચાચર [...]
વિડીયો લિંક - http://www.youtube.com/watch?v=e1Dx8M5TXkI
અડધા કલાકથી મથી ને થાકયો;
આ તો ટુથપેસ્ટ છે કે શું?
અમે કાઢી. લે કાઢ હવે તું.
“ટુથપેસ્ટ લાવજો” નું ગાણું પેલો મનીયો ૩ દા’ડાથી ગાય છે.
ગઈકાલે નીકળ્યા વોલમાર્ટથી ને થયું મનમાં, કે “કંઇક રહી જાય છે”,
લાયા જો હોત તો કાંઇ વાન્ધો જ નહોતો; પણ ના લાયા એનું હવે શું?
અમે કાઢી. લે કાઢ હવે તું.
ખોટા મુહુર્તે અમને [...]
(સુરેશદાદાની પોસ્ટ ‘ચા તૈયાર છે’ – ત્રણ અવલોકન પર થી પ્રેરિત)
સ્થળ – અમારું ઘર, વડોદરા, ગુજરાત.
સમય – સવારના ૧૧
સવારનાં ૧૧ વાગ્યા છે.(“જાગ્યા ત્યારથી સવાર” ના ધોરણે) છોકરા એ ૧૨ કલાકની ઊંઘ લઇ લીધી છે એની ગણતરી કરી, મમ્મી મને ધીમે રહીને ઉઠાડે છે. પથારીમાંથી ઉઠીને આંખો ચોળતો ચોળતો હું રીમોટ શોધી ટીવી ચાલુ કરું છું [...]
