Archive for January, 2009

હો રાજ મને લાગ્યો ગેરુનો રંગ

Thad

જ્યાં જ્યાં નજર તમારી ઠરે, થડિયુ રંગ્યુ ત્યાં આપડે.
લિમડી ને નાળિયેરીથી ચાલુ કર્યુ ને પછી, બાવળિયુ રંગ્યુ ત્યાં આપડે.

રંગતા થડો આવ્યા વિધ્નો ઘણા તોય,
સિરીઝ પણ રંગીને વેલો પણ રંગી,
ને સળિયુ રંગ્યુ ત્યાં આપડે.
જ્યાં જ્યાં નજર તમારી ઠરે…

પાંચ કિલો ગેરુ તો વાપર્યો અમે થડમાં,
બાકીમાં રંગ્યા થાંભલા અમે 2,
ને નળિયુ રંગ્યુ ત્યાં આપડે.
જ્યાં જ્યાં નજર તમારી ઠરે…

લાલાશ ચકાસવી પણ જરુરી હતી રંગની,
ચકાસવા રંગ અમે કપડુ રંગ્યુ ,
ને પછી કાગળિયુ રંગ્યુ ત્યાં આપડે.
જ્યાં જ્યાં નજર તમારી ઠરે…

રંગીન દુનિયાને વધુ રંગીન બનાવવા,
બહુ શોધખોળની મથામણ વગર,
જે મળ્યુ રંગ્યુ ત્યાં આપડે.
જ્યાં જ્યાં નજર તમારી ઠરે…

વૃક્ષોનાં થડો ગેરુથી રંગવાની સેવા કર્યા બાદ(હા…અમે કોઇ પણ જાતની સેવા વિના સંકોચે કરીએ છે…અને એનુ કોઇ અભિમાન પણ નહિ… ;) ) સ્ફુરેલી કવિતા. ‘આપડે ‘ એ આધુનિક Gujaratiમાંથી કરેલો શબ્દ પ્રયોગ છે… આ શબ્દ મોટાભાગે પોતાને માન આપવા માટે વાપરવામાં આવે છે…’મેં’ નું સ્વમાનદર્શક બહુવચન… દા.ત. “કોઇ જુએ કે ના જુએ, આપડે તો બોસ મેચ જોવાની જ.” … ‘બોસ’ પણ આધુનિક ગુજરાતી શબ્દ છે…

‘સળિયુ’ – પ્રાસ બેસાડવા માટેનો સળિયાનો(કે પછી ‘નુ’)  સમાનર્થી

‘સિરીઝ’ – થડને વીંટળાયેલ લાઇટની સિરીઝ

,

2 Comments

કે યાદ કરુ છુ ઉત્તરાયણ

આ શુ પ્રગટ્યુ છે મારામાં કે યાદ કરુ છુ ઉત્તરાયણ,
છે મન ગમતીલી દ્વિધામાં કે યાદ કરુ છુ ઉત્તરાયણ.

જીભ ચિઝ ભરેલા પિઝા ને સબવેમા જઇ ને ખોવાઇ,
મન મમરા ચિકી ખાવામાં, કે યાદ કરુ છુ ઉત્તરાયણ.

આ સ્નોફોલ અને ઠંડી હવે બહુ અઘરી પડતી લાગે છે,
એવુ તે હતુ શુ એ તડકામાં, કે યાદ કરુ છુ ઉત્તરાયણ.

આ કાઉચ અને આ બેડમાં પણ મજા હવે ક્યાં આવે છે?
નક્કી જ હતુ કંઇ ધાબામાં, કે યાદ કરુ છુ ઉત્તરાયણ.

- સાક્ષર ઠક્કર

( દિલિપ રાવલ ની રચના “આ શું પ્રગટ્યું છે મારામાં”  પર થી પ્રેરિત)

,

9 Comments

Follow

Get every new post delivered to your Inbox.

Join 329 other followers