ચા પીતો દેડકો

” ચાની કીટલી વાળા સવારની પહેલી ચા રસ્તા ઉપર ઢોળી દે છે. પહેલી ચા ને જગ-ડખા ની ચા પણ કહે છે.”

બહુ વખત પહેલાની વાત છે. અડધી વાર્તા તો બધાને ખબર જ છે એટલે એના મુદ્દા લખી કાઢુ છુ… કોઇને ઇચ્છા થાય તો એના પર થી વાર્તા લખી લેવી…

પાર્વતીજી નો આદેશ – ગણપતિ નુ બારણે ઉભા રહેવુ – શંકર ભગવાનનુ ગણપતિ નુ મસ્તિષ્ક કાપવુ – પાર્વતીજી નો ગુસ્સો – માર્ગમાં જે પહેલુ મળે એનુ મસ્તિષ્ક લાવવાનો આદેશ( હા આદેશ…ભલે ને ભગવાન રહ્યા…પત્નીનો હમેશા આદેશ જ હોય… એ ટાઇમ થી ચાલ્યુ આવે છે)

હવે આપડા Interest ની વાત ચાલુ થાય છે:
તો ભગવાન શંકર નીકળ્યા ત્રિશુળ લઇને માર્ગમાં જે પહેલુ મળે એનુ મસ્તિષ્ક લેવા માટે(BOSS નો Order હતો ને!!!)… હવે ચાલતા ચાલતા પાર્વતીજી ના ગુસ્સા પ્રત્યે જ ધ્યાન હતુ…એટલે એવા વિચારો માં માર્ગ પર જોતા ન હતા…ત્યાં રસ્તામાં બે નિર્દોષ દેડકા(દેડકાઓ હંમેશા નિર્દોષ જ હોય છે…કોઇ દિવસ તમને દેડકો કરડ્યો છે?) રમતા હતા… એમને મહાદેવના પગની લાત વાગી…અને દુર ફેંકાઇ ગયા…અને બંનેને માથામાં બેઠો માર પડ્યો(માર હંમેશા બેઠો જ કેમ હોય છે??? કોઇ ને ખ્યાલ છે ?)… અને માથુ દુ:ખવા લાગ્યુ… અને

બંને મહાદેવને રોકવા માટે બુમો પાડવા લાગ્યા… “ઘોર અન્યાય મહાદેવ….ઘોર અન્યાય”

શંકર ભગવાનને થયુ, ” યાર આજે કોનુ મોઢુ જોયુ તુ સવારે?? એક તો ઘરે અન્યાય કરીને આવ્યો…પત્ની નુ Tension ને એમાં આ બીજા કોઇ ને અન્યાય કરી નાખ્યો “

ભગવાન રોકાયા… બંને દેડકા કહે, ” હે પ્રભો! તમે લાત મારી ને અમારુ માથુ દુખે છે, કંઇક ઉપચાર કરો.. અને હવે અમારી આખી પેઢીને માથુ દુ:ખશે”

ભગવાને કહ્યુ, ” હે દેડકાઓ…ચિંતા ન કરો…જાઓ હું તમને વરદાન આપુ છુ…(શંકર ભગવાન વરદાન આપવામાં Champion હતા…સૌથી વધારે વરદાન આપવાનો રેકોર્ડ એમના નામે છે… એમને મહાદેવ કહેવાય છે એનુ એક કારણ એ પણ છે)…કે દરેક ચા વાળો પહેલી ચા તમને પાશે… જેથી તમારી આવનારી દરેક પેઢીમાં કોઇને માથાનો દુ:ખાવો નહિ થાય.”

બંને દેડકાઓ એ કહ્યુ, ” પણ અમે મોટાભાગનો સમય તો જમીન ની અંદર હોઇએ છે શીતનિંદ્રામાં…”

ભગવાન ઉવાચ , “હે દેડકાઓ… ચિંતા ન કરો…ચા વાળો પહેલી ચા જમીન પર ઢોળશે…અને તમે શીતનિંદ્રા દરમિયાન જમીનમાં પણ ચા મેળવી

શકશો..”

એક દેડ્કો બોલ્યો: “Thank you ભગવાન. પણ Excuse Me …તથાસ્તુ તો બોલો.”

ભગવાન : ” તથાસ્તુ “

અને ત્યારથી ચા વાળો પહેલી ચા જમીન પર ઢોળે છે.

હા અને પેલા બે દેડકાઓ નુ નામ હતુ : “જગ” અને “ડખો”
એટલે પહેલી ચા ને “જગ-ડખા” ની ચા કહે છે…


(નોંધ – વાર્તામાં આવતા “અમુક” પાત્રો અને તમામ ઘટનાઓ કાલ્પનિક છે. તેમની કોઇ પણ જીવીત કે મૃત વ્યક્તિ,દેડકા કે ઘટના સાથે થતી સમાનતાને માત્ર એક સંયોગ ગણવો)


  1. rajniagravat

    મહાદેવની વરદાન આપવાની (કુ) ટેવમાં ચા વાળાની તો પથારી ફરી ગઈ ને? !

  2. :D .. as usual hilarious… !

  3. manishmistry

    ha ha :) ([smily]) and 8D ([froggy])

  4. જગ-ડખા ની ચા વિશે પહેલી વાર જાણ્યુ. મઝા પડી.

  5. aa pahela khabar nahoti jag-dakhani cha wah wah..

  6. dhufari

    ભાઇશ્રી તેજસ,
    હું અને મારી વાઇફ સવારના મોર્નિન્ગ-વોક્માં જઇએ છીએ ત્યારે રસ્તાના કિનારે ઉભેલા લારીવાળાઓ પાણી અને ચ્હા ઢોળતા જોયા પણ તારૂં લોજીક લા-જવાબ છે.આ ચ્હાનું નામ જ્ગ-ડખાની ચ્હા પણ પહેલી વાર જાણ્યું
    અભિનંદન
    “ધુફારી”




Leave a Comment