Archive for December, 2008
સ્કુલ નો રોઝ ડે
Posted by saksharthakkar in કવિતાઓ on December 20, 2008

કચરા કવિ સંમેલન માટે ‘રોઝ ડે’ વિષય પર મારી રચના…
પસ્તી આપી આવ્યો એ દિવસે ને 10 રુપિયા મળ્યા,
એ 10 રુપિયાના જોઇએ તો ખરા શુ છે ભાગ્ય ઘડ્યા?
રુપિયા આવતાની સાથે જ આવ્યા વિચારો ગ્રેટ,
“એને” આપુ ગુલાબ હું ને આપુ એક ચોકલેટ.
આવી મોંઘવારીમાં બંને નહિ આવે તો?
ને બંનેમાંથી એક જ આપીશ ને “એને” નહિ ફાવે તો?
ગુલાબ આપુ એકલુ તો આપુ પીળુ કે લાલ,
ડેરીમિલ્ક સાથે નહિ આપુ તો શુ થશે મારા હાલ!
આવા ખયાલો કરતો કરતો પહોંચ્યો હું તો ઘેર,
આજે બસ સ્કુલે જવા દે એટલે લીલા-લ્હેર.
હાથમાં 10 રુપિયા જોઇ મમ્મી બોલી “અહીં આવ,
એક કામ કર બેટા 10 રુપિયાનુ દહી લઇ આવ. “
- સાક્ષર ઠક્કર
અશુદ્ધ કવિતા
Posted by saksharthakkar in કવિતાઓ on December 20, 2008

તમે એવા લોકો ને પણ મળ્યા હશો કે જે “શ” ના બદલે “સ”, “ળ” ના બદળે “ર” બોલે છે, તો આવા લોકો જ્યારે કવિતા લખે તો કંઇ આવી લખે…
તેલ જોયુ ને તરવાની ઇચ્છા થઇ ગઇ,
તને જોઇ ને મરવાની ઇચ્છા થઇ ગઇ.
સાકર તો સુ બોર્નવિટા થઇ જઇસ,
પારસીઓ ની જેમ ભરવાની ઇચ્છા થઇ ગઇ.
મારે પન ખીરની જેમ મિઠાસ આપવી જોઇએ,
એમ વિચારી ઉકરવાની ઇચ્છા થઇ ગઇ.
મનોજ ખંડેરિયાની એક ગઝલ સુ સાંભરી લીધી,
એક પગને બીજા પગને છરવાની ઇચ્છા થઇ ગઇ.
-સાક્ષર ઠક્કર







તમે કહ્યું