**રિસેશન સ્પેશિયલ પંક્તિ**
હે પ્રભુ; તમારે સાંભળવા માં થોડી ભૂલ થઇ લાગે છે;
H1N1 આપી દીધો; પણ લોકો તો એચ-૧(વિઝા) માગે છે.
**જન્માષ્ટમી સ્પેશ્યલ પંક્તિ**
તમે નાનપણથી જ આવી રીતે confuse કરો છો;
‘મેં નહિ માખન ખાયો’ જેવા વાક્યો use કરો છો.
ભૂકંપ, પુર, પ્રદુષણ ને રમખાણ વિનાનાં જગમાં જ અવતાર લેતા ફાવ્યું છે;
કોઈ દિવસ માણસ બની ને સ્વાઇન ફ્લુથી બચવા માસ્ક લગાવ્યું છે?
ઉપરથી બસ એક નજર મારી ને વિચારતા હશો કે, “બધું છો થાય” .
આવા બધામાં માણસ બનો તો ખબર પડે, કેટલા વીસે સો થાય!!
આ તો તમે સાંભળો છો એટલે થયું તમારા ધ્યાનમાં લાવું;
ચાલો હવે દોષારોપણ મૂકુ ને કામની વાત પર આવું.
શાળા નોકરી બધું બંધ છે અને આટલા બધા લોકો બીમાર;
આ સવાઇન ફ્લુથી હવે તમે જ બચાવી શકશો, વરાહાવતાર.
- સાક્ષર
વરાહાવતાર – વિષ્ણુ ભગવાનનો એક અવતાર
આપણને કોઇપણ મુસીબત હોય શરુઆતમાં ભગવાનને દોષી ગણીએ છે( જાણે એ આવી ને સ્વાઇન ફ્લુ વાળા ઇંજેક્શન મારી ગયા હોય). પછી એમની સાથે લડીએ છે, ઝગડીએ છે અને પાછા છેલ્લે દુ:ખો દુર કરવા માટે એમને જ પ્રાર્થના કરીએ છે.
તા. ક. -
આ સ્વાઈન ફ્લુ ની કવિતા માં મનોજ કુમાર નો ફોટો કેમ? આ રહ્યું કારણ:
આ કોઈ નવો રોગ નથી; વર્ષો પેહલા પણ એણે ધામો નાખ્યો તો;
હવે ખ્યાલ આવ્યો? મનોજ કુમારે મોઢા પર હાથ કેમ રાખ્યો તો?
(જાહેરાત – અમે તહેવારાનુસાર પંક્તિઓ રાખીએ છે…. રિસેશનમાં તાજ્જી રિસેશન સ્પેશિયલ પંક્તિઓ આપવામાં આવશે. તેજ પ્રમાણે જન્માષ્ટમી, દિવાળી, ઉત્તરાયણ સ્પેશિયલ પંક્તિઓ પણ જે તે તહેવારાનુસાર તાજ્જી ઉપલબ્ધ થશે. આ જાહેરાત સાથે લઇ આવનારને વાજબી ભાવ કરી આપવામાં આવશે. ;) )

August 19, 2009 at 2:11 pm
તમે વાત મનોજકુમાર ની કરીને બિચારા ઓમપ્રકાશજીને સ્વાઇન ફ્લુ વિક્ટીમ ગણાવો છો? ઘોર કળીયુગ!
August 20, 2009 at 12:11 pm
ફોટો મુક્યો ત્યારે એવું નહોતું વિચાર્યું કે તમારી જેમ કોઈ આવું અવલોકન કરશે… Nice Observation!!!!
August 19, 2009 at 2:28 pm
સરસ!! આ સ્વાઇન ફ્લુએ તો મોંઘવારી, આતંકવાદ બધું જ ભૂલાવી દીધું…
August 19, 2009 at 2:37 pm
August 19, 2009 at 3:59 pm
હજી ૨૦૦૦૦ H1 વિઝા આપવાના બાકી છે ! જો કે H1N1 કેટલા બાકી છે એ તો વરાહ્વાતાર કે તો થાય!
August 19, 2009 at 7:33 pm
Bauj Bhari!!
August 20, 2009 at 12:32 am
ખૂબ creative!
August 20, 2009 at 6:53 am
vanchvu game pan reality kaek alag j hoy 6.
August 20, 2009 at 11:54 am
shu hoy chhe reality?
August 20, 2009 at 8:59 pm
You are indeed very creative and minute observer Sakshar!
Enjoyed this….thanks.
August 20, 2009 at 9:08 pm
Thank you, sir.
August 21, 2009 at 5:31 am
You are complaining him for not taking birth at this time but, may be he is not interested in H1 or H1N1!!!!!
Nice wordings, Lage rago munnabhai.Kudos
August 26, 2009 at 8:49 am
Very nice to read really a creative one ……if u don’t mind i like to use …shall i do it….
August 26, 2009 at 12:27 pm
Yes I do not mind…
September 4, 2009 at 11:09 am
સરળ શબ્દોમાં સરસ અભિવ્યકિત !
“ઈશ્વર” ને ઉદેશીને લખેલી આવી જ એક કવિતા;
http://kalamprasadi.wordpress.com/2009/07/12/%E0%AA%B9%E0%AB%87-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE/