Archive for July, 2009

એમ તો આ પહેલા પણ આ ગીત આ બ્લોગ પર પોસ્ટ કર્યુ હતુ (લિંક – જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું ), પણ એ વખતે ઓડિયો જે સાઇટ પર અપલોડ કર્યો હતો અત્યારે એ સાઇટવાળાની દુકાનને તાળા વાગી ગયા છે એટલે ફરીથી એ ઓડિયોનો ઉપયોગ કરી યુ-ટ્યુબ પર ગીતના [...]

અઢી અક્ષરનો લઠ્ઠો, ને ચાર અક્ષરના અમે; (નાગરીક=4 અક્ષર)
ખોટ પડી ડોઢ અક્ષરની, તો ડોઢા થજો તમે!
ત્રણ અક્ષરની પોલીસો, આ ત્રણ અક્ષરની બ્રાઈબ,
બે અક્ષરનો ઠોલો માંગે સાત અક્ષરની પ્રાઈજ (ખાઈ-પીને જલસા=7 અક્ષર)
ચાર અક્ષરના ડારૂડીયા ઝૂલતા ખુલ્લેઆમ ફરે
ખોટ પડી ડોઢ અક્ષરની, તો ડોઢા થાજો તમે!
ચાર અક્ષરની નશાબંધીમાં વેચાય હજુય પોટલીયો
પાંચ અક્ષરના કમીશનરની ખેંચાઈ [...]

” ચાની કીટલી વાળા સવારની પહેલી ચા રસ્તા ઉપર ઢોળી દે છે. પહેલી ચા ને જગ-ડખા ની ચા પણ કહે છે.”
બહુ વખત પહેલાની વાત છે. અડધી વાર્તા તો બધાને ખબર જ છે એટલે એના મુદ્દા લખી કાઢુ છુ… કોઇને ઇચ્છા થાય તો એના પર થી વાર્તા લખી લેવી…
પાર્વતીજી નો આદેશ – ગણપતિ નુ બારણે ઉભા [...]

સોબત કરતાં પુસ્તકની બે બાજુનું માન:
વાંચો તો બનો “સાક્ષર” , ને ઉંચકો તો સલમાન-ખાન.
- દળદાર પુસ્તકો ડમ્બેલ તરીકે વાપરી સલમાન ખાન બનવાનો પ્રયાસ કરતો નામનો “સાક્ષર”
“હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણુ “
(પ્રેરણાસ્ત્રોત – સોબત કરતાં શ્વાનની…)

બઘવાઇ જવાય એવી એક વાત થઇ છે,
અરીસામાં કોઇ બીજા સાથે મુલાકાત થઇ છે;
ધીરે ધીરે આખો ધોળિયો થઇ જઇશ,
હમણા તો વાળથી શરુઆત થઇ છે.

(સવારે ઉઠીને અરીસામાં કાળા વાળની અંદર સફેદ વાળ જોતા આવેલો વિચાર)
- સાક્ષર
*******************************************************
(ADDED after comment by Nare Mistry)

I came here(USA) to do my Masters in Computer Science. So, since I came here, my friends [...]