એક ગામ – ઉંદરોનો ત્રાસ – વાંસળીવાળો – ઉંદરો નો નિકાલ – સાર

એક ગામ હતુ. એની પાસે થી એક નદી વહેતી હતી. તો એક વખત એ નદીમાં એકવાર પુર આવ્યુ અને નદીનું બધુ પાણી ઘરોમાં ભરાઇ ગયુ અને પાણી પોતાની સાથે ઉંદરોને પણ લેતુ આવ્યુ.(BREAKING NEWS – પાણીમાં ઉંદર)

તો એ ગામ વાળાઓ ઉંદરથી ત્રાસી ગયા હતા. ગામના લોકો એ ઉંદરને પકડવા માટે ઉંદર પકડવાનાં પાંજરા મુક્યા, પણ ઉંદરો ચતુર હતા(જેવા તેવા થોડા હતા, પાણીના ઉંદર હતા). એટલે એકપણ ઉંદર પકડાયો નહિ. પછી ગામલોકો ઉંદર મારવાની દવા લઇ આવ્યા પણ તો પણ કોઇ ફરક નહિ(આખરે પાણીનાં ઉંદર હતા). છેવટે ગામલોકો એ એક બેઠક રાખી આના ઉપાય માટે, તેમાં લોકો ઘણા ઉપાય સુઝવતા હતા, એમાં એક બીજા ધોરણ નાં છોકરાએ વાંસળીવાળાની વાર્તા કહી. અને કીધુ કે આપણે એ ટ્રાય કરીએ. તો ગામલોકો એ એવુ કરવાનુ વિચાર્યુ. અને બાજુ ના ગામમાંથી એક વાંસળીવાળાને બોલાવ્યો(એમના ગામમાં નહોતો એટલે). હવે એ વાંસળીવાળાએ આવીને વાંસળી વગાડવાની ચાલુ કરી અને ખુબ જ બેસુરી હોવાથી ઉંદરોના કાન સહન ના કરી શક્યા (કેવી રીતે સહન કરે ,પાણીનાં ઉંદર હતા). એટલે બધા ઉંદર બહાર નીકળવા માંડ્યા પણ વાંસળીવાળાએ વાર્તા મુજબ એ પણ ગામની બહાર ચાલ્વા લાગ્યો એને એમ કે આ લોકોને વાંસળીના સુર ગમ્યા એટલે મારી સાથે આવશે, પણ જેવો પેલો ગામની બહાર નીકળ્યો એવા બધા ઉંદર પાછા ઘરોમાં સમાઇ ગયા. એટલે ગામ વાળાઓને ફરી આઇડિયા આવ્યો અને પાછો વાંસળીવાળાને બોલાવ્યો અને એને કીધુ કે જ્યાં સુધી આ ઉંદરો ભાગી ન જાય ત્યાં સુધી વગાડ અને એણે વગાડી અને ઉંદરોના કાન સહન ના કરી શક્યા એટલે બધા ઉંદરો ગામ છોડી ને નાસી ગયા. બીજા પાણીની તલાશમાં. આખરે પાણીનાં ઉંદર હતા. ગામલોકો એ નિરાંતનો શ્વાસ લીધો.

બોધ – સંગીતમાં ખુબ જ તાકાત છે, પછી ભલે એ સુરીલુ હોય કે બે સુરુ.


  1. kaushal

    vah boss vah saras varta banavi che

    vadhu lakhata rehajo




Leave a Comment