
આ શુ પ્રગટ્યુ છે મારામાં કે યાદ કરુ છુ ઉત્તરાયણ,
છે મન ગમતીલી દ્વિધામાં કે યાદ કરુ છુ ઉત્તરાયણ.
જીભ ચિઝ ભરેલા પિઝા ને સબવેમા જઇ ને ખોવાઇ,
મન મમરા ચિકી ખાવામાં, કે યાદ કરુ છુ ઉત્તરાયણ.
આ સ્નોફોલ અને ઠંડી હવે બહુ અઘરી પડતી લાગે છે,
એવુ તે હતુ શુ એ તડકામાં, કે યાદ કરુ છુ ઉત્તરાયણ.
આ કાઉચ અને આ બેડમાં પણ મજા હવે ક્યાં આવે છે?
નક્કી જ હતુ કંઇ ધાબામાં, કે યાદ કરુ છુ ઉત્તરાયણ.
- સાક્ષર ઠક્કર
( દિલિપ રાવલ ની રચના “આ શું પ્રગટ્યું છે મારામાં” પર થી પ્રેરિત)







#1 by Biren Kothari on January 15, 2009 - 6:04 am
Very good.
#2 by Rinkle Gohil on February 13, 2010 - 4:37 am
u r gr8 Mr. Sakshar……u really write good…..
i got this link from Ronal Kanojiya’s profile…..this is really interesting…..this is again nice poem……
#3 by saksharthakkar on February 13, 2010 - 12:34 pm
Thank you.
– Sakshar
#4 by કુણાલ on January 15, 2009 - 6:20 am
waah dost …
પરદેશમાં રહીને ઉત્તરાયણના વિરહની વેદનાને સરસ રીતે વર્ણવી !!
અને આ ફોટો જોઈને લાગે છે કે તમે લોકો એ ત્યાં બરફમાં પણ ઉત્તરાયણ મનાવી હશે…
#5 by બીના on January 23, 2009 - 4:14 am
આ કાઉચ અને આ બેડમાં પણ મજા હવે ક્યાં આવે છે?
નક્કી જ હતુ કંઇ ધાબામાં, કે યાદ કરુ છુ ઉત્તરાયણ.
Sachi vaat. Sunder kavya….. I share the same feelings with you. Nice blog!
#6 by suhas on April 17, 2010 - 4:00 am
tare vadi chapru hatu j kya? ????!!!!!!!!